આંસુ
આંસુ
1 min
1.4K
કહ્યામાં નથી મારા દિલની ભાવનાઓ પણ,
આંસુઓની જેમ જ વહે છે
ક્યારેક ભિતર, તો ક્યારેક બહાર
દુનિયા જાણે ઈ તો
ખારા પાણીનો પ્રવાહ
તોય વહેતો પ્રવાહ
મિત્રતા સુધી તાણીને લઇ જાય
ધુંધવાયેલો દરિયો
જેમ મોજા બની કિનારે અફળાય
કિનારાને શી ખબર
વ્હાલ કરતું આલિંગન છે
કે છે વેદનાનું વહેણ ?
કાંઠે ઉભા છે મિત્રો
ખડક બનીને
ઓગાળી દરિયાનો ધુધવાટ
ફીણ બની ફેલાવા
કહ્યામાં નથી મારા દિલની ભાવનાઓ પણ,
આંસુઓની જેમ જ વહે છે
ક્યારેક ભિતર, તો ક્યારેક બહાર
