STORYMIRROR

Raksha Joshi.

Fantasy Inspirational Thriller

3  

Raksha Joshi.

Fantasy Inspirational Thriller

કઠોર હૃદયે વાત્સલ્યનું ઝરણું

કઠોર હૃદયે વાત્સલ્યનું ઝરણું

1 min
26.8K


કઠોર હ્રદયમાંથી ફૂટ્યું,

વાત્સલ્યનું ઝરણું,

મૃદુને મળ્યું, મર્દાનીનું શરણું,

વજ્રતાંમાં, સ્નેહ સંવેદનાનું ભરણું,


વસંતની ‌‌વનરાજી વચ્ચે,

હાથ કેરા ઝૂલાં પર,

સુતું એક બાળ સલામત,

જાણે સિંહની ઓથે હરણું,


અલૌકિક્તાનું પ્રગટ્યું,

સુંદર શમણું જવાનને કે,

મારું જ રુપ હું,

બાળકનાં ભાવિમાં નિહાળું,


દ્ર્શ્ય અદ્ભુત અહોભાવનું નીરખીને,

લહેરાવું લીલાંછમ પર્ણોનું,

જાણે શોધતું,

અડીખમ પત્થર સાથેનું તરણું,

કઠોર હ્રદયમાં ફૂટ્યું વહાલનું ઝરણું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy