Kalpesh Patel

Inspirational

5.0  

Kalpesh Patel

Inspirational

મુહૂર્ત - એક લાગણીનો સેતુ .

મુહૂર્ત - એક લાગણીનો સેતુ .

3 mins
3.6K


કાસમ, ચકલાની એક લારીએ બેઠો હતો; ત્યાં જ તેને તેના બાળપણના મીત્રો દુધો અને ગમન સાથે ભેટો થઈ ગયો. કોવિદ 2019ના લોક ડાઉનને લીધે આ લોકો ત્રણ મહિના પછી પહેલી વાર મળ્યા. ગમન છૂટક કડીયા કામનો કારીગર અને દુધો એક હોંશિયાર પ્લંબર જ્યારે કાસમ   ઑલ વન, સુથારી કામ પણ કરે, સિલાઈ અને ઇલેક્ટ્રિકનું પણ કામ કરે. જયારે તે, કંઈ ન કરે ત્યારે કમાલ કરે, અને સૌને આશા જતાવી હસાવે.

કાસમ દેખાવે અને આવડતે સૌથી સ્માર્ટ હતો. કોલેજ અને સ્કુલકાળ દરમીયાન ભલભલાને ઉલ્લુ પણ બનાવતો. ગમન અને દૂધાની સરખામાણી એ કુંવારો પણ સુખી હતો. ત્રણેયમાં એક અતૂટ મિત્રતા હતી તથા એકબીજા પ્રત્યે ભારોભાર દયાભાવ પણ એટલોજ હતો.

કાસમ તેના બંને મિત્રોને મદદ કરવા તત્પર રહેતો. ત્રણે જણા શહેરના ચકલામાં પોતપોતાના કામની શોધમાં આવ્યા હતા. ઘણા સમયે મળેલા હોઇ, અઢળક વાતો કરી. હાલમાં કોઈ કામ મળતું નહતું, એટ્લે એમ નક્કી થયું કે શહેરની બહારના વિસ્તારમાં નવા બની રહેલા સુખ સમૃદ્ધિ મોલની સાઇટ ઉપર જવું, ત્યાં થતાં નવા બાંધકામમાં કામનો મેળ પડશે અને કોઈ ને કોઈ સમૃધ્ધિનો મારગ જરૂર નીકળશે. કાસમ આ અંગે સહમત ન હતો.તેના મતે એકતો નવો વિસ્તાર અને નવા માણસો અને ઉપરાંત રોજનો દૂરનો ફેરો, એના કરતાં ઘર આંગણે જે મળે તેમાં સંતોષ માણવો. પરંતુ ગમન અને દુધો એમની વાત ઉપર અડગ હોવાથી વચલો રસ્તો કાઢતા કાસમે સૂચવ્યું કે નવું કામ કરવા માટે કોઈ શુભ મુહૂર્ત જોવું, અને ગમને સૂચવ્યું તે પ્રમાણે, ત્રણે જણાએ વસંતપંચમીએ ભેળા મળી નવી સાઈટે જવું. કાસમે પણ તેનું એક્ટિવા છોડી દૂધા અને ગમન સાથે સાઇકલ લઈ શહેરના નવા વીકસી રહેલ પરાં વિસ્તારમાં કામ શોઘવા સાથે આવશે – ભલે કલાક વધારે થાય; પણ સાથે રહેવાની મઝા મળે ને ?.કાસમ કચવાતા મને બંને મિત્રોને વારાફરતી ભેટી “ખુદા-હાફિઝ” કહી છૂટો પડ્યો.

વસંતપંચમીના આગલા દિવસે, ગમન અને દુધો, સવારના દસ વાગે, ચકલાની ચાની લારી પર આવી ગયા. પણ સાડા દસ થવા આવ્યા છતાય કાસમનો કશો પતો હતો નહીં. કાસમની ઓરડીએ સાઇકલ લઈ બંને ગયા અને તપાસ કરી તો ખબર પડી કે, મિયાં તો વહેલી સવારેજ તેનું એક્ટિવા લઈ ઓરડીએથી બાહર જતા રહ્યા હતા.

“કાસમ આપણી સાથે કોઈ કારીગીરી કરતો લાગે છે, માળો હારો ફરી વાર આપણને ઉલ્લુ બનાવી ગયો. ગમને દૂધાને ઉદ્દેશી કહ્યું,”આ ભાંજગડમાં બપોરના બાર વાગી ગયા અને બન્ને ખિન્ન હૃદયે કાલે બિરાદરની ખબર લઈશું, તેમ બબડતા બબડતા આખરે સાઇકલ લઈ વીલે મોંઢે ઘર ભેગા થયા.

બીજે દિવસે વસંતપંચમીની સવારે ચકલે ચાની લારીએ ગમન અને દુધો ગયા ત્યારે લારીએ પડેલા છાપાના સમાચાર વાંચતાં ખબર પડી કે, નવું બંધાઈ રહેલ સુખ-સમૃદ્ધિ મોલના નવેય માળ ગઇ કાલે બપોરે ધરાશાયી થઈ ગયેલા હતા,અને બધા કારીગર-મજૂરો તેમાં દબાઈ ગયેલા હતા. સરકાર દ્વારા સમયસરની બચાવ કુમક પહોચતી કરાયેલી હોવા છતાં એક પણ મજૂર કે કારીગર બચ્યો ન હતો. બધાજ મૃતકોના નામનું લીસ્ટ પણ છપાયું હતું. એમાં કાસમનું નામ પણ હતું.

ગમન અને દુધો નાના ભાઈથી અધિક એવો સાથીદાર ગુમાવવાથી પારાવાર દુ:ખી થયા, અને તેનો પાર્થિવ દેહ મેળવી તેની અંતિમ ક્રિયામાં જોડાયા.અવિરત ચાલતા સમય ચક્રની ઘટમાળમાં બંને પોતપોતાના કુટુંબના નિર્વાહ માટે કામ શોધવા રઝળપાટ કરતાં, અને ધીમે ધીમે બજાર રાબેતા મુજબ થતું જતું હતું અને કામ મળતા હવે તેઓને રાહત હતી.

આજે કાસમની પહેલી માસિક પૂણ્ય તિથી હતી, રાબેતા મુજબ સવારે ચકલે ચાની લારીએ ગમન અને દુધો કામકાજની તલાશ માટે ગયા. ત્યારે ચાની લારી વાળાએ જણાવ્યુ કે બજારમાં આવેલી વિકાસ બેન્ક વારા તેઓની પૂછ પરછ કરતાં હતા અને, આવે તો બેન્ક ઉપર મળવા આવવું તેમ કીધેલું હતું. આથી ગમન અને દુધો ચાની લારીથી સીધા વિકાસ બેન્ક ઉપર ગયા.

મેનેજરને મળી ગમન અને દુધો જ્યારે બૈંકના પગથિયાં ઉતરતા હતા ત્યારે, તેઓને સમૃદ્ધિના પગથિયાં નશીબ થઈ ચૂક્યા હતા. કાસમ તેના બંને મિત્રોને નામે તેના વીમાની રકમ નોમિનેટ કરી ગયેલો હતો જે તે બંનેને મળવાની હતી તેના માટે તેઓએ બેન્કમાં ખાતા ખોલાવવાના હતા. ઉપરાંત અકસ્માત વળતરની માતબર સરકારી સહાયપણ કાસમના ખાતે જમા થયેલી હતી તે પણ મળવાની હતી. બંને ભારે હૃદયે વિચારતા હતા માળા હાળા કાસમે તો ભારે કરી, મિત્એર હાથતાળી આપી, પણ આ વેળાએ તેણે બંનેને મુહૂર્ત કરાવી, વસંત લહેરાવી દિલમાં અમર થઈ ગયો !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational