Ramesh Patel

Comedy

4  

Ramesh Patel

Comedy

દિવાળીની લોટરી - વ્યંગ લેખ

દિવાળીની લોટરી - વ્યંગ લેખ

3 mins
53


શ્રી નરેન્દ્રભાઈ મોદીની વાત આવે એટલે બધા સમાચાર સાઈડ લાઈન થઈ જાય. એવો તેમનો મોભો થતો જાય છે. અમારા નજીકના મિત્ર સાથે ઘરે ગપસપ ચાલતી હતી. શ્રી મોદીજી ગુજરાતમાં ‘નેનો’ લઈ આવ્યા , આજે તેમના વ્યક્તિત્ત્વ આગળ સૌ ‘નેનો’ લાગે છે. મોદીજીનું નામ કાને પડતાં જ, ઘરમાંથી શ્રીમતીજી ટહુકો કરતાં પધાર્યા, "સાંભળો.. મારે તમને એક ખાનગી વાત કહેવાની છે."

મેં કહ્યું.. "કહી નાખો…સારું મૂહર્ત જ છે."

"ના હમણાં નહીં, મારે થોડું કામ છે. તમે યાદ કરાવજો પછી."

મારા મિત્ર ગયા ને શ્રીમતીજી તુરંત દોડતા બહાર આવ્યા ને કહ્યું…પેલા તમારા ખાસ મિત્ર ગયા ને ?.. હું રાહ જ જોતી હતી ક્યારે ટળે. તમારા એ મિત્ર એટલે ખાનગી શબ્દનો કશોજ અર્થ ના સમજે. પાછા ‘ઈન્ટરનેટી છાપું' સાત સાગરે વાતનો વાવટો લગાવે ને, તમને કરોડોનું નુકશાન થઈ જાય."

મેં કહ્યું, "કરોડોની વાતનું સ્વપ્ન તને આવ્યું કે શું ? અહીં તો આ કોરોના વાયરસે ને આ સરકારે લોકો પાસે ક્યાં કશું વધવા દીધું છે. ઠનઠન ગોપાલની રોજની રામાયણ કરવાની હોય છે."

શ્રીમતીજીએ કહ્યું, "પૂરી વાત તો સાંભળો. મારી બહેનપણીને બમ્પર લોટરી લાગી. તેણે મને તમારા માટે જ, તેની પોતાની, આ ખાનગી વાત મને કહી છે. તમે ભલા માણસ ને એટલે ફક્ત તમારા માટેજ એને લાગણી થઈ. મારી ખાસ બહેનપણી એટલે."

 હું વિચારમાં પડી ગયો. આ ઉછીના પૈસા લાવશેને વાપરશે તો, કરોડપતિને બદલે રોડપતિ વાળી જરૂર થઈ જશે. મને ગહન ચીંતનમાં ડૂબેલો ભાળી ચૂંટલી ખણી શ્રીમતીજીએ જગાડી કહે

"પહેલાં આ ખાનગી વાત ધ્યાનથી સાંભળો. મારી બહેનપણીને લોટરી કઈ રીતે લાગી તેની. જુઓ…ગાંધીનગરમાં રહો છો એટલે તમે, શ્રી નરેન્દ્રભાઈ મોદીની દરેક ગતિવિધિથી તો પરિચિત જ છો. દરેક દિવાળીએ નવા વર્ષે તેઓ પંચદેવ મંદિરે જઈને દર્શન કર્યા બાદજ બીજા કામ હાથમાં લેતા. હવે થયું એવું કે , મારી બહેનપણીના ઘરવાળા પણ, પંચદેવ મંદિરે બેસતા વર્ષે વહેલી સવારે ગયેલા. શ્રી મોદી સાહેબ જે ચોઘડીયું જોવડાવી દર્શન કરેલા. તેની પાછળજ એ પહોંચી ગયાને દર્શન કર્યા. જુઓ ખાનગી વાતતો હવે આવે છે. શ્રી મોદી સાહેબે મંદિરમાં સી. એમ.માંથી પી.એમ.નો સંકલ્પ કર્યોને કેવો ફળી ગયો. ખૂબ જ પાકો એમનો વહિવટ."

મેં કહ્યું, "એમાં તારી બહેનપણીને શું મળ્યું. એતો દિલ્હી પહોંચી ગયા. સંસદમાં નવ સંચાર થઈ ગયો, એ લોકો લાભ્યા."

શ્રીમતીજી કહે, હવે જરા નજીક આવો. એટલે ધીમેથી ખાનગી વાત કહું. કોઈ સાંભળી ના જાય, કોઈ આવી જાય તો ?"

હું નજીક સરક્યો. શ્રીમતીજી ગળામાંજ ગરણું મૂકી બેરે બેરે સંભળાય તેમ કહ્યું, "તેનો વર સીધોજ ટીકીટ લઈ આવ્યોને લોટરી લાગી. શ્રી નરેન્દ્રભાઈ બેસતા વર્ષે પંચદેવ મંદિરે દર્શન કરે છે. તેજ રીતે જઈ, પગે લાગેલા ને લોટરી લઈ આવ્યા. બમ્પર પ્રાઈઝ લાગી ગયું. તમેય તેમના પગલે ચાલોને બે પાંદડે થાઓ."

શ્રીમતીજી ભલે ધીરેથી બોલ્યા "હું તો વિચારમાં પડ્યો. કોઈ કમાન્ડો મારો સાળૉ હોય તોય, મોદી સાહેબ જોડે તો મેળ ના પડે. એટલી અઘરી વાત આતો કહેવાય. તારી બહેનપણીનો વર તો ગાંધીનગરમાં પીછો કરી ફાવી ગયો.

શ્રીમતીજીએ પાછો મને જાગૃત કરવા ચૂંટલી ખણી મેં કહ્યું, "લોટરી કઈંની લાગશે તને ખબર છે ?

આપણા નરેન્દ્રભાઈને નિંદર રાણી કહે તોય જંપે નહીં, કદી નવા વર્ષે લડાખ -૩૦ ડીગ્રીમાં દોડી જાય, ને નવલ વર્ષેમા ગાયત્રીનાં દર્શન. સેનાના નવજુવાનો સાથે કર્યા. મારે તો આ સ્વેટરની સેવા દશકાથી લઉં છું, તોય રીટાયર કરવાનું મન નથી થતું. બજેટના ફાંફા થાય છે. તેમના પગલે મૂહર્તનો મેળ કરવો હવે તો અઘરો નહીં અશક્ય છે.

શ્રીમતીજી તડૂક્યાં, "તમારું નામ તમારા બાપાએ આશારામ રાખ્યું છે. કઈંક તો આશા બંધાવો. સાંભળો, મારી ખાસ બહેનપણી એટલે તેણે તેની આ ખાનગી વાત કહી પછી પાછું કહ્યું, જોને શ્રી નરેન્દ્રભાઈ સી.એમ. હતા તેથી મને તો કરોડનીજ લોટરી લાગી. તારું નશીબ તો મારાથી મોટુંજ છે..નરેન્દ્રભાઈ હવે તો પી.એમ. છે. ને તેથી જો તારા વર આવતા બેસતા વર્ષે વહેલા ઊઠી. તેમના મૂહર્તે પીછો કરી લોટરી લેશે તો ચોક્કસ મને તો લાગે છે કે અમેરિકાની બમ્પર લોટરી તમને લાગશે. તારા મીસ્ટર તો ખૂબ જ ભોળા છે એટલે જ સ્તો. 

બોલો કયો તમારો સગો આટલું બધું આપણું ભલું ઈચ્છે ?"

લોટરી…. લોટરી..જપ જપતાં શ્રી મોદીજી પાછળ લોટરી લગાડવા ગયા જનારાની મહાનુભાવોની હાલત મેં સગી આંખે જોઈ છે. સપનામાં નહીં. આ વાત મનમાં મમરાવતો રટતો હું હર હર ગંગે કહેતો સ્નાન કરવા બેસી ગયો. જોઈએ હવે આવતી દિવાળીની રંગોળીના રંગો કેવા હોય છે ? લોટરી લેવા જેવા કે ? કોરોના મહામારીની તાળાબંધી.


Rate this content
Log in

Similar gujarati story from Comedy