અનાવૃત પર્યાવરણ
અનાવૃત પર્યાવરણ


આજ પર્યાવરણ જાણે,
અલગ જ અસ્તિત્વ ધરાવે છે,
આજ પર્યાવરણ...
છવાયેલાં પોલ્યુશન અને
પોપ્યુલેશનના પ્રહારથી,
છેદાઈ ને અનાવરણ બન્યું છે
માનવી પુરાયો ઘરપીંજરમાં,
અને વિહંગ વિહરતા મુક્ત ગગનમાં,
નદી સરોવર સ્વચ્છ નિર્મળ
હવા બની છે નિર્ભેળ
હશે વૃક્ષ વનસ્પતિઓનો અને
પશુ પક્ષીઓનો કેવો મૌન ચિત્કાર
કે કુદરતે કર્યો એવો કિટાણુ કેરો વાર
માનવ થઈ ગયો લાચાર
સતત ધોંધાટીયા અવાજ વચ્ચે
ચકલી કાબરનો કલરવ અને
મોર પપીહાનો કેકારવનો
ફરી થયો ગુંજતો નાદ
આજ માનવી પુરાયો ઘરપિંજરમાં
અને વિહંગ વિહરતા મુક્ત ગગનમાં