વક્ત
વક્ત
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
રાજુને ધક્કા મારી હવેલીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. પિતાએ રાજુને હવેલીમાં શેઠના ડ્રાઈવર તરીકે રખાવી દીધો હતો. રાજુ કૉલેજ ગ્રેજ્યુએટ હતો. પણ નોકરીની વ્યવસ્થા થતી ના હતી. કારણકે નોકરી માટે ઓળખાણ જોઈએ અને ગરીબ રાજુ પાસે લાયકાત સિવાય બીજું કાંઈ ના હતું. શેઠની આદત હતી બધાં નોકરોને હડધૂત કરતા. રાજુથી કાર સાફ કરવામાં વાર થઇ અને શેઠે પૂછ્યું તો જવાબ આપ્યો કે એની મા ને દવાખાને લઇ ગયો હતો. અને બસ શેઠ ઊખળી પડ્યા. અને એની મા ને જેમ તેમ બોલવા લાગ્યા કે તારી મા મરી જાય તો સારું. રાજુથી સહન ના થયું એણે કહ્યું શેઠજી મહેરબાની કરી મા માટે અપશબ્દ ના બોલશો. અને શેઠ એકદમ ગુસ્સામાં આવી ગયા. અને રાજુને ધક્કા મારી હવેલીથી બહાર ફેંકી દીધો.
રાજુ ફરી નોકરીની તલાશ કરવા લાગ્યો. અને નસીબ જોગે એને એક ખૂબ સરસ કંપનીમાં નોકરી મળી ગઈ. જે ગવર્મેન્ટની જોબ હતી. આવકવેરા ડિપાર્ટમેન્ટમાં. રાજુની લગન અને કામ કરવાની શક્તિ થકી જોતજોતામાં રાજુને ખૂબ મોટી પોઝિશન મળી ગઈ.
એકવાર શેઠજીને ત્યાં દરોડો પડ્યો. રાજુને આ કામ સોંપવામાં આવ્યું. રાજુ શે
ઠની હવેલીમાં પહોંચી ગયો. શેઠ ઘણા કાળા ધંધા કરતા હતા. રાજુને શેઠની વિરુદ્ધ ઘણા પુરાવા મળી આવ્યા. શેઠ રાજુને જોઈને ખુશ થયા કે રાજુ જરૂર પાંચ પચીસ રૂપિયા લઈને વાત ટાળી દેશે. રાજુને એક રૂમમાં લઈ ગયા અને રાજુને કહ્યું," તારે જોઈએ એટલા પૈસા લઇ લે પણ આ વાત અહીં દાબી દે." પણ રાજુ ઈમાનદાર ! એને કહ્યું," શેઠજી તમે એવું નહીં માનતા કે હું તમે કરેલા અપમાનનો બદલો લઉં છું. હું તો મારી ફરજ બજાવું છું. સોરી પણ તમારે જેલમાં જવું પડશે. તમે દેશ સાથે ગદ્દારી કરો છો."
રાજુ હાથકડી પહેરાવી શેઠને જેલમાં લઇ ગયો.
સમય સમયનું કામ કરે છે. આજ મારો સારો છે તો કાલે મારો ખરાબ હોઈ શકે. સમયના બધા ગુલામ છે. માણસે સમયથી ડરીને રહેવું જોઈએ. પૈસાનું અભિમાન કે રૂપનું અભિમાન લાંબુ નથી ચાલતું. ઈશ્વર સામે નમ્ર બની જીવવું જોઈએ.
"વક્ત કી ઠોકરમેં હૈ ક્યાં હુકુમત ક્યાં સમાજ। '
આદમી કો ચાહિયે વકતસે ડર કર રહે, કૌન જાને કિસ ઘડી વક્તકા બદલે મિજાજ !!