સરખામણી
સરખામણી
નથી કરવી તારી સરખામણી જગતનાં અજૂબાઓ સાથે
નહીં સરખાવું ખૂબસુરતી તારી કુદરત સાથે.
ખબર છે જેણે તને ઘડી છે ફુરસદમાં મારી માટે
એનો કોઈ જોટો ના હોય ધરતીના છેડે કે કાંઠે.
તારી એક એક અદાને શું નામ દવું
હજુ તો હું આ શહેર આંખુ ફર્યો પણ નથી
કેમે સરખાવું ચાંદ-તારાને તારી સાથે.
સમજ તારી અનોખી તું સમજુ વ્યવહારમાં
નથી બેસતું તારું ગણિત અમથા આ મસ્તિકમાં.
હજું તો કેટલીય સરખામણી બાકી છે ચાહમાં
ઊભી રહી સામે ઠારતી ' આગ ' એક મુસ્કાનમાં.
- અરૂણ ગોંધલી ' આગ ' (૦૮.૦૬.૨૦૨૫)

