STORYMIRROR

Kalpesh Patel

Drama Tragedy Inspirational

5.0  

Kalpesh Patel

Drama Tragedy Inspirational

અડપલું

અડપલું

8 mins
4.3K


શુક્રવારની સાંજ હતી નોકરીથી ઘેર જવા શેખર સ્ટેશને ટ્રેનની રાહ જોતો હતો. વેલી ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (VTA)ની ટ્રેન પાલો-અલ્ટોના સ્ટેશને આવીને ઊભી, અહીં તેનું રોકાણ ૧૫ સેકંડનું હતું એટલે સ્વાભાવિક રીતે રોજિંદી હરકતથી ટ્રેનમાં સહેલાઈથી શેખર બોર્ડ થઈ ગયો અને તેને હાશ થઈ, કારણકે સાંજના સાત પછીની ટ્રેન હવે સાડા આંઠની હતી, ત્યાં કોચના દરવાજે નજર પડી તો જોયું કે એક લેડી અહીં સ્ટેશન પાસે આવેલા ફાર્મર માર્કેટમાંથી તાજા વેજીટેબલની બેગો સાથે તેના કંપાર્ટમેંટમાં બોર્ડ થવા મથતી હતી તેના બંને હાથ શોપિંગ બેગમાં રોકાએલ હોઈ તેના ચહેરા ઉપર પરેશાની હતી,શેખરે સહજ સ્ત્રી દાક્ષિણ્ય દર્શાવતા તેના હાથમાથી વજન લઈને તેને કંપાર્ટમેંટમાં દાખલ થવા સહારો આપ્યો.

 ટ્રેને ચાલું થતાંજ રફતાર પકડી, શેખરને મિલ્પીતાસ જવાનું હતું અને તેને ચાલીસ મિનિટની ટ્રેનની સફર માણવાની હતી, લેડીની સામે નજર પડતાં તે ઇડિયન જણાયા. સમય પસાર કરવા હેતુ, ગુડ ઈવનિંગ, ધીસ VTA ઇસ ગુડ ઈનફ, લેડી હકારમાં માથું નમાવી હળવું સ્માઇલ આપ્યું, વાતનો તંતુ આગળ ધપાવતા બોલ્યો, નાઇસ ટુ મીટ યૂ, આઈ એમ શેખર, શેખર વ્યાસ,લિવિંગ એટ “ફ્રન્ટ લાઇન એસ્ટેટ” મિલ્પિતાસ, ઓરિજિનલી આઈ એમ ફ્રોમ રાજકોટ, ગુજરાત, આઈ મીન ઈન્ડિયા, જસ્ટ ગોટ ઓફર ફ્રોમ સેંટ ફોર્ડ હિયર, એન્ડ જોઇનડ એઝ “લાઇબ્રેરીયન” લાસ્ટ મંથ, ધે હેવ ગીવન મી પેકેજ ઓફ 70000$, આઈ એમ લિવિંગ એલોન, એન્ડ વિશ ટુ કોલ માઈ વાઈફ ડ્યૂરિંગ ધીસ દિવાલી. શેખરે તેનો વણ માંગેલ બુસ્ટિંગ-બાયોડેટા આપી દીધો.

શેખર હજુ પણ તે લેડીને જોતો જ રહ્યો. ગૌર અને ચમકતો વર્ણ. સપ્રમાણ એકવડો બાંધો. આંજી નાખતું વ્યક્તિત્વ. ડિઝાઇનર વ્હાઈટ જીન્સ…. અને ખાસ તો બ્લેક ટી-શર્ટમાંથી ઉભરાતા ઉત્તુંગ ઉરોજ. પોતે હતો છવ્વીસનો. અને લેડી, ત્રીસની આસપાસની તેને લાગી. સીધી જ વાત…. સામેની લેડી બ્યૂટિફૂલ, અને જે જુવે તેને પોતાના કરી દે તેવું મારકણું વ્યક્તિત્વની આસામી હતી.

ઓહ, હાઉ કો ઇંસિડન્સ, આઇ એમ જ્યોતિ પટેલ આઈ એમ અલ્સો લિવિંગ એટ ફ્રન્ટ લાઇન એસ્ટેટ મિલ્પિતાસ, માય બ્લોક નંબર ઈઝ એચ-16, શેખર મલકતા બોલ્યો ધીસ ઈજ પ્લેઝન્ટ કો ઇંસિડન્સ.

જ્યોતિએ કહ્યું ઓહ રાજકોટ ઈજ નાઇસ પ્લેસ, આઈ હેવ હર્ડ મચ ફોર ઈટ. શેખર, તું અહીં અમેરિકાની સિસ્ટમમાં નવો છે, હેરાન ના થતો, તારે કોઈ જરૂર હોય તો જરૂર મને કહેજે, આપણે બંને ભારતીય, અને તેમાં પાછા પાડોશી છીએ અને તું અહીં નવો છું માટે શરમ નહીં રાખવાની. તું કાલે સવારે બ્રેકફાસ્ટ માટે મારે ત્યાં આવી શકે છે.

જરૂર, હું આવીશ મને આવવું ગમશે, આ અજાણ્યા પરદેશમાં કોઈ જાણવાવાળું હોય તે મારા માટે સારૂ રાહેશે જ્યોતિબેન.

શેખર પરિચય કેળવવા અધીરો થઈ રહ્યો હતો. અને બરાબર નવ વાગે જ્યોતિના બ્લોક એચ-16, ઉપર પહોંચી ગયો અને ડોરબેલ વગાડયો, હાઉસ મેઈડે બ્લોકનું બારણું ઉઘાડ્યું. 

લિવિંગ રૂમમાં બેસડવા હેતુ તેને લિવિંગ રૂમનુ હીટર ચાલુ કર્યું, શેખર લિવિંગ રૂમના સોફા ઉપર ગોઠવાયો. બ્લોકમાં નજર ફેરવતો હતો. લીવીંગરૂમ આધૂનિક ફરનિચરથી ભવ્ય લાગતો હતો. દિવાલ પરની ગ્લાસ શેલ્ફ પર ટ્રોફીઓ હતી. નીચેની શેલ્ફ પર આરસની એક સરખી સાઈઝની શ્રીનાથજી,અંબાજી માતા, સરદાર પટેલની પ્રતિમાઓ હતી. એની નીચેની શેલ્ફ પર ઈલેકટ્રોનિક ડિજિટલ ફોટોફ્રેમમાં દર પંદર સેકંડે ફેમિલી ફોટા બદલાયા કરતા હતાં. સોફા પાછળની દિવાલ પર ફૂલ સાઈજમાં શ્રીકૃષ્ણ અને ગોપીઓની પુનમની રાત્રિના રાસ મંડળની પિછવાઈ હતી. કોર્નરમાં એક નાનો ફાઉનટેન હતો અને સાઈડ રેકની મ્યુજિક સિસ્ટમની બાજુમા શેલ્ફ ઉપર પર ઈંગ્લીશ બુક્સ, હતી અને સેન્ટર ટેબલ ઉપર ન્યુઝ પેપર્સ અને મેગેઝિન વ્યવસ્થીત ગોઠવેલા હતાં.

થોડીવારમા શેમ્પુ કરેલા વાળને સરખા કરતી,નેવી બ્લૂ સ્કર્ટ અને સફેદ જર્શીમાં જ્યોતિ આવી, સોરી શેખર, સવારે ઊઠતાં થોડી મોડી પડી, બ્લોક શોધતા કોઈ તકલીફ ? અરે ના બેન, એસ્ટેટ મેપથી મને અંદાજ હતો કે તમારો બ્લોક સ્વિમિંગ પૂલની પાછળ હશે, અને હું સીધો અહીં આવી પહોચ્યો.

નાસ્તાના ટેબલે વાતનો દોર વધતાં જાણવા મળ્યું કે જ્યોતિનો જન્મ ઈન્ડિયામાં હતો પણ તે અહીં અમેરીકામાં ગ્રોન-અપ થયેલી હતી. તો તમે અહીં આટલા સરસ સેટલ કેવી રીતે થયા ? મારી મમ્મી અહીં પોસ્ટ ખાતામાં નોકરી કરે છે મારા ‘ફાધર ડીસ્ટ્રીક્ટ હેલ્થકેર કમિશ્નર હતાં. હાલ જર્સીમાં મારી મોમ સાથે રિટાયર્ડ લાઈફ માણે છે. મોટાભાઈ અને ભાભી બન્ને અહીં ડલાસમાં ડૉક્ટર છે. ભત્રીજી એલ.એ. માં પેરફોર્મિંગ આર્ટ્સના લાસ્ટ સેમિસ્ટરમાં ભણે છે. હું અહીં આઈ ટી કંપનીમાં ડાયરેકટર છું. બીજું કાંઈ ?

શેખરને ગઇકાલે ટ્રેનમાં મારેલી તેની બડાશ બાલિશ લાગી. જ્યોતિની સરખામણીમાં તે ઘણો વામણો હતો. કૉફી અને નાસ્તા પછી પોતના બ્લોક ઉપર આવ્યો. હજુ તેને જ્યોતિને પૂછવું હતું કે. જ્યોતિ તું આટલી સરસ સેટલ થયેલી છે, અને સુંદર હોવા છતાં ‘કેમ સીંગલ’! પણ જ્યોતિના ચુંબકીય વ્યક્તિત્વ સામે, શેખર તે પૂછવાની હિંમત ના દાખવી શક્યો. 

શેખર અને જ્યોતિની મુલાકાતનો દોર ચાલતો રહ્યો, અમેરિકની દોડધામની ઘટમાળ વચ્ચે શુક્રવારની સાત વાગ્યાની VTA ટ્રેનની નિયમિત મુલાકાતો રહેતીજ.

  આ દરમ્યાન જ્યારે શેખર એકલો પડતો ત્યારે મનોમન, ભણેલી પણ સાધારણ દેખાવની, સીધી સાદી ‘સવિતાબા’ જેવી તેની ગોંડલ ગામની પત્નિ ઉર્મિલા અને જ્યોતિની સરખામણી કરતો રહેતો,  પત્ની અને અહીની પડોશણના કોમ્પ્લેક્ષન, કલર, ફિગર, હાઈટ, અને ઓફ કોર્સ કમાણી પણ ખરી, આ બધી સરખામણી શેખરના મગજને વિકૃત કરતી છતાં જ્યોતિની કાલ્પનિક પ્રતિમાને મનોમન માણવું તેને ગમતું હતું.

એક શનિવારે જ્યોતિના બ્લોક ઉપર ગૌરાગ વ્યાસના ગીતની સીડી લઈને ગયો, જ્યોતિબેન આ સીડી તમને ગમશે તેમાં જૂના ગુજરાતી ગીતોને આપણાં ગૌરગભાઈએ સ્વરબધ્ધ કરેલા છે તમને નવરાશમાં સાંભળવી ગમશે. જ્યોતિએ કોઈ પ્રતીભાવ ના પાઠવ્યો, શેખર દિલગીર છું મારી પાસે પ્લેયર નથી, આ સીડી મારા કામની નથી. મારે લાઇબ્રેરી જવાનું છે મારે જવું પડે તેમ છે ચાલ બાય, અને શેખરે પણ કમને પાછા વળવું પડ્યું.

 બીજે દિવસે સવારે શેખર સ્વીમિગપુલનાં બાંકડે બેઠેલો હતો ત્યાં જોયુ તો જ્યોતિ સ્વીમિગપુલમાં વીસએક વર્ષની છોકરીને સ્વિમિંગ શીખવાડી રહી હતી અને વારે વારે પૂલમાંથી તે છોકરી અને જ્યોતિ બહાર દોડાદોડી કરીને રમતા હતાં. છોકરીની કિકિયારીમાં એ પણ નાચતી કુદતી સાથ પુરાવતી હતી. અને જ્યોતિને સ્વીમિગ પુલમાં સ્વિમ કરતાં જોઈ તેના લિવિંગ રૂમની ટ્રોફીનો તાગ મળી ગયો.આજ સુધી રિજર્વ રહેલી જ્યોતિનું આ નવું રમતિયાળ સ્વરૂપ જોઈ શેખરને નવાઈ લાગી હતી.

તે આખું અઠવાડિયું જ્યોતિ મહેમાનો સાથે રોકાયલી હોય તેમ લાગ્યું, શુક્રવારે પણ ટ્રેનમાં મુલાકાત થઈ નહતી. છેક બીજા શુક્રવારે સાંજે ટ્રેનમાં મુલાકાત થઈ, શેખરે પૂછ્યું કે મહેમાન આવ્યા હતાં, હા મારા ભાઈ ભાભી અને તેની દીકરી આવ્યા હતાં. 

શેખરે વાત વાતમાં કહ્યું કે, જ્યોતિબેન જો તમે ફ્રી હો તો નેક્સ્ટ ફ્રાઇડે

આપણે સાથે ડિનર લઈએ.’અહીં પાલો-અલ્ટોમાં ડિનર પતાવીને સાડા આંઠની VTA પકડીશું.

જ્યોતિ જરા વિચાર કરવા રોકાઈ. પછી કહ્યું. “શ્યોર, આઈ’વીલ મેઈક માયસેલ્ફ ફ્રી ફોર ધેટ ઇવેંટ. થેન્કસ ફોર યોર ઇન્વિટેશન.”

 શેખરને મેઈક માયસેલ્ફ “ફ્રી ફોર ધેટ ઇવેંટ” નો પ્રતીભાવ ગમ્યો. આવતા શુક્રવારની પ્રતિક્ષા કરવા લાગ્યો. આખો શનિવાર તેને તેના મનના ઘોડા બેફામ દોડાવ્યા અને કૈક ધારણા બાંધી લીધી. આખરે  રવિવારે,તેનું માંકડું બનેલું મન તેના હાથમાં ન રહ્યું. જીન્સ અને લાલ જર્શી અને ઉપર લાઇટ વાયોલેટ રંગનું વિન્ડચીટર પહેરી, બાલ્કનીમાં ગયો અને તેની બામ્બુની રેલીગ ઉપર આંગળી ઘસી ફાંસ વગાડી …. આંગળી પકડી ...બ્લોક નંબર એચ-૧૬, જ્યોતિને ત્યાં પહોંચી ગયો.

 ‘આઈ નીડ યોર અરજંટ ફૅવર જ્યોતિ ! તારી પાસે ફોરસેપ છે ? જો તો ખરી આ ફાંસ મને હેરાન કરે છે.’ સંબોધનમાં બેનમાંથી ઈરાદા પૂર્વક જ્યોતિ કરી નાખ્યું હતું. જે તેનો આત્મીયતા સ્થાપવાનો સભાન પ્રયાસ હતો.

 ‘નો પ્રોબલેમ ! પ્લીજ વેઈટ, હમણાં કાઢી આપું.’ શિલ્પા ફોરસેપ લાવી. આંગળી ઉપરથી આલ્કોહોલ પેડથી લોહી સાફ કરી, ફાંસ કાઢવા શેખરનો હાથ પકડી ને લાકડાની ફાંસ જોવા નીચી નમી. બંને ખૂબ નજીક હતાં. જ્યોતિના ડ્રેસમાંથી માદક પરફ્યુમથી ભાન ભૂલેલા શેખરે તેનો એક હાથ જ્યોતિના ખભે મૂકી સરકાવતા જ્યોતિને કમરથી ખેંચી કિસ કરવાની કોશિશ કરી.

 …..પણ તેટલામાં તેની ફાંસવાળી આંગળીમાં જ્યોતિ દ્વારા ફોરસેપ ઘૂસી ચૂક્યો હતો, તેની કળ વળે તે પહેલા તેના ડાબા ગાલ પર જ્યોતિના એથ્લેટિ હાથની લોખંડી થપ્પડ પડી. આંગળીએ વાગેલા ચીપિયા અને ચમચમતા તમાચાથી ડાબો ગાલ લોહીયાળ થઈ ગયો હતો. એક ધક્કે તે ફ્લોર પર ફસકાઈ પડ્યો. શક્તિહીન થઈ ધ્રુજતો હતો.

 ‘સ્ટ્યૂપિડ, યુ સ્કૌંડ્રલ જર્ક…  ડુ યુ નૉ, ધેટ યુ કેન ગો ટુ જેલ ફોર એવર ફોર યોર ડીડ ?….  આઈ એમ ગોઇંગ ટુ રીપોર્ટિંગ માય સીસીટીવી ફૂટેજ ટુ એસ્ટેટ મેનેજર એન્ડ પોલીસ.’…. જ્યોતિ કોમ્પુટર પાસે જતી હતી.

 શેખર રડતાં રડતાં કરગર્યો. ‘આઈ એમ સોરી…. મને માફ કરો બેન, મારી કેરિયર ખલાસ થઈ જશે, આઈ હેવ અ બિગ રિસ્પોમ્સિબિલિટી ઇન ઈન્ડિયા,….. પાર્ડન મી પ્લીઝ. પ્લીઝ ડોન્ટ રિપોર્ટ એની બડી. આઈ એમ રિયલી સોરી….. બહેન મને એક વાર માફ કરો.’

જ્યોતિ થોડીવાર તિરસ્કારથી શેખરને જોતી રહી. એ અપ્સેટ હતી જે થયું તેને માટે તે કોઈ કોમ્પરોમાઈઝ કરવા તે હરગિજ તૈયાર નહતી, તેના વિશ્વાસને ઠેસ પહોચી હતી ...એની આંખમાં પાણી હતાં..અહીં ગુનેગાર તેની ધારણા બહાર, તેના દેશનો હતો.

 એક…બે…પાંચ મિનીટ નિઃશબ્દ પસાર થઈ. જ્યોતિએ સ્વત્થતા મેળવી ઊંડો શ્વાસ મૂંક્યો.

 તેણે બેન્ડએઇડના બોક્ષને તેની તરફ ફેંકતાં સત્તાવાહી અવાજથી કહ્યું, ‘ટેપ યોર વુંડ. એન્ડ ડોન્ટ મુવ ફ્રોમ હિયર.’

 તે ગર્જી. “તારા કુટુંબમાં તને આવા સંસ્કાર આપ્યા છે ?”

 શેખર કઈ બોલી ન શક્યો. માં-બાપના સંસ્કાર શબ્દે એને દજાડ્યો હોય તેમ લાગ્યું. એના ભાઈએ પણ તેની સાસરીમાં કોઈ સાથે આવું જ અડપલું કર્યું હતું, અને અખાય કુટુંબમાં હોબાળો થયેલો, અત્યારે ક-સમયે યાદ આપી હેરાન કરતો હતો. અને જ્યોતિએ અજાણતા જ સળગતો ડામ દઈ દીધો હતો….કુટુંબ !…સંસ્કાર !

 જ્વાળા બનેલ જ્યોતિ, બેડરૂમમાંથી કંઈક લઈ આવી પણ તેનો ડાબો હાથ તેની પીઠ પાછળ હતો …. અને જમણા હાથમાં ફ્રિઝમાંથી કોલાનું ટીન હતું તે શેખરને ને આપ્યુ . ….’ પીલે ‘ગેટ રિલેક્ષ 

 ઠંડી અને મીઠી કોલા આજે તેને કડવી અને તેજાબ જેવી જલદ લાગી, તેની પાસે કોઈ ચારો નહતો નીચું જોઈને એક ઘૂંટડે પી ગયો.

 ‘બહેન ! મને માફ કરી દો. હું ભાન ભૂલી ગયો હતો.’ 

 ‘તારી કેટલીક નફ્ફ્ટાઈ અને લોલુપ નજર મારાથી અજાણ ન્હોતી. અહીંના કલચરને ઓળખવામાં તેં થાપ ખાધી છે. મને ખબર છે કે તને મારી અંગત જિંદગીમાં પણ જરૂર કરતાં વધારે રસ છે. સાંભળ ! આજે તને કહીશ…. કંઈક શીખશે તો આજની માફી સાર્થક થશે.’ 

 ‘હું ચાળીસ વર્ષની છું. માં નહીં તો તારી મોટી બહેન જેવી તો ખરી જ.’

 ‘કૉલેજમાં હતી મારી પાસે આ જગતની બધીજ સાયબી હાથવગી હતી. પણ આ સુખમાં મને બ્રેસ્ટ કૅન્સર નીકળ્યું. ટોટલ બાયલેટરલ માસેક્ટોમીમાં બંને બ્રેસ્ટ ગુમાવ્યા. તે પછી નિરાશામાં જીવવા કરતા, આજીવન કુંવારા રહી જે મારી કમાણીમાંથી જે બચત થાય તે કેન્સર પીડિતોની મદદ માટે ખરચુ છું.

 જેના પર તારી વિકૃત નજર મંડાતી હતી તે મારા બ્રેસ્ટ નહિ પણ આ સ્પેશિયલ માસેક્ટોમી બ્રા છે.”….. લે…આ જો. રમવું હોય તો રમી લે.’ જ્યોતિએ એ અત્યારસુધી પીઠ પાછળ રાખેલ હાથથી બેડરૂમમાંથી લાવેલી એક કાળી બ્રાનો શેખરના મોં પર સીધો ઘા કર્યો.

શેખરને લાગ્યું કે એના પર જ્યોતિએ જાણે બે ફેણ વાળા જીવતા કાળા નાગનો ગાળિયો ફેકયો. તે સમસમી ગયો. સવારની ઠંડકમાં પણ પરસેવાથી રેબજેબ થઈ ગયો. 

 ‘હું નેશનલ લેવલની સ્વિમર હતી, મે ઘણા મેડલ્સ જીતેલા અને ઓલેંપીકમાં ભાગ લેવાનું મારૂ સ્વપ્ન હતું પણ મારી બીમારીએ તેને રોળી નાખ્યું જ્યોતિએ આગળ ચલાવ્યું. મારી તે બદકિસ્મતીને ભૂલવા હજુ સ્વિમ કરું છું, મારૂ અંગત જીવન છે, તે મારૂ છે, તે તારા જેવા નવા દેશીની સમજની બહાર છે. હું સ્વાવલંબી છું, અને બનતી મદદ બધાને કરું છું, વાંક મારોજ હતો, તારા જેવા આવેલાને હું, સહાય કરવા બેઠી હતી.’ 

‘ઈન્ડિયાના ગણ્યા ગઠયા કેટલાક તારા જેવા ભૂંડ અમેરિકામાં મનગમતી ગંદકી શોધવમાં અને, વાસના સંતોષવા જ ફાંફા માર્યા કરતા હોય છે…. તું પણ એમાંનો જ નીકળ્યો. અમે અમેરિકાની ગંદકીથી દૂર રહીને અહીંની સારપ પચાવી છે. ભ્રષ્ટ સંસ્કારમાં ઉછરેલા તારા જેવા નાલાયકો સારા ઈમિગ્રાન્ટસનું પણ નામ બગાડે છે.’

 તેં જે શુકરવારનું મને ડિનરનું ઈન્વીટેશન આપ્યું તે દિવસે બળેવ છે ! ખબર છે ખરી તને ? રક્ષાબંધનને દિવસે હું તને આ મારી જાતે બનવેલી રાખડી બાંધવાની હતી… પણ હવે તું એને લાયક રહ્યો નથી.” જ્યોતિએ શેલ્ફ ઉપર રાખેલી રાખડી વૅસ્ટ-બાસ્કેટમાં ફેંકતા કહ્યું.

“પાડોશી કે મિત્ર તરીકે તારું કલ્ચર મને અનૂકુળ આવે એવું નથી… નાઉ ડોન્ટ પીપ ઇન માય લાઈફ, અધર વાઈજ આઈ વિલ રીપોટ યૂ, ટુ અવર એસ્ટેટ મેનેજર, ધેરફોર …. સ્ટે વાઈડ ફાર ફ્રોમ મી…. એન્ડ,… ગેટ લોસ્ટ ફોર એવર…. ફ્રોમ માય સાઈટ .”

જ્યોતિની નજર શો કેસમાં રાખેલા સરદાર પટેલની રેપલિકા ઉપર હતી ત્યારે એક મહામૂલો આશરો ગુમાવ્યાના પસ્તાવા સાથે શેખરે મનોમન જ્યોતિને ચરણ વંદન કરી નત મસ્તકે, લથડાતા પગે બહાર નીકળ્યો ત્યારે તે આવેગના ખેલને કોસતો હતો, જ્યોતિ કોઈ વિચારમાં તલ્લીન હતી ... કયારે સંસ્કારની શાળા ગણાતું ભારત ખરેખર પ્રતિનિધિત્વ કરવા સક્ષમ બનશે ?


Rate this content
Log in

Similar gujarati story from Drama