ભૂલી જાઓ
ભૂલી જાઓ
મનને ડંખતા અનુભવોને ભૂલી જાઓ,
વેદના આપતા અનુભવોને ભૂલી જાઓ,
સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય,
એના પજવતા અનુભવોને ભૂલી જાઓ,
સજા પામનાર હંમેશાં દોષી ન પણ હોય,
હૈયાને પીડતા અનુભવોને ભૂલી જાઓ,
બદલાની આશા ના રાખો; કર્મ પર છોડો,
દુઃખ વાગોળતા અનુભવોને ભૂલી જાઓ,
હૈયે રાખો હેત હરદમ હરિ હિસાબ કરશે,
કાવાદાવા કરતા અનુભવોને ભૂલી જાઓ.