જિંદગી
જિંદગી
જિંદગી,
હંમેશાં મારાથી ભાગતી જ રહી,
ખોળામાં મસ્તક મૂકી,
તેમાં ફરતો હાથ આભાસી,
જાણે મારી જ હસ્તી ઉડાવે મારી હાંસી...
એક ડગ માંડુુ કાંઈક પામવા થઈ અધીર,
દેખાય ત્યાં તો ઝાંઝવાના નીર..
હંમેશા મારાથી ભાગતી જ રહી...
કાંઈક આપતી કાંઈક છીનવતી,
ક્યારેક રડાવતી ક્યારેક હસાવતી,
ક્યારેક રીઝવતી તો ક્યારેક શીખવતી..
હંમેશાં મારાથી ભાગતી જ રહી....
સમેટી લઉં જાણેે હું તેને,
બાંધી દઈને પાળી..
ત્યાં તો ચાલી જાય એ દઈને હાથતાળી..
દિસે આમતો જાણે સાવ હાથવગી,
છતાં કદીએ ના પહોંચાય તેનાં લગી...
જિંદગી..
હંમેશા મારાથી ભાગતી જ રહી...
