STORYMIRROR

Raksha Joshi.

Others

3  

Raksha Joshi.

Others

શબ્દ

શબ્દ

1 min
13.9K


ના ભુસાય ક્યારેય શબ્દ રસ્તો

કારણ ,

ભુંસાઈ ને પણ છોડતો

અમીટ છાપ શબ્દ રસ્તો ‌

શબ્દ મારતો, શબ્દ ઉગારતો પણ

આમજ મંઝિલ સુધી પહોંચાડતો શબ્દ રસ્તો

તલવારની ધાર શબ્દ,

ફુલની કોમળતા શબ્દ‌

સુરતનો તાપ શબ્દ,

તો

ચંદ્રની શીતળતા પણ શબ્દ

પ્રેમનો પ્રસ્તાવ શબ્દ,

તો લાગણીઓનો આવિષ્કાર પણ શબ્દ

દુશ્મનનું શસ્ત્ર શબ્દ,

તો

દોસ્તોનું સવૅસ્ત્ર શબ્દ

મનની મહોલાત શબ્દ

તો,

દિલની દોલત પણ શબ્દ

શબ્દ મારે , તો શબ્દ તારે પણ

શબ્દ મૌન રહીને પણ,

ક્યારેક ઘણું કહી જાય

શબ્દ એ વાચા મનની

શબ્દ તાકાત કલમની

ના ભુસાય ક્યારેય શબ્દ રસ્તો


Rate this content
Log in