વીજ ઈજનેર- અજવાળાની ભાષા.. કવિશ્રી ‘આકાશદીપ’.-૧૨ વર્ષની સાહિત્ય યાત્રા.
સુવિખ્યાત માનવંતાં લેખિકા સુશ્રી
નીલમદોશીએ કેવા સરસ શબ્દ પુષ્પોથી નવાજેલ છે
કવિશ્રીને તેમના “મઢેલાં મોતી” કાવ્ય સંગ્રહમાં…
“ રમેશ પટેલ(આકાશદીપ) વતનથી દૂર રહીને માતૃભાષામાં લખતા કવિ છે. તેમને પ્રત્યક્ષ કદી મળી... Read more
વીજ ઈજનેર- અજવાળાની ભાષા.. કવિશ્રી ‘આકાશદીપ’.-૧૨ વર્ષની સાહિત્ય યાત્રા.
સુવિખ્યાત માનવંતાં લેખિકા સુશ્રી
નીલમદોશીએ કેવા સરસ શબ્દ પુષ્પોથી નવાજેલ છે
કવિશ્રીને તેમના “મઢેલાં મોતી” કાવ્ય સંગ્રહમાં…
“ રમેશ પટેલ(આકાશદીપ) વતનથી દૂર રહીને માતૃભાષામાં લખતા કવિ છે. તેમને પ્રત્યક્ષ કદી મળી નથી અને છતાં અપરિચિત છે, એમ પણ કહી શકતી નથી. તેમના શબ્દોથી પરિચિત છું જ અને એ શબ્દો તેમની ઓળખાણ સુપેરે આપી રહી છે, અને એ ઓળખાણે તેમના માટે એક આદર જન્માવ્યો છે.”
કેલિફોર્સ્થિનિઆ સ્થિત કવિ શ્રી રમેશ પટેલ(આકાશદીપ) ,‘આકાશદીપ’ બ્લોગ દ્વારા માતૃભાષાના એક સર્જક તરીકે , બ્લોગ જગતમાં ૨૦૦૯ થી ખૂબ જ ચહિતા ડાયસ્પોરા સર્જક છે.
નવેમ્બર ૨૯ , ૨૦૨૧, ‘આકાશદીપ’ બ્લોગ ૧૨ વર્ષની યાત્રા પૂરી કરી ૧૩મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. ૩, ૦૭, ૬૨૭ વાચક મિત્રોએ ,આંગણે મુલાકાત લઈ બ્લોગ પોષ્ટને હરખે ભાવથી વધાવી છે. ૧૩૪૩ પોષ્ટ એટલે વૈવિધ્યથી સભર , મા ભોમની સંસ્કૃતિ, ને વિચાર પ્રધાન રચનાઓનો રસથાળ. વૈશ્વિક પટલે માતૃભાષાની મહેકને ઝીલી હેલી કરી દીધી, માનવંતા ભાવકોએ ,પ્રતિભાવોના ૭૦૮૫ સંદેશાથી… ચાલો આપણે પણ એમને ધન્યવાદ આપીએ.
મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશીની એક વાતની સૌને પ્રતિતી થાય- કાવ્ય કે કોઈ પણ કલા મનુષ્ય જીવનથી અલિપ્ત રહીને સંભવી શકતી નથી. વિચાર પ્રધાન કે નવા મિજાજમાં, સામાજિક કે સાંસ્કૃતિક ઘડતરે , સર્જક એ જીવંત સંસ્થા બની જાય ને શબ્દરુપે પોતાને એ શોધે. શૈલી , ભાષાભંગી , લોકબાની કે શિષ્ટ સાક્ષરતાએ વહેલું સાહિત્ય એ સર્જકની લીલાભૂમિ.
ખેડા જિલ્લાના નડીયાદની નજીક આવેલું મહિસા ગામ તેમનું વતન છે. ગામડામાં જન્મી,ઉછરી,અભ્યાસ કરી, વિદ્યાનગરથી સ્નાતક ઈલેક્ટ્રીકલ ઈજનેર (૧૯૭૧) થયેલ છે.
રમેશભાઈની લાંબી વ્યવસાયી કારકિર્દીમાં,તેઓ ગુજરાતનાં ગામડાં ખુંદી વળ્યા છે. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના નિર્માણમાં , તેઓનું આગવું પ્રદાન છે. ગુજરાત રાજ્યને વીજ પૂરઠવા માટે પગભર કરવામાં , તેમની ઈજનેરી સેવા નોંધનીય રહી છે. આમ મૂળથી જ તેઓ ધરતીના છોરું હોઈ , પ્રકૃતીના વૈભવ અને ગ્રામ્ય સંસ્કૃતિ સાથે એમને પ્રિતિ થઈ ગયેલી અનુભવાય છે.
ગાંધીનગરમાં , મેઘાવી સાહિત્યકારશ્રી દોલતભાઈ ભટ્ટે , તેમના કાવ્ય સંગ્રહ ‘ સ્પંદન’ને ૨૦૦૪ માં ૧ મે ગુજરાત રાજ્યના સ્થાપના દિને,લોકાર્પણ કરતાં કહેલું કે “ તમારામાં પડેલા કવિતત્વે કલમ ઉપાડી છે , તો લખતા રહેજો.”
ગુજરાતી સાહિત્યને ઉપખંડે ગરવું સ્થાન અપાવનાર, શિખરસ્થ સાહિત્યકારને ભારતીય જ્ઞાનપીઠના સર્વોચ્ચ સન્માને સન્માનિત શ્રી રઘુવીરભાઈ ચૌધરીને (૨૦૧૬)માં ,
બે એરિયા કેલિફોર્નિઆની સંસ્થા’પરબ’ દ્વારા સન્માનવા , સમારોહનું આયોજન થયેલ. આયોજિત આ સન્માન સમારંભમાં, ‘પરબ’ સંસ્થા દ્વારા પ્રકાશિત , ‘આકાશદીપ’ ના ‘મઢેલાં મોતી’ કાવ્ય સંગ્રહને રુબરમાં શ્રી રઘુવીરભાઈ ચૌધરીને અર્પણ થયેલ..
આ પ્રસંગે,
ડો. પ્રતાપભાઈ પંડ્યા(પરબ-ના પ્રણેતા)ના
અભિવાદનના આ શબ્દો કવિની કેવી ચાહક પ્રતિભાને ઉજાગર કરે છે.
હરખે હાલી હું સરોવર પાળ
આભલે રંગો રમાડે રવિરાજ
ગગનનો ખોળો ભરે રે કલશોર
આજ મારે જાવું પંખીડાંના મેળે રે લોલ
પ્રકૃતિનું આવું સુંદર વર્ણન , જે કુદરતના ખોળે મનભરી મહાલ્યું હોય , એ જ કૃતિમાં ઊભારી શકે. ‘આકાશદીપ’ એટલે અજવાળાની ભાષા.શ્રી રઘુવીરભાઈ ચોધરીએ કવિ માટે નોંધ્યું છે તેમ, ‘વતન, ગૃહ જીવન, ગુજરાત, ભારત અને તેની સભ્યતા - સંસ્કૃતિ માટે સમાદર છે- એ એમની મુખ્ય મુડી છે. એમની કેટલીક ગેય રચનાઓ લોકગીતની સ્ફૂર્તિ ધરાવે છે.’
તાજેતરમાં જ ‘ ગ્રીડ્સ’ ગુજરાતી ડાયસ્પોરા ગ્રંથ શ્રેણીમાં તેમના બે કાવ્ય સંગ્રહો ‘ મનોભૂમિને મેળે ‘ અને ‘ ઉરે ખીલ્યું ઉપવન’ પ્રકાશિત થયા છે.
પ્રો. કિશોરસિંહે તેમના ‘ ઉપાસના’ કાવ્ય સંગ્રહ માટે વતન મહિસાના આંગણે પાઠવેલા શબ્દો એ એમની સાચેજ ઓજસ પ્રતિભા છે.
‘ રમેશભાઈનું જીવન મહેક્યું ઈજનેરી કૌશલ્યથી, હૃદયની ભાવના વહી સાહિત્ય પ્રેમથી, તમારી રચનાઓ જાણે અખૂટ પ્રેરણાનાં ઝરણાં, સંસ્કારનું વલોણું.
ચાલો , કવિ રમેશ પટેલ(આકાશદીપ)ને , સાહિત્યકાર શ્રી દોલતભાઈ ભટ્ટના શબ્દોથી શબ્દ પુષ્પે વધાવી વિરમીએ...કે શબ્દપુષોથી મહેકાવતા રહેજો.
‘ ગુજરાતી સાહિત્ય ગગનમાં ઉગેલા તારક સમાન કવિએ ,ચાહકોમાં પોતાનું સ્થાન પ્રાપ્ત , સફળ કવિ તરીકે કરી લીધું છે.’..
પ્રકૃતિ, સંસ્કૃતિ ને સ્વગતનો સંવાદ એટલે અભિવ્યક્તિ ને ‘ આકાશદીપે’ માણેલી આ -૧૨
વર્ષની અંતર સમૃધ્ધિની મંગલ યાત્રાને ખૂબ ખૂબ શુભેચ્છા.
આ વર્ષે, ભારતની આઝાદીની અમૃત જયંતિ નિમિત્તે , ભાગ લેતાં, માતૃભાષા ને હિન્દી સંકલનમાં , પણ તેમની રચનાઓ પ્રકાશિત થઈને પુરુષ્કૃત પણ થઈ છે. વતન સાથે મધુર સંભારણાં , ઓન લાઈન કવિ સંમેલનોમાં પણ આપણે માણ્યાંછે… વધાવ્યા છે.
ખૂબ ખૂબ અભિનંદન- શુભેચ્છા.
…
ડો. ગુલાબચંદ પટેલ
અધ્યક્ષ - ગાંધીનગર સેવા સાહિત્ય મંચ(રજીસ્ટર્ડ સંસ્થા) Read less