STORYMIRROR

Kalpesh Patel

Classics Fantasy

4  

Kalpesh Patel

Classics Fantasy

અંતિમ રાત

અંતિમ રાત

2 mins
0

અંતિમ રાત.

એક સાંજ હતી, સામાન્ય રોજિંદી .
આકાશમાં સૂર્ય ધીમે ધીમે ઓગળી રહ્યો હતો, જાણે દિવસ પોતાનો હિસાબ પૂરો કરી રહ્યો હોય.

એ જ સમયે, એક અજાણ્યો અવાજ ઉદય ની અંદર ગુંજ્યો—
“આજની રાત તારા જીવનની અંતિમ રાત છે.”
તે ચોંકી ગયો.
એ અવાજ બહારથી આવ્યો નહોતો…
એ તો પોતાની આત્માની ગહન ગુફામાંથી ઊઠેલો પ્રતિધ્વનિ હતો.
હૃદય ધડકતું હતું,
પણ ભય કરતાં વધુ એક પ્રશ્ન ઊભો થયો—
“જો સાચે જ આ અંતિમ રાત હોય, તો શું હું અધૂરો જ જઈશ?”

પ્રથમ ક્ષણો – સંબંધોની શોધ
ઉદય તેના મિત્રો પાસે ગયો.
હાસ્ય, મજાક, ચા નો કપ, અને સામાન્ય થતી વાતો…પણ આજે બધું તેને અસામાન્ય લાગતું હતું.
તે દરેકના ચહેરાને ધ્યાનથી જોઈ રહ્યો હતો. છેલ્લી વાર નીરખી સૌની યાદોને મન માં કોતરવા માગતો હોય.
તે મનમાં બોલ્યો:
“જો આ અંતિમ રાત છે, તો હું અંતિમ ક્ષણો સામાન્ય રીતે કેમ જીવું?”
તે મુક્ત હસ્યો,પણ આ વખતનું હાસ્ય અંદરથી આવ્યું હતું.

ઉદય તે રાતે પોતાની પ્રિયતમાં પાસે ગયો.
રાત ગાઢ થતી હતી.
ચાંદ સાક્ષી હતો.મારાં જીવન ની આ આખરી મુલાકાત રહેશે.
“હું તને પ્રેમ કરું છું…”
શબ્દો ના આજે કોઈ બોજ નહતો. એકરાર હતો .

પ્રિયા સ્મિત કરી બોલી :
“અંતિમ રાત હોય કે પ્રથમ પ્રભાત,
પ્રેમ સમય સીમા ની બહાર છે.”
તે ક્ષણે તેને સમજાયું,
મરણ પ્રેમને કદી સ્પર્શી શકતું નથી.
હવે પરોઢ નો સમય થવા નો હતો.
રાત હજુ તારાઓથી મઢેલી હતી, અને ઉદય હવે નીચે એકલો ઉભો હતો .
એણે જોયું...
આકાશ 'અનંત' હતું.
તેને પ્રથમ વખત પોતાની વીતી ચૂકેલ બચપનની અનુભૂતિ થઈ આવી.
પણ આજના બચપણામાં અજીબ શાંતિ હતી.

તે ધીમે બોલ્યો:
“હે સમય…
જો આ અંત છે, તો મને મારાં જીવનથી કોઈ અફસોસ વગર જવા દે.

અને જો આ શરૂઆત છે, તો  જાગૃત કરી મારાં આત્મ નો ઉદય કરી દે.”

ઉદય ની આખરી પ્રાર્થનામાં કોઈ ભય, લાલચ નહોતા.ફક્ત સમર્પણ હતું.

મધરાત પસાર થઈ.
શાંતિ ગાઢ થઈ.
અચાનક,
દૂર પૂર્વમાં ઝાંખો પ્રકાશ ફેલાયો.
સૂર્ય ઉગ્યો નહોતો…આ તો આત્મ પ્રકાશ
હતો.
તેને સમજાયું—
અંતિમ રાત મૃત્યુની જાહેરાત નહોતી,
પણ તેના અજ્ઞાનના અંતની રાત હતી.

આ રાતે ઉદયે
તેના અહંકારને મારવા દીધો.
તેના અધૂરા શબ્દોને વાચા આપી
તેના ડરને ફગાવી દીધો.
અને સવારે ઉદયમાં,
એક જાગૃત મનુષ્ય ની ભાવના ધાબકતી હતી. તે સમજી ચુક્યો હતો

"નેચર નેવર ડાય."

કારણકે...

“અંતિમ રાતનો અર્થ મૃત્યુ નથી,
અંતિમ રાત એ ક્ષણ છે,
જ્યારે કોઈ પહેલી વાર સાચે જીવવાનું શરૂ કરે ”

~~~~~~



Rate this content
Log in

Similar gujarati story from Classics