કાંચની બેડી
કાંચની બેડી


બ્રેક-અપ એ શા હાલ કર્યા,
સંબંધોને શર્મસાર કર્યા,
વફાદાર પાછા ફર્યા,
નાટકના પડદાં પડ્યા ?
વચનોની સુંદરતા ખોઈ,
પ્રીત વાંસળી બેસુરી થઈ,
જોયું જાણ્યું સાંભળ્યું સત્ય ન હોય,
ધડકનનો તો વિશ્વાસ કર !
ઉગતાં સુરજનો સુર્યાસ્ત ના કર,
દિલ ચિરીને બતાવી દવું, ઓ
પણ છુપાયેલ છબી ઉપર, ઉઝરડો ના કર.
સાચા ખોટાંનું નાટક ના કર.
વિચાર હજારવાર,
પ્રેમ સહારે જીવાય,
ખુદકશીના વિચાર
કાયર કરે,
જીવવા હિંમત જોઈએ,
દિલની રમતમાં ફના થવું પડે,
જીવવું પડે, જીતવું પડે.