STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Inspirational

4  

Kaushik Dave

Drama Fantasy Inspirational

અભિવ્યક્તિ ડે

અભિવ્યક્તિ ડે

1 min
243

કેટલું બધું છલકાય આજ કેટલું બધું છલકાય !

પ્રેમ કર્યો ના હોય છતાં વેલેન્ટાઇન ડે ઉજવાય !


કોઈકે લીધા છૂટાછેડા ને કોઈક ચાલીસ વર્ષે વાંઢો

વાતવાતમાં છન છન, ને સ્ટેટ્સ મૂકે ટન ટનાટન !


આજે જાણે પ્રેમ પામ્યો ! વેલેન્ટાઈન ડે ઉજવાય !

પૂછો એને કે આવો અધૂરો ઘડો કેમ છલકાય !


લખવામાં કાંઈ બાકી ના રાખે, ઘરમાં કરે ઝઘડો

સોશ્યલ મીડિયામાં રંગીન, પાછળથી પસ્તાય !


કેટલું બધું છલકાય આજ કેટલું બધું છલકાય !

પ્રેમ કર્યો ના હોય છતાં પણ વેલેન્ટાઇન ડે ઉજવાય !


પંદર દિવસ પાછળ હોય એ ડે કેમ ઉજવાય !

આપણી તો વસંતપંચમી, કુદરત પણ મલકાય,


કુદરતની અભિવ્યક્તિને, સંસ્કારથી તો શોભે

માતપિતાને વંદન ને વડીલોને નમસ્કાર શોભે..


ગુરુ પાસે જ્ઞાન લીધું, એ સંસ્કાર કેમ ભૂલાય !

ચાલો આપણે આ ડે ને જ્ઞાન સાથે જોડીએ !


ઘરમાં સેવા ચાકરી, હળીમળીને કુટુંબ ભાવથી રહીએ,


કેટલું બધું છલકાય આજ કેટલું બધું છલકાય !

પ્રેમ કર્યો ના હોય છતાં વેલેન્ટાઇન ડે ઉજવાય !


Rate this content
Log in

Similar gujarati poem from Drama