STORYMIRROR

Kalpesh Patel

Drama Romance Tragedy

4  

Kalpesh Patel

Drama Romance Tragedy

વૈશાખી વાયરો.

વૈશાખી વાયરો.

3 mins
1

✍️ વાર્તા પરિચય..

કચ્છના રણમાં ફૂંકાતા વૈશાખી વાયરા માત્ર ધૂળ જ ઉડાડતા નથી…
એ માણસના હૃદયમાં દટાયેલી યાદોને પણ જગાડી દે છે.
આ વાર્તા કોઈ કલ્પના નથી,
પણ એ લાગણીઓનું પ્રતિબિંબ છે —
જે દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક શાંતિથી જીવતી હોય છે.
સમય બદલાય છે…
પરિસ્થિતિઓ બદલાય છે…
પણ કેટલીક લાગણીઓ એવી હોય છે,
જેને સમય પણ સ્પર્શી શકતો નથી.
“વૈશાખી વાયરો”
એવો જ એક પ્રેમનો અહેવાલ છે —
જેમાં શબ્દો ઓછા છે,
પણ મૌનમાં બધું કહી દેવામાં આવ્યું છે.
આ વાર્તા કોઈ મોટા વચનો કે પ્રેમના પ્રદર્શન વિશે નથી…
પણ એ નિર્દોષ લાગણીઓ વિશે છે,
જે આંખોમાં જન્મે છે અને જીવનભર સાથ આપે છે.
ક્યારેક પ્રેમ પૂર્ણ થવો જરૂરી નથી…
ક્યારેક તે અધૂરો રહીને જ વધુ સાચો લાગે છે.
જો આ વાર્તા વાંચતા વાંચતા
તમને તમારી કોઈ યાદ… કોઈ વ્યક્તિ…
અથવા કોઈ અધૂરો ક્ષણ યાદ આવે —
તો સમજજો,
આ વૈશાખી વાયરો તમારું હૃદય પણ સ્પર્શી ગયો છે.

તો એક વર્ષનો વૈશાખનો મહિનો હતો...

વૈશાખી વાયરો ~.

કચ્છના રણમાં ઉનાળો માત્ર ઋતુ નથી…
એ માનવી માટે એક આગવી પરિક્ષા છે.
ભર ઉનાળે વૈશાખી વાયરો જ્યારે ફૂંકાય છે,
ત્યારે એ માત્ર ધૂળ જ નથી ઉડાડતો…
એ માણસની સહનશક્તિને પણ ખંખેરીને સુકવી નાખે છે.
વાદળ વિહોણા આકાશ નીચે અહીં સૂર્ય માત્ર તપતો નથી…
એ જાણે પૂછે છે —
“તમે કેટલા મજબૂત છો?”
અને ધરતી…
તે તો સદીઓથી  બિચારી ચૂપચાપ બધું સહન કરીને પણ
કશું બોલ્યા વિના સૌને પાળે છે.

આઝાદ ભારત… અને 1956નો ઉનાળો…

કચ્છનું એક નાનકડું ગામ — મોટી ખાવડી.ત્રણ વરસથી વરસાદ રૂઠ્યો હતો…
ચારેકોર ફૂંકાતો વૈશાખી વાયરો…
અને ભેળી ઊડતી ધૂળ.
ગરમી એટલી કે ધરતી પર પગ મૂકો તો લાગે —
યાદો પણ બળી રહી છે.
પણ એ જ ગરમીમાં એક પ્રેમ જન્મ્યો…
શાંત… અધૂરો… અને અજય-અનંત.પણ ખમીરવંત પ્રજા, દિલમાં માણસાઈ, મહેમાન ને આવકારે.

રવિ… 17 વર્ષનો છોકરો.
શાળાનો સરેરાશ વિદ્યાર્થી, પણ અંદરથી ઉગતો કવિ.ઉનાળાની રજાઓમાં તે પોતાના મામાંના ઘરે કચ્છ આવ્યો હતો.

રજા નો ઉમંગ અને મોસાળ, મામી નો પ્રેમ. રવિ ને તૉ ચારે કોર મઝા હતી.
એક બપોરે…
મોટી ખાવડીની વાવ પાસે, આંબલીની છાંયમાં —
તેની નજર પહેલી વાર પડી…
કાતરા તોડતી કાવ્યા પર.
કાવ્યા…
શિવ મંદિરના પૂજારીની દીકરી.
અલ્લડપણું હજી આંખોમાં રમતું,
પણ અંદર ક્યાંક અજીબ શાંતિ…
અને સ્મિતમાં કોઈ અનકહેલી વાર્તા.
“ગરમીથી તપી લાલ ગાલ જોઈને…”
કાવ્યાએ હળવે પૂછ્યું —
“તમે શહેરમાંથી આવ્યા છો?”
રવિએ સ્મિત આપ્યું —
“હા… પણ આ ગામ મને હવે વધુ ગમે છે.”
(એને ખબર નહોતી…
કે એને ગામ નહીં, કાવ્યા ગમી ગઈ છે.)
દિવસો વીતવા લાગ્યા…
બપોરે વાવની નીચે —
કાચી કેરી અને ઘેલી વાતો…
સાંજે તળાવ કાંઠે ચક્કર…
મંદિરની આરતીમાં છુપા આંખમીચામણાં…
અને રાત્રે…
બંને પોતપોતાના ખોરડામાં,
ચાંદને જોઈને એકબીજાને યાદ કરતા.
એવે ટાણે “I love you” કહેવાતું નહોતું…અંગ્રેજી વાયરો અહીં પૂગ્યો નહતો..
ન કોઈ કોલ… ન કોઈ વચન…
પણ એક અજાણ્યો તાર —
બંને દિલ વચ્ચે સતત રણકતો રહેતો.
એક દિવસ કાવ્યાએ ધીમે કહ્યું—
“રવિ… છપ્પનિયો દુકાળ ચાલી રહ્યો છે…
બાપુ કહે છે કે હવે દુનિયા બદલાઈ જશે…”
રવિ હસ્યો…
કાવ્યાના ગાલ પર હળવી ટપલી મારી બોલ્યો—
“રે ગાંડી… દુકાળ કે સકાળ…
અપણે તો જુગ જુગના સાથી છીએ…
અપણે નહીં બદલાઈએ.”
પણ સમય…
ક્યારેય કોઈ માટે અટકતો નથી.
જૂનનો છેલ્લો દિવસ…
રવિને શહેર પાછું જવાનું હતું.
બંને વાવની નીચે બેઠા હતા…
શબ્દો ઘણાં હતા… પણ હોઠ સુધી આવતા નહોતા.
કાવ્યાએ માત્ર એટલું જ પૂછ્યું—
“તમે પાછા તો આવશો ને…?”
રવિએ તેનો ચહેરો હથેળીમાં લઈ…
આંખોમાં આંખ પરોવી કહ્યું—
“હા… જરૂર.”
પણ એ “હા”માં…
એક અજાણ્યો ડર છુપાયેલો હતો.
વર્ષો વીતી ગયા…
દુકાળ પણ વીતી ગયો…
જીવન આગળ વધી ગયું.
રવિ હવે એક મોટો લેખક બની ગયો હતો…
પણ તેની દરેક વાર્તામાં —
એક છોકરી આવતી…
આંબલીની છાંયમાં ઊભી…
કાતરા ખાતી…
એક દિવસ…
તે પાછો આવ્યો — એ જ ગામ.
એ જ આંબલી…
એ જ છાંયો…
પણ વાવ હવે સુકાઈ ગઈ હતી.
યાદો હજી જીવંત હતી.
મંદિરના નવા પૂજારીએ કહ્યું—
“કાવ્યા…?
તેણે તો વર્ષો પહેલા…
આ વાવને ગોઝારી બનાવી દીધી…”
રવિનો શ્વાસ અટકી ગયો.
તે વાવ પાસે બેઠો…
આંખોમાંથી શબ્દ વગરના આંસુ વહેતા રહ્યા.
ધીમે બોલ્યો—
“કાવ્યા…
મને શું ખબર હતી…
કે તને મારી બનાવતા પહેલા
દુનિયા મારી બનાવવાની હોડમાં, મારે 
આવી કિંમત ચૂકવવી પડશે…
તારે થોડી વધુ રાહ જોવી હતી…કાવ્યા ”

તે પોતાની ડાયરી ખોલે છે…

અને સજળ આંખે નોંધે છે—

“કેટલાક પ્રેમ ક્યારેય પૂરાં નથી થતા…
કારણ કે તેઓ અધૂરા રહીને જ પૂર્ણ લાગે છે.”
ડાયરી બંધ થાય છે…
બહાર ફરી એક વાર વૈશાખી વાયરો ફૂંકાય છે —
એજ દાઝાડતો… એજ નિર્દયી…
પણ આ વખતે…
રણમાં, એક સૂકાઈ ગયેલી વાવ પાસે
એક માણસ બેઠો છે…
વાયરો તેની ચામડીને તાંબા જેવો દાઝાડી રહ્યો છે…
પણ આંખોમાંથી વહેતા છુપા નીરથી
તેના હૃદયમાં,પસ્તાવાનું એક ઝરણું હવે સતત વહે છે.

મોટી ખાવડી એ ફંકાઈ રહેલ વૈશાખી વાયરે…
કવિ બની ચૂકેલા રવિને
આજે જીવનનો સૌથી કઠોર પાઠ શીખવ્યો હતો.



Rate this content
Log in

Similar gujarati story from Drama