ગેરંટી
ગેરંટી
ગેરંટી…
દસ્તુરજીનો ડિટેક્ટિવ દાવ.
રાતના અગિયાર વાગ્યા…મુંબઈની
મરીન લાઇન્સ ની લાઈટ્સ દરિયાની સપાટી પર ચમકતી હતી — જાણે આ શહેર પોતે જ કોઈ રહસ્ય છુપાવી રહ્યું હોય.
પણ આજ ની રાત સામાન્ય નહોતી…
દવાલ દસ્તુરજી દારૂવાલા —
મુંબઈના સૌથી અનોખા “અર્ધ-સમજદાર, પૂર્ણ-આત્મવિશ્વાસી” જાસૂસ.
અને તેની સાથી —
ડોલી રંગવાલા, જે રંગોથી નહીં…
પણ લોકોના ચહેરાના રંગથી સત્ય વાંચતી!
“ડોલી, હું ટને, ગેરંટી થી ક્વ છું, મને આજે આ રોડ ની લાઈટો નો મેસેજ બહુ ફિલ્મી લાગે છે…”
દસ્તુરજી પોતાની ટોપી સરખી કરતા બોલ્યા.
“ફિલ્મી નહીં, દવાલ… ખતરનાક છે!”
ડોલીએ આંખ તીક્ષ્ણ કરી બોલી.
ચાલ બાવા, તારી ફટફટી નીકાલ,આમેય કોઈ કામ નથી
"મરીન લાઇન્સ ની લાઈટ્સ સવારે બંધ થાય એ પહેલાં કંઈક સત્ય શોધીએ "
દસ્તુરજી જાસૂસ નો જીવ, તેને પહેલેથી જ શંકા આવી.
“આ લાઈટ્સમાં કંઈક મોટી ગડબડ છે!”
“એ ગડબડ સરખી ન કરવી એ મ્યુનિસિપાલિટીનું જૂનું કામ હોય છે બાવા, તું રાડ ના પાડ !”
ડોલી હસીને બોલી.
“ના ના… ડોલી, હજુ
મુંબઈની મ્યુનિસિપાલિટી આટલી સ્માર્ટ નથી!”
દસ્તુરજીનો ક્લાસિક જવાબ.
તેઓ બન્ને રોડ સાઇડે ફટફાટી રોકી,દરિયાકાંઠે ઉભા રહ્યા…
ડોલીએ દસ્તુરજીનું ધ્યાન દોર્યું.
“દવાલ, આ પાંચમી લાઈટ. કોઈ.. ચોક્કસ ક્રમમાં બ્લિંક કરે છે!”
દસ્તુરજી આંખ મીંચીને જોયું…
“અરે! આ તો મોર્સ કોડ છે!
મારા પપ્પા વર્લ્ડ વોર વખતે તાર ઓફિસે સાંભળતા હતા!”
Blink… Blink… Pause…
અચાનક દસ્તુરજી ચીસ પાડી —
“અરે! ‘માલ તૈયાર – આજનો ભાવ એકે એક બોક્ષ ફ્રી … અને લોકેશન ‘GODOWN 302 બતાવે છે!”
“ચાલ ડોલી, મજા ની ગેરંટી મારા તરફથી …દફા 302 અજમાવશું.
"ગેરન્ટી થી આપણે હીરો બનીશું!”
દસ્તુરજી ઉત્સાહમાં બોલ્યા..
“અથવા…
"ન્યૂઝ હેડલાઇનમાં ‘Missing’!”
ડોલીનો પ્રેક્ટિકલ જવાબ આપી વાક્ય પૂરું કર્યું..
દસ્તુરજી પોતાની સાઈડકારવાળી ફટફટી મરીન લાઇન્સ ના છેડે દરિયા કિનારે આવેલ ગોડાઉન નંબર 302 તરફ દોડાવે છે…
અને બંને, તે જૂના ગોડાઉન પાસે પહોંચે છે.
દરિયા ના મોજા ના અવાજ વચ્ચે,અંદરથી રકઝક નો અવાજ આવતો હતો.
ભાવ લો છો અને મસાલો તો કડક નથી આપતાં....
કોઈ ગુપ્ત ડીલ ચાલી રહી હતી…
દસ્તુરજી દરવાજો ધક્કાથી ખોલે છે…
કિચુડ… કિચુડ… દરવાજો ખુલ્યો…
પણ, દરિયાઈ ભેજ વાલી હવાથી ભીની થયેલી ફર્શ પર, તેમનો પગ લપસે —
ઢબ્બ!.
“કોણ છે ત્યાં?!”
બધાની નજર દસ્તુરજી પર…
દસ્તુરજી ઊભા થઈને કોલર સીધો કરતા ટાઈ સરખી કરે છે.
“Relax! બધું ગણ, અમે કોર્પોરેશન થી Inspection કરવા આવ્યા છીએ!”
ડોલી એ પોજીશશન લીધી અને તરત જ સિટ્યુએશન સંભાળી …
તે ધ્યાનથી હોંડાઉન. ના ટેબલ પર બેસેલા લોકો નસ ચહેરા વાંચે છે.
બધા માં એક માણસનો રંગ ફિક્કો પડી ગયો…
“દવાલ… એ જ માલિક છે!”
થોડી જ વારમાં…
પોલીસ આવી પહોંચી!
(હા, ડોલીએ પહેલેથી જ ફોન કરી દીધો હતો )
મુખ્ય આરોપી પકડાઈ ગયો…
અને મહિના ઓ થી ઘૂંટાઈ રહેલ ચરસના ગોડાઉનનું રહસ્ય ખુલ્લું પડી ગયું.
સવાર પડી…
મરીન લાઇન્સ હવે શાંત હતું.
દસ્તુરજી ચા પીતા, અખબારની હેડલાઈન વાંચતા બોલ્યા —
“ડોલી, તું બહુ ગ્રેટ છે!”
ડોલી સ્મિત સાથે..
“હા… પણ આગળથી દરવાજો ખોલતા પહેલાં ફર્શ જોઈ લેજે બાવા!”
અંત… કે શરૂઆત?
શહેરની લાઈટ્સ હવે અવિરત ચમકે છે…
કોઈ બ્લિંક નહીં… કોઈ કાળો ધોળો ધંધો નહીં…
પણ…
હવે દસ્તુરજી રોજ રાતે ડોલીને લઈને
તેની સાઈડકારવાળી ફટફટી પર
મરીન લાઇન્સ પર ચક્કર મારે છે…
✨ એક નવી ટીમ બની ગઈ —
દસ્તુરજી & ડોલી
100 ટકા કેસ સોલ્વ ની
ગેરંટી....સાથે
