મોલનું બજાર
મોલનું બજાર
શહેરમાં આપ મુસાફિર છો
એક નજર તમારી પડી
એક નજર અમારી
એમાં અમસ્તાં કયાસ ક્યાં કાઢો છો.
શહેરમાં આપ સાવ નવા નવા છો.
ચાલતા મળશે ઘણાં માર્ગ ઉપર
એ સડક રોજ બધાને જુએ છે
ભૂલી જાય છે રાહદારીઓને
એને ક્યાં કોઈ નજરની પડી છે.
શહેરમાં ક્યાં કોઈને કોઈની પડી છે.
અથડાય છે છતાં ગણકારતા નથી
કોઈક સોરી કહી નીકળી જાય છે
લાગણીઓ સૂકાઈ અનાયાસે
આ કોરા રસ્તાઓ ઉપર દોડતાં .
શહેરમાં શવ જોવાં પણ કોઇ ક્યાં રોકાય છે.
મોજાઓ તો ઘણાં ઉછળ્યા'તા
દિલમાં રસ્તાઓ ઉપર ચાલતા
પણ ક્યાં કોઈ એમાં તણાઇ આવ્યા
'આગ ' વિચારતી રહી ક્યાં દાઝયા ક્યાં ડૂબ્યા.
શહેરમાં આવા મોલનું બજાર કેમ લાવ્યા.
- અરૂણ ગોંધલી, ' આગ ', (૧૫.૦૬.૨૦૨૫)

