વિરહ
વિરહ
પ્રિયતમ મમ પલકોથી, જો ને આજે દૂર થયાં,
કારણ આપ્યા વગર,ખુદથી પણ ઓઝલ થયાં,
વિધિનું વિધાન હશે, તેથી તો તે દૂર થયાં,
ઋણાનુંબંધ પૂર્ણ કરી, આંખોથી ઓઝલ થયાં,
હૃદયાકાશ પ્રેમે ભરી, નજરોથી તે દૂર થયાં,
મજધારે નાવ છોડી, આંખોથી ઓઝલ થયાં,
યાદોને સહારે છોડી, ન જાણે કયાં દૂર થયાં,
સાવ અચાનક રસ્તે છોડી આંખોથી ઓઝલ થયાં,
પ્રેમનો પર્યાય હતાં,પ્રેમ શીખવી દૂર થયાં,
હૃદયમાં સભર રહયાં, એહસાસ છોડી ઓઝલ થયાં.

