મારા જીવન વૃક્ષને પાનખર આવી ગઈ
મારા જીવન વૃક્ષને પાનખર આવી ગઈ
મારા જીવન વૃક્ષને પાનખર આવી ગઈ ...ભર વસંતે...
કાળની જાણે નજર લાગી ગઈ.
ઈચ્છાઓના પાન ખરી પડ્યા
ને લાગણીનું જળ સુકાવા લાગ્યું...
રંગીન ચિત્ર કાળું લાગવા માંડ્યું...
પ્રેમના પુષ્પો મુરઝાઈ ગયા,
ને સૂકી ડાળીઓમાં કાંટા ફેલાઈ ગયા..
આશાઓની કૂંપળ ફૂટી ન ફૂટી ..ત્યાં સૂકા ઘાસના ચાસ
દેખાવા લાગ્યા..
આ સફેદ પાલવમાં સંચિત છે રંગીન સ્મૃતિઓ..ભુતકાળની,
બસ વળગી છે વિરાહવેદના
વર્તમાનની..
શ્વાસ, વિશ્વાસ, ને આભાસ વચ્ચે જીવતી હું છું એક વિધવા