દોઢડાહ્યાની ડહાપણ ડાયરી
દોઢડાહ્યાની ડહાપણ ડાયરી
વય વધે ને અનુભવથી ધોળાં થાય ,ત્યારે ડહાપણ આવે. પહેલાંના જમાનામાં વડીલોની વાતો સંભળાતી ને કામેય લાગતી. હવે ડહાપણ કરવા જાય તો..ઘરમાં, મિત્રોને સમાજમાં, એ દોઢ ડાહ્યામાં ખપે. સંતાનોને શ્રીમતી બધાય ટકોરો કરે, આ નવા જમાને તમારી વાતો કામ ના આવે..ગાડાંની મુસાફરી ગઈ…પ્લેનમાં ફટાક દઈને ઝડપે પહોંચવાનું હોય. છતાંય..વાંદરા ગુલાટ મારવાનું ના ભૂલે, એ ન્યાયે અમે સાધુભાવે..અમે પાળીયે કે ના પાળીયે… જે ના પાળે , તો સમજીશું ભોગ એના ... એમ વિચારી ડહાપણભરી વાતો કહી સંતોષ લઈશું.
મુનિશ્રી તરૂણાસાગરને પ્રશ્ન પૂછ્યો..સુખી જીવનનું રહસ્ય શું?…
તેમણે જવાબ આપ્યો…દિવસ એવી રીતે વિતાવવો કે રાત્રે આરામથી નીંદર આવે, ને રાત એવી વિતે કે સવારે તમે કોઈને મોં બતાવતા શરમાઓ ના.જવાની એવી રીતે જીવો કે ઘડપણમાં પસ્તાવું ના પડે…કોઈ આગળ હાથ લાંબો કરી જીવવું ના પડે.
આપણે સૌ સમસ્યાઓથી ઘેરાયેલા છીએ…ગરીબની સમસ્યા એમ કે ભૂખ લાગે તો શું ખાઈશું ને અમીરની સમસ્યાએ કે પચતું કેમ નથી? ભૂખ કેમ લાગતી નથી..શું બીજું ખાઉં?
ડહાપણભરી વાતો કોની પ્રખ્યાત..તો કહે લાઓ ત્સેની(ચીન) ને બીજા આપણા ચાણક્યની.
લાઓ ત્સે..સીધી જ વાત કરતા…ખૂબ જ ગૂઢ શાસ્ત્રોનાં જ્ઞાન..ન પચે તો વસવસો ના કરતા..માત્ર નૈતિકતા પાળો ને હાથમાં આવે એ કામ કરો… અંતિમ સુખની વાતોમાં ડૂબી દુખી ના થાઓ.
ચાણક્ય કહેતા..અંગત વાતોનો ઢંઢેરો ના પીટો..નહીં તો પીટાઈ જશો. આજે ઈન્ટરનેટથી વ્યાપ એટલો વધી ગયો છે કે સાયબર ગુનેગારીને રોકવી અઘરી થતી જાય છે..હૅકના માસ્ટરો પળમાં લૂંટી જાય છે!
અમેરિકાના મહાન ફિલસૂફ વિલ ડુર્રાના એ 'ધ સ્ટોરી ઓફ સિવિલાઈઝેશન, ના અગિયાર ગ્રંથો લખ્યા છે…તેમાં તેણે લાઓત્સેની વાતો ગ્રંથ-૩ માં સમાવી છે..ને સંતાનોને વંચાવાનું કહ્યું છે. તેમણે ૭૫ વર્ષ પહેલાં લખેલું કે સુખી થવું હોય તો.. જગતે ભારત પાસેથી તમામ વાતો સમજવી પડશે ને શીખવી પડશે.
પહેલું સુખ તે જાતે નર્યા..યોગની શરૂઆત વિશ્વે કરીછે..યુનો દ્વારા પહેલું પગથિયું શરું કર્યું છે.બિજી અગત્યની વાત એટલે તાજો આહાર.આહાર ને ઉપવાસ સાથે મનની શાન્તી જ સફળતા તરફ દોરી જશે…કલા..વિજ્ઞાન ને માનવતાથકી જ 'સૌના સુખમાં આપણું સુખ'ની વાત સૌએ સ્વીકારવી પડશે…એ ભારતીય સંસ્કૃતિની દેન છે.
લાઓ ત્સે ..તાઓ એટલે જૂનો શિક્ષક કે સાચા શિક્ષક.લાઓ શબ્દ લી શબ્દ પરથી આવ્યો છે..જેનો અર્થ થાય છે..આલુબદામ…જે સૌને હિતકારી લાગે તેવી વાતો , નામના ગુણ પ્રમાણે કરી જાણતા.તેઓ કહેતા..કુદરતી રીતે જીવો, કુદરતી આહાર ખાવ,રાંધેલો ખોરાક ફક્ત ૨૦% લો ને ભૂખ લાગે ત્યારે ખાવ.આજે મેગીના ઉપયોગ સામે જે તથ્યો ઉજાગર થાય છે..એ અનેક રેડીમેઈડ ફૂડ માટે પણ વિચારવા કહેશે જ. આજે એક વાત સૌ સ્વીકારે છે કે ભારતીય ભોજન થાળી ,તંદુરસ્તી માટે બેલેન્સ ફૂડ છે..આપણી ખીચડી , શાક ને છાશ સાથે શાક મળે તો સૌને સહેલાયથી મળે એવો સંપૂર્ણ આહાર છે…રોજ ખાજો ભાઈ..ખીચડી.
હવે આધુનિક યુગમાં જ્ઞાનની બોલબાલા છે..પણ તાઓ તેના જમાનામાં કહેતા..વધુ પડતું વિચારી દુખી ના થાઓ..જ્ઞાન એ ડહાપણ નથી … તેમની આ વાત ગળે ના ઉતરે પણ વિચારીએ તો, તન સાથે મનના રોગીઓ નવા જમાને વધતા જ જાય છે..ડીપ્રેશન, ડાયાબિટીસ ને હૃદય રોગ, એ સભ્ય સમાજને ઘેરતા જાય છે…જેટલા સાદા એટલા જ સાજા ને સારા…હવે વિજ્ઞાનને એ રસ્તે વાળવા સમજવું પડશે.
વાંચજો વિચારજો અને ડાહ્યા થવા મથજો.
