"પ્રણયોત્સવ"
"પ્રણયોત્સવ"


સવારે ઉગેલા સૂર્યએ
સૂર્યમુખીને ટપલી મારી,
શરમાઈને સૂર્યમુખીએ
નજરો ઝુકાવી.
આંખોથી પ્રેમની આપ -લે થઈ,
વાયરાએ આ ઘટના નજરે જોઈ,
બસ. ..ફરી વળ્યો વાયરો લઈને આ વાત,
ઝૂમી ઉઠી આખેઆખી ફુલોની ન્યાત,
પેલાં પંખીઓએ કરી મુક્યો કલબલાટ,
ચોમેર ફેલાયો મીઠો પમરાટ,
પ્રેમનો ફેલાયો પ્રકાશ,
હૃદયના આંગણે ઝીલ્યો મેં ઉજાસ,
વાહ ! પ્રકૃતિનો પ્રણયોત્સવ