STORYMIRROR

ઈલાબેન પી. જોષી

Inspirational

4  

ઈલાબેન પી. જોષી

Inspirational

જગતનો તાત

જગતનો તાત

1 min
365

ખેડૂત તારી ખુમારીની વાત ક્યાંય થાય નહીં,

દુનિયાનો તું પાલનહાર તોય અહમ્ જરાય નહીં.


સુકો ખાતો નીચે સૂતો તારી વ્યથાનો પાર નહીં,

કદરદાની ઘણી છે તારી મિથ્યા હતાશ તું થાતો નહીં.


તાત તું તો બાપ સૌનો મૂલ કંઈ થાય નહીં,

ખમ્મા ! તારા ગંજીમાં કાણું બાપ કંઈ નવાઈ નહીં.


હિંમત ખોતો ફાંસી ખાતો શોભે તું જરાય નહીં,

તારી વાત સંભળાશે સૌને આશાને તું ખોતો નહીં.


ખેડૂત તારી ખુમારીની વાત ક્યાંય થાય નહીં,

તારા થકી દુનિયા જીવે એ વાત કદીય ભૂલાઇ નહીં. 



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational