કેદમાં નથી
કેદમાં નથી
કેદમાં નથી
********
દિવસો બધાં સરખાં નથી હોતા,
અમે વૃધ્ધાશ્રમમાં છીએ, કોઈ કેદમાં તો નથી !
સમય નસીબની રમત રમી ગયો,
અમે માં બાપ છીએ, કોઈ દુશ્મન તો નથી !
હતું મહેનતનું સંઘર્યું કુટુંબ કાજે,
સમય પહેલા અચકાયું, અમે જ્યોતિષ તો નથી !
છે ઘણાં અમ જેવા અહીં વસતાં
ખુશ છીએ બધા વડીલો, અમે વાંઝણા તો નથી !
અપેક્ષાઓના મહેલ બધાંનાં ઢળી ગયાં
એક છત નીચે છીએ મજામાં, અમે દુઃખી તો નથી !
- અરૂણ ગોંધલી, આગ (૦૫.૦૨.૨૦૨૬)
