હું તો થાકી ગઈ
હું તો થાકી ગઈ
હું તો થાકી ગઈ
મણિબહેન, ઉંમર પૂરી સિત્તેરની એક વધારે કે એક ઓછું વરસ નહિ . બે વાતમાં પાક્કા “મણિ વગર ઘરમાં શાક કોઈ લવે નહિ ” અને “મોબાઇલ વગર મણિ ઘર બાહર કોઈ ડગલું ભરે નહિ !”
પણ એ સવારે ગજબ થયું . પૈસા ની પોટલી લેતા, મોબાઇલ સોફાનાં ગોદડાં નીચે રહી ગયો અને મણિબહેન મેટ્રોમાં ભીડનાં ઘક્કે ચડી ગઈ. કેડે પૈસાની પોટલી, હાથ માં લીંબુની ચીરી, ચણા જોરગરમ, ખારી સીંગ અને ખાખરાનો ડબ્બો.
મેટ્રો ઉપડી અને મણિ બહેને માળાનાં મણકાને બદલે મોબાઇલ નો સ્ક્રીન સરકાવા કબ્જે હાથ મુક્યોને હૈયે ઘ્રાસ્કો પડ્યો. અને પહેલી વાર. દરવાજા પાસે ડાગમગતા પગે ઊભા રહ્યા . બાજુની છોકરી પૂછે.
“માજી, તમે ખોવાઈ ગયા લાગો છો?”
મણિબહેન: “ગાંડી હું નહિ, મારુ સ્ટેશન ખોવાઈ ગયુ છે !”
દોડતી મેટ્રો બહાર નાં સીન જોઈ મણિ બહેનને ખ્યાલ આવ્યો.
“અરે! સ્ટોપ તો પાછળ રહી ગયુ !”
-તરત આવેલા માટુંગા સ્ટોપ પટ મેટ્રો ની બહાર નીકળતા જ પ્લેટફોર્મ પર મુંબઈની દોડધામ
મણિબહેન પૂછે—
“તુરીયા, રીંગણ ક્યાં મળે?”
એક બોલે બાહર નીકળી“ડાબે જાવ.”
બીજો બોલે—“જમણે જાવ.”
ત્રીજો બોલે સીધા જાવ……“ભગવાન જાણે ક્યાં મળશે !”
મણીબહેન: “મારા મોબાઇલ વગર મુંબઈમાં તો મોંકાણ ભારે છે!”
ઉભા અને આડા અવળા થઈ માજી થાકી ગઈ. લીંબુ કાઢ્યું, ચણાજોર ગરમ કાઢી નીચોવી મીઠું નાખ્યું અને પ્લેટફોર્મનાં બાંકડે બેસી ફાકવા લાગ્યા.
મેટ્રો ગાર્ડ દોડીને આવ્યો—
“માજી અહીં ખાઈ કચરો કરવાની ની મનાઈ છે !”
મણિબહેન: “બેટા, મારી ENERGY નો આજ ઉપાય છે!”
લોકોએ આ રક જક નાં ફોટા પાડવા શરુ કર્યા.
ટ્વિટર પર LostAunty #LemonDrama ટ્રેન્ડ થવા લાગ્યો.
મેટ્રો નાં સ્ટેશન નાં ટીવી નાં સ્ક્રીન માં BREAKING NEWS: ‘મોબાઇલ વગર મણિબહેન ગુમ!’
એક રિપોર્ટરે LIVE કરી દીધું—“મુંબઈમાં વડીલ મહિલા ખોવાઈ! શહેર અશાંત!”
ચેનલો નકશો બતાવે—
🟥 અહીં મણિબહેન બેઠે લી હતી
🟦 અહીં મણિબહેન ઊભી હતી
🟩 અહીંથી મણિબહેને શીંગ ખાધી ફોતરાં ઉડાવ્યા.....
મુંબઈની ચેનલો ની TRP બની ગઈ, પણ મણિબહેનના ભાગે એકલતા હતી .
મણિ બહેન બાં દીકરાએ પોલીસ પર દબાણ વધાર્યું. આખરે વાત CM સુધી પહોંચી ગઈ. C M ઓફિસે પોલીસ ને ઓર્ડર આપ્યો —
“મણિબહેનને શોધો! નહિતર મીડિયા અમને ખાઈ જશે!”
કમિશનરે ઓપરેશન શરૂ કર્યું:
MISSION MANIBEN
પોલીસ ટીમો મેટ્રો, બસસ્ટેન્ડ, દુકાનોમાં પૂછપરછ કરે—
આંટી આવી હતી?”“હા સાહેબ, મસાલેદાર ચણા માટુંગા સ્ટેશને ખાતા હતા!”
આખરે ખબર પડી કે મણિબહેન માટુંગા પોલીસ રૂમમાં આરામથી ખાખરા ખાઈ રહી છે.
પોલીસ: “આન્ટી, તમે ખોવાઈ ગયા હતા!”મણિબહેન: “ના દીકરા , હું નહિ… મારું શાક માર્કેટ ખોવાઈ ગયું હતું!”
મીડિયાએ HEADLINE ફાડી—
“Senior Citizen Rescued; Health Condition Critical!”
પોલીસે દબાણમાં એમ્બ્યુલન્સ બોલાવી.
ડ્રાઈવર પૂછે “પેશન્ટ ક્યાં?”
પોલીસ: “અહીં… મણિબહેન.”
ડ્રાઈવર મણિબહેનને જોઇ બોલે—
“આ તો ફૂલ ફિટ છે! હોસ્પિટલ કેમ?”
પોલીસ: ચૂપ રહે અમારે “મીડિયા ને શાંત કરવાનું છે .”ડ્રાઈવર: તો “અરે વાહ, હવે આન્ટીને પાર્સલ ગણી ડીસ્પેચ કરશો ?”
ચાલો કોઈ વાત નહિ, અમે માજી ને એમ્બ્યુલન્સમાં VIP જેમ બેસાડીને એક્સપ્રેશ ડિલિવરી,ઘર સુધી રવાના કરી.
દઈશું
ઘરે ઍમ્યુલેન્સ પહોંચ્યા પછી
દીકરો દોડી આવ્યો—
“મા! કંઈ થયું?”મણિબહેન શાંતિથી બોલ્યા,“ગગા , હું તો થાકી ગઈ, ચાલ ઝાપાટે તારું સ્કૂટી કાઢ શાક વળા ઉઠી જશે,આજે તુરિયા રીંગણનાં શાક નો વારો છે …
આ ભલી તારી મુંબઈ, એ થી વધારે તો મારો મોબાઇલ વિશ્વાસપાત્ર છે!”
અને બીજા જ દિવસે ફોનને પૈસાની પોટલી ભેળો મુક્યો મુક્યો, અને આંખના ટીકા વાળું સ્ટિકર લગાવી દીધું.
---
