STORYMIRROR

Kalpesh Patel

Abstract Drama Inspirational

4  

Kalpesh Patel

Abstract Drama Inspirational

કડી

કડી

3 mins
1






કડી

મહુઆ ગામના ચૌટે એક નાનું, સફેદ રંગનું જૂનું ચર્ચ ઊભું હતું. તેના ઊંચા મીનારા પર લટકતો પિત્તળનો મોટો બેલ દર રવિવારે આખા ગામને પ્રાર્થનાના સમયની યાદ અપાવતો. જ્યારે બેલ વાગતો, તેની ધ્વનિ મહુઆની ગલીઓમાં ગુંજી ઉઠતી અને ભક્તોને રવિવારની પ્રાર્થના માટે ચર્ચ તરફ ખેંચી લાવતી.

સીમા મહુઆ ગામના માળીની દીકરી—ફૂલોની સુગંધમાં ઉછરેલી.
અને સોહમ ગામના લુહારનો દીકરો—આગ અને હથોડીની વચ્ચે ઘડાયેલો.
બાળપણથી બંને ચર્ચ સાથે જોડાયેલા હતા.

ચાચીંની રવિવારની પ્રાર્થનામાં સોહમ મીનારા પર લટકતા બેલની લાંબી  જં જાળ (સાંકળ) ખેંચીને તેને વગાડતો, અને ચર્ચના હોલમાં સીમા પિયાનોના મધુર સ્વર વહાવતી.
બેલ અને પિયાનો—બંનેના સ્વરનો લય મળીને, ચર્ચમાં સૌને પ્રાર્થનાના સમયે ભાવવિભોર બનાવી દેતો.

સમય સાથે સીમા અને સોહમની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ.
એક ફૂલોની સૌમ્ય સુગંધમાં ઉછરેલી, અને બીજો આગ અને હથોડાની વચ્ચે ઘડાયેલો. અક્ક્ડતા અને સૌમ્ય, પરંતુ રવિવારની પ્રાર્થના અને પાદરીના આશિષ વચ્ચે તેમની જોડી જાણે ચર્ચના વાતાવરણને વધુ રસમય બનાવી દેતી.

પણ 

એક દિવસ સોહમને પાદરીની દીકરી સાથે વાત કરતા જોઈ, સીમાના મનમાં એક નાની ગેરસમજ ઊભી થઈ ગઈ.
અડધી વાત, થોડો અહંકાર અને થોડું સોહમનું અકડું વલણ.

અને બંને એકબીજાથી દૂર થઈ ગયા.
ત્યાર પછી પણ ચર્ચ તો એ જ હતું .
રવિવારની પ્રાર્થના પણ એ જ રહી.
પણ હવે બેલનો અવાજ અને પિયાનોનો સ્વરનો લય ક્યારેય સાથે મળતો નહોતો.
સમય પસાર થતો ગયો.

એક વરસાદી રાત્રે ભારે પવન ફૂંકાયો.
સવારમાં પાદરીએ જોયું કે ચર્ચના બેલ સાથે બંધાયેલી જૂની લોખંડની જંજાળ તૂટી નીચે પડી ગઈ હતી.
રવિવારની પ્રાર્થના સમયે પણ લટકતો બેલ શાંત હતો.

પાદરીએ  સોહમ ને કહ્યું,
“આ બેલની જંજાળ તૂટી ગઈ છે. આવતા રવિવાર પહેલાં તેને ફરી મજબૂત કરવી પડશે દીકરા .”

સોહમ મીનારા પર ચઢ્યો.
તૂટેલી સાંકળ હાથમાં લીધી.
જૂની, જંગ લાગેલી… પણ જો કડી સાચી રીતે જોડાય તો, તે ફરી મજબૂત બની શકે એવી હતી .

તે જ સમયે ચર્ચમાં કોઈ પિયાનો વગાડી રહ્યું હતું.

સોહમે નીચે જોયું—

સીમા હતી.

મહિના ઓ પછી બંને ની નજર એક થઈ.

સોહમ હથોડીથી સાંકળની કડીઓ જોડતો હતો.

તેના દરેક ઘા સાથે તેના મનમાં એક વિચાર ઉઠતો.

શું સંબંધોની કડીઓ પણ આવી રીતે ફરી જોડાઈ શકે?

સીમા હજુ પણ ધીમે ધીમે પિયાનોની કી દબાવતી  વગાડી રહી હતી.સ્વર થોડા સંકોચાયેલા… પણ કર્ણપ્રિય.

આખરે સીમાએ ઉપર જોઈને પૂછ્યું—
“આ જંજાળ ફરી મજબૂત થઈ જશે?”
સોહમે મૌન રાખીને માથું હલાવ્યું.

“હા… જો કડી યોગ્ય સમયે ફરી જોડાય તો.”

બંને વચ્ચે ફરી થોડું મૌન છવાઈ ગયું.

સીમાએ અનુભવ્યું.

કદાચ તેમની વચ્ચેની કડી, કદી તૂટી જ નહોતી.
માત્ર ગેરસમજ હતી.

સીમાને વિચરતી જોઈ સોહમ થોડી ક્ષણ માટે થંભી ગયો.વર્ષો સુધી જે વાત બંનેના દિલમાં હતી, તે આજે શબ્દો વગર જ બહાર આવી ગઈ.

થોડી જ વારમાં સોહમના હથોડીના ઘા સાથે જંજાળ ફરી મજબૂત બની ગઈ.

રવિવાર આવ્યો.

ચર્ચમાં પ્રાર્થના શરૂ થવાની હતી.
સોહમે મીનારાનો શાંત બેલ ફરી વગાડ્યો—
ટનન… ટનન…
અને નીચે હોલમાં સીમાના પિયાનોના મધુર સ્વર ગુંજી ઉઠ્યા.

મહિનાઓ પછી ફરી એકવાર
બેલ અને પિયાનોના સ્વર એક સાથે મળ્યા.
મહુઆ ગામના ચર્ચમાં
તે દિવસે માત્ર બેલની જંજાળ જ મજબૂત થઈ નહોતી—
સોહમ અને સીમાના દિલની કડી પણ ફરીથી જોડાઈ ગઈ હતી.
🔔🎹

ક્યારેક સંબંધોની કડીઓ તૂટતી નથી—
માત્ર ગેરસમજથી જકડાઈ જાય છે.
સાચા સમયે, સાચા ઘા સાથે, ફરી મુક્ત થઈ શકે છે.

~~~~~~~
વાંચન વિશેષ 
ચૌટે ~ચકલા માં, કે બજારમાં 

જંજાળ ~ સામાન્ય અર્થ સાંકળ (chain) અથવા એકબીજાથી જોડાયેલી લોખંડની કડીઓ એવો થાય છે.

1️⃣ ભૌતિક અર્થ
લોખંડની અનેક કડીઓ જોડાઈને બનેલી સાંકળ.

ઉદાહરણ:
ઘંટ લટકાવવા માટેની જંજાળ
દરવાજા બંધ કરવા માટેની જંજાળ

2️⃣ રૂપક (સાહિત્યિક) અર્થ
સાહિત્યમાં જંજાળ નો અર્થ ઘણીવાર બંધન, સંબંધની કડી, અથવા લાગણીઓનું જોડાણ પણ થાય છે.

ઉદાહરણ:
જાણીતી કહેવત....
"ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું હરી  ગોપાલ "

સંબંધોની જંજાળ
ગેરસમજની જંજાળમાં ફસાઈ જવું
પ્રસ્તુત વાર્તાના સંદર્ભમાં
વાર્તામાં બેલની જંજાળ બે અર્થ આપે છે:
ખરેખર ઘંટ સાથે બંધાયેલી લોખંડની સાંકળ,
અને 
સીમા અને સોહમના સંબંધની કડી.

જ્યારે જંજાળ તૂટે છે → સંબંધ તૂટે છે
જ્યારે જંજાળ ફરી જોડાય છે → સંબંધ ફરી મજબૂત બને છે.

📖 પ્રસ્તુત વાર્તામાં “જંજાળ” તેનું એક  પ્રતીક (symbol)  છે.



Rate this content
Log in

Similar gujarati story from Abstract