મોરપીંછ કલગી કાનાની
મોરપીંછ કલગી કાનાની
1 min
13.3K
તારા શબ્દોની પીંછીએ મોરપીંછ દોર્યું...
સાચું સમજીને માથે મૂક્યું...
ગોકુળ બન્યું મારૂં મન,
આજે હવે શાનો માંગે ઈ મોરપીંછ ?
મેંતો દઈ દીધું રાધાને શ્યામ,
તું તો જાતે બનાવે ને જાતે મીટાવે...
તારા જ સોનેરી રંગ...
હવે કેમ જાઉં કદમને તરૂએ...
કેમ જાઉં યમનાને તીર...
સખીઓ મળશે તો આજ મને હસશે...
કેમ કરી ભરીશ હું નીર...
કાન તારો કોણ કરે હવે વિશ્વાસ...
