Janakbhai Shah

Inspirational Tragedy Classics

3.3  

Janakbhai Shah

Inspirational Tragedy Classics

એક રજકણ સૂરજ થવાને શમણે

એક રજકણ સૂરજ થવાને શમણે

12 mins
21.5K


તાજેતરમાં સમાચાર પત્રમાપ્રસિદ્ધ થયેલા સમાચાર પર જરા નજર નાખશો?

ગમે તેમ કરીને અમેરિકા જતા રહો, અમેરિકન સરકાર તમને સાચવી લેશે (પી.ટી.આઇ) વોશિંગ્ટન. તા. ૨૮)

અમેરિકાની સેનેટમાં ભારે બહુમતીથી ઇમિગ્રેશન બિલને પસાર કરવામાં આવ્યું છે. આ બિલથી ૧૧ મિલિયન ગેરકાયદે રહેતા લોકોને ફાયદો થવાનો જ છે જેમાં ૨.૪૦.૦૦૦ ભારતીયો પણ છે. અમેરિકન સરકાર તેમના માટે નાગરિકત્વ માટેના દરવાજા ખુલ્લાં કરી દેવાની છે.

ગેરકાયદે ભારતીયોને ઘી કેળાં અમેરિકન નાગરિકત્વ(પી.ટી.આઇ) વોશિંગ્ટન. તા. ૨૮)

અમેરિકામાં ૨.૪૦.૦૦૦ ભારતીયો સહિત ગેરકાયદેસર રીતે વસતા ૧.૧. કરોડ નાગરિકોનેઅમેરિકનનાગરિકતા આપવાનો માર્ગ સરળ બનાવતું સીમા ચિહ્નરૃપઇમિગ્રેસન સુધારણા બિલ અમેરિકન સેનેટમાં પસાર કરવામાં આવ્યું હતું.

અમેરિકા જવાની ઘેલછા, ૨૧ વર્ષની ઉંમરે પણ ૬૮નો મુરતિયો ચાલશે - ૬૮ વર્ષીય વદ્ધ સાથે લગ્ન કરવા ૫૫ કન્યાઓલાઇનમાં.

ધોરણ છ પાસથી લઇને એમ.બી.બી.એસ સુધીની કન્યાઓએ લગ્ન કરવા માટે લાઇન લગાવી દીધી. આપણા ગુજરાતી યુવક યુવતીઓની અમેરિકા જવાની ઘેલછા એટલી બધી હોય છે કે તેઓ તેના માટે કોઇ પણ પગલું લેવા માટે તૈયાર થઇ જતા હોય છે. તેમાંય જો અમેરિકાની કન્યા કે વર મળતો હોય તો યુવતીઓ કે યુવાનો તેની સાથે આંખો બંધ કરીને પરણવા તૈયાર થઇ જતા હોય છે.

જોકે, આ ઘેલછાની હદ તો ત્યારે થઇ કે અમેરિકા સ્થાયી થયેલા એક વૃદ્ધે અમદાવાદમાં આવીને લગ્ન વિષયક જાહેરાત આપતાં તેમની સાથે પરણવા માટે ૨૧ વર્ષની કોડભરીકન્યાથી લઇને ૭૧ વર્ષની વૃદ્ધાઓ મળી કુલ ૫૫ મહિલાઓએ લાઇન લગાવી છે. જેમાં ધોરણ છ પાસથી લઇને એમબીબીએસ થયેલ લગ્નોત્સુક યુવતીઓ, મહિલાઓ અને વૃદ્ધાઓનો સમાવેશ થાય છે.

અમેરિકામાં વસવાની આ દોડ શું સૂચવે છે? એવું તે ત્યાં શું છે કે અમેરિકા જવા માટેની લાલસા લોકોમાં ઘટતી નથી? ત્યાંની સમૃદ્ધિ આંખે વળગે છે. ડોલરની આવકનેરૃપિયા સાથે ગુણાકાર કરીને પોરસ માતો નથી. કાર, એરકન્ડિશન, સુખ-સાહેબીતો જાણે ત્યાં સૌ કોઇને માટે હાથ વગી છે. ખરૃને?

ગ્રાન્ડકેન્યનની પ્રાકૃતિક સુંદરતા, ડીઝનીલેન્ડનીમનોરંજકતા, હોલીવુડનીચકાચૌંધ કરી દે તેવી દુનિયા, લાસવેગાસની રંગબેરંગી દુનિયા, સ્ટેચ્યુ ઓફ લીબર્ટીનીસ્વાતંત્ર્યનીફિલસુફી, નાસાની સિદ્ધિઓ અને ઘણું બધું... હા, આ બધાનો ઇન્કાર નથી થઇ શકતો. ઘણું બધું ઉડીને આંખે વળગે તેવું છે જેને કદાચ શબ્દોમાં વર્ણવવું અસ્થાને છે. સૌ કોઇ જાણે છે માટે જ તે તરફ દોટ મૂકી છે અને મૂકે છે. પણ સિક્કાની બીજી બાજુ પણ જો જોઇશું તો ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના સંરક્ષણ માટે ભારતના નાગરિક માટે ભારતીય બની રહેવું સહેજ પણ ખોટું નથી.

મને યાદ આવે છે આશાવરી અને સારંગની વાત. ઝાલાવાડના નાના એવા એક ગામમાં ઉછરેલી આશાવરીના માતા-પિતાએ તો તેને જેટલું ભણવું હોય તેટલું ભણાવવા કમર કસી હતી. તેના પિતા માટે તો તે 'વાઘ' હતી. નાના એવા ગામમાં ઉછરેલી આ આશાવરીએ તો અમદાવાદમાં એકલા રહીને સી.એ. સુધીની વાણીજ્યશાખાની ઉચ્ચ પદવી સ્વ-મહેનતે મેળવી લીધી હતી. પણ દીકરી મોટી થાય એટલે પિતાને તેને વળાવવાની ચિંતા પહેલી જાગે છે. આશાવરીના પિતાએ મુરતિયાની શોધ કરવી શરુ કરી અને મળી ગયો સંસ્કારી એવો સારંગ. પ્રથમ મુલાકાતે જ સારંગના વ્યક્તિત્વથી તેઓ અભિભુત થઇ ગયા અને ગોળ-ધાણા ખવાયા. ઘર તો ખુશી ખુશી. પણ આડોસીપાડોસીએ જાણ્યું કે આશાવરીને અમેરિકા આપી ત્યાં તો કચરપચર શરુ થઇ ગઇ. પણ આશાવરીના કુટુંબિજનો કાચા કાનના ન હતા. એમાં જ્યારે અમેરિકામાં સારંગના ખાસ મિત્ર સૌરભે જાણ્યું કે સારંગના બોલ બોલ્યા છે કે તરતજ તેનો આશાવરીના પિતા પર ફોન આવ્યો કે તમે કોઇ ચિંતા ન કરશો. સારંગને હું સારી રીતે ઓળખું છું તે ૧૫ વર્ષથી અહિયા છે પણ અમેરિકાના કોઇ લક્ષણ તેના જીવનમાં પ્રવેશ્યા નથી. સૌરભ આશાવરીના કાકાનો પણ ખાસ મિત્ર હતો.

લગ્નનું મુર્હત નક્કી થયું. આશાવરીના પિતાના ઉમંગનો તો પાર ન હતો. લગ્નની કંકોત્રી પોતાના ગામમાં છપાવવા માટે કોઇ પ્રિન્ટિંગ પ્રેસ ખુટી નહોતા ગયા પણ તેમણે તો કોઇએ ન જોઇ હોય તેવી કંકોત્રી છપાવવી હતી. તે માટે તો અમદાવાદ ઉપડયા. તેમણે કંકોત્રીનું લખાણ લખવામાં ભવ કર્યા. કંકોત્રીના બબ્બે ફોલ્ડર બનાવરાવ્યા. દરેક ફોલ્ડર પર કવિતા છપાવી.

એક ફોલ્ડર પર... છપાવ્યું...

વિધાતાએ દીકરી ઘડીને, ત્યારે ખૂબ ખાંતે

કસબી હાથેથી એણે કરી કમાલ. - મકરંદ દવે

બીજા ફોલ્ડર પર ..... છપાવ્યું.......

લીલુડાં પાંદડાંની ઊછળતી વેલ

હવે કંકુના પગલાં દઇ ચાલી… - અનિલ જોશી

બાકી રહી ગયું હતું તો હરખના તેડાના કાર્ડ પર... છપાવ્યું...

શરણાઇનાં રેલાતા સૂર છે,

આંગણીએ લીલાં તોરણ છે,

આજ અમારી વ્હાલસોયી દીકરીના લગન છે.

આંગણામાં એ રમતી હતી,

રમતાં રમતાં એ રિસાતી હતી,

કાનમાં કંઇ કંઇ ફરિયાદો કરતી'તી,

રમતાં - રિસાતાં, હસતાં-રડતાં મોટી થઇ,

યોવનના ઉંબરે આવીને ઉભી રહી,

આજ અમારી વ્હાલસોયીદીકરીના લગન છે...

માતા-પિતાએ આણાની યાદીમાં નોંધ મૂકી...

મારું, તારું, હું-તું પધરાવશું આપણે જતા નદીમાં,

દરિયા દિલ સાગર પાસેથી માગશું આપણું-આપણે,

અમે અને તમે...

અને આપ્યા આશિષ...

બેટા, તારી આંખમાં ઝળકે સૂરજ-સોમ

આંગળીઓનાટેરવેવસજો આખું વ્યોમ.

બેટા, તારી પાનીથી ઝરજો કુમકુમ રંગ

તારા બંને હોઠ પર રહેજો હાસ્ય અભંગ.

બેટા, તુ અમ બાગનો મઘમઘતો છે છોડ

જગ જનની પૂરી રહો તારા સઘળા કોડ.

કંકોત્રી, હરખનાતેડા, આણાનીયાદીનું કાર્ડ અને લગનમાંવેવાઇ સાગમટે વહેલાંવહેલાં પધારજોનું ભાવભનું નિમંત્રણ કાર્ડ જોવા, સુધારવા હરખપદુડા એવા આશાવરીના પિતા અમદાવાદ હડિયા-પાટી કાઢે. તેમના પગમાં શી ખબર ક્યાંથી જોમ આવ્યું હતું કે સહેજેયનિંરાતનો દમ લેતા નહી.

...અને લેવાયા આશાવરીના લગ્ન. લગ્નની આગલા દિવસની સંધ્યા એ 'સંગીત સંધ્યા' રાખવામાં આવી. આ 'સંગીત સંધ્યા' પણ કાંઇ અલગ હતી. 'સંગીત સંધ્યા'ના ગીતો આશાવરીએગાયા અને તેના ભાઇ, પિતરાઇ બહેનો અને પિતાએ પોત પોતાની ગીતોની અને નૃત્ય કૃતિ રજુ કરી રમઝટ બોલવી દીધી. ‘આશાવરીએ સાંવરિયો....' ગાયું ત્યારે તો સારંગના દિલમાં હરખ માતો નો'તો. આશાવરીના ભાઇએ મનહર ઉધાસની ગઝલ 'નયનને બંધ રાખીને મેં તમને જોયા છે...' રજુ કરીને અને માઉથોર્ગન વગાડી સર્વે મહેમાનોને આશ્ચર્યચકિત કરી દીધા. 'સંગીત સંધ્યા'ને અંતે આશાવરીએ અનોપઝલોટાએ ગાયેલું મીરાંનું' રંગ દે ચૂનરિયા, શ્યામ પિયા મોરી રંગે દે ચૂનરિયા...' ગાયું ત્યારે તો 'સંગીત સંધ્યા'માં ચાર ચાંદ લાગી ગયા. આશાવરીના પિતાએ છેલ્લે છેલ્લે હાર્મોનિયમ પર આંસુ સાથે સંગત કરી લીધી.

છ માસમાં તો આશાવરીએઅમેરિકાનું પ્લેન પક્ડયું. સારંગનું મિત્ર વર્તૂળ એટલું બધું હતું કે ભાભી ઉપડેઉપડાતી નહોતી. સારંગની ધાર્મિક પ્રવૃત્તિમાં આશાવરી ઓતપ્રોત થઇ ગઇ. પોતાના મધુર કંઠે ભક્તિ સંગીતથી સૌના મન મોહી લીધા. પણ અમેરિકા એવો દેશ હતો તેવી તેને પ્રતિતી થઇ કે જ્યાં હુતો-હુતીએ કામ કરવું જ પડે. તે માટે ભારતની એકલી પદવીથી નોકરી ન મળે. અમેરિકામાં ભણવું પડે અને ત્યાંની પદવી લેવી પડે. આશાવરીએ એક વર્ષ તનતોડ મહેનત કરી અને અમદાવાદમાં મળવેલ પદવીઓ અનુભવના સહારે અમેરિકાની પદવી સારા સ્કોર સાથે મેળવી એટલું જ નહીં એક ઓઇલ કંપનીમાં ઓડિટર તરીકેની નોકરી પણ મેળવી લીધી.

સારંગે પણ કોઇ ઓછી તકલીફ નહોતી વેઠી. બારમા ધોરણ પછી અમેરિકાની વાટ પક્ડી ત્યારે એકલ પંડે, નવી અને પારકી દુનિયામાં વસવાટ કરવો તે સહેલી વાત ન હતી.એક દિલાસો હતો કે ત્યાં રહેતા તેના કાકા તેના ઘડતર માટે આ અજાયબ દુનિયામાપ્રેરણાં સ્ત્રોત હતા. ગેસ સ્ટશનોમાં રાતો જાગી, ખડે પગે ઉભા રહીને નોકરી કરવી તેતો તેના માટે ખાંડાના ખેલ ખેલવા સમાન હતું. પણ ધ્યેય એક જ હતું અભ્યાસ કરવો અને મોભાદાર હોદ્દા વાળી નોકરી શોધી લેવી. સારંગે તે ધ્યેય સિદ્ધ કરી બતાવી તેના માતા-પિતાનું નામ રોશન કર્યું.

સંસારનો રથ પૂરપાટ ચાલતો હતો. આશાવરીને જોબ ઓઇલ કંપનીમાં મળી ગઇ હતી. કંપનીની અનેક શાખા દેશ-પરદેશમાં હતી. આ કંપનીઓનું ઓડિટ તો કરવું પડે. આશાવરી ૧૧- ૧૧ કર્મચારીઓને લઇને દેશ-વિદેશ ઓડિટ કરવા હિંમતભેર નીકળી પડતી. ખાવાનો પ્રશ્નો તો થાય જ. સારંગને દસ-દસ દિવસ એકલા રહેવું પડે. પણ જિંદગીમાં સંઘર્ષ વેઠયા વગર સિદ્ધિ ન મળે તેની તેમને બન્નેને સમજણ હતી. જોત જોતામાંઆશાવરીએ બે વર્ષ અમેરિકામાં વિતાવી દીધા. આલિશાન ઘર ખરીદ્યુ. બન્નેની પાસે પોત પોતાની ઓફિસ જવા મોંધામાંમોંધી કાર હતી. બધું જ કાર્ય સમયના ચક્ર પ્રમાણે ગોઠવાઇ ગયું હતું. સમૃદ્ધિ કોઇની પણ નજરે ચડે તેમ હતી. પણ તે સમૃદ્ધિ પરિશ્રમથી આવી હતી. તેના માટે બન્નેએ સમય, શરીર અને આરામનો ભોગ આપવો પડયો હતો.

એક દિવસ આશાવરીએ સારંગને સારા દિવસો રહ્યાના ખુશીના સમાચાર આપ્યા. સારંગની ખુશીનો તો કોઇ પાર ન હતો. સારંગે તો બીજા જ દિવસે રજા લઇ લીધી અને આશાવરીને ડોક્ટર પાસે ચેક અપ કરાવવા લઇ ગયો. ડોક્ટર પહેલા સ્ક્રિનિંગમાં તો કાંઇ ન કહી શક્યા પણ બીજી વારના સ્ક્રિનિંગમાં તો કહીજ દીધું કે આશાવરીને ટવીન્સ - બેબી ગર્લ છે. આ ભારત ન હતું. અમેરિકામાં અમુક સમય વિત્યા પછી ડોક્ટર બાળકની જાતી કહી શકતા હતા. સારંગ તો રાજીના રેડ થઇ ગયો. હવે તો હસી અને ખુશીનું આગમન થવાનું હતું. ભારતની સંસ્કૃતિમાં સંતાનની ખુશી નો આનંદ કાંઇ ઓરજ હોય જ્યારે વિદેશમાં પણ કોઇ જુદીજ રીતે ઉજવાય. જેને કહેવાય 'બેબી શાવર'. બન્ને તો 'બેબી શાવરલ્લની ઉજવણીના પ્લાન ઘડવા લાગ્યા. દેશમાંથી ભાઇએ ખુબસૂરત બેટીઓના પોસ્ટરોનું પાર્સલ કરી દીધું. સારંગે તો આખું ઘર બેટીઓના પોસ્ટરથી સજાવી દીધું. જ્યાં નજર પડે ત્યાં હસી-ખુશી.

સારંગેઆશાવરીને કહી દીધું કે હવે આ દેશ-પરદેશ ઉડવાનું બંધ. પણ બન્નેએ નોકરી કર્યા વગર આ દેશમાં ન ચાલે. આશાવરીને પોતાના અનુભવના આધારે નવી નોકરી પણ મળી ગઇ. પોતાની આવડતને લીધે આખી કંપનીનો વહીવટ કરવામાં તેને કોઇ તકલીફ નહોતી પડતી પણ થાક તો લાગતો. આપણે ત્યાં તો ઓફિસનું ઘણુ ખરું કામતો પટાવાળો કરતો હોય. અહિયા તો જાતે જ બધુંજ કામ કરવું પડે. પોતાના બોસને પત્ર દેવા માટે કોઇ નોકર ન હોય. ચા- પાણી પીવરાવવા કોઇ પટાવાળો ન હોય. પોતાનું કામ પોતે જાતે જ કરવું પડે. નોકરીથી આવી રસોઇ બનાવવી અને ઘરકામતોઉભું જ હોય. અમેરિકામાં જેમ બન્નેએ નોકરી કરવી પડે તેમ ઘરકામમાં પણ હાથ બટાવો પડે. સારંગ તેના કામમાં પાવરધો હતો. તે પણ નોકરી કરીને આવે કે આશાવરીનું બાકી રહેલ કામ, ખરીદીનું કામ પતાવતો. પણ આ ભારત ન હતું. અહિયા ઘરકામ કરવાવાળા સરળતાથી ન મળે અને મળે તો ડોલરમાં પૈસા ચૂકવવા પડે. બન્ને નોકરી કરવા જાય ત્યારે તે આવી ઘર વાળી-ચોળી સાફ કરી નાખે તેવી વિશ્વાસુ વ્યક્તિ શોધવી પડે. પણ ઇશ્વર કૃપાએ બધું જ ગોઠવાઇ ગયું.

વધુ શ્રમ ન પહોંચે તે માટે આશાવરીએ તેના મમ્મી-પપ્પાને બોલવી લીધા. હવે તો ઘરમાં ચાર જણા. આશાવરીને ઓફિસેથી આવી કાંઇ કરવું પડતું ન હતું. ઠેઠ સુધી આશાવરીએ નોકરી કરી અને સમય થતાં હસી-ખુશીને જન્મ આપ્યો. નાના-નાની તો બન્નેને નીચે મુકતા નહીં. જોત જોતામાં હસી-ખુશી પાંચ માસની થતા નાના-નાની ભારત પાછા આવ્યા. આપણે ત્યાં તો મેટરનીટી લીવ મળે અને નોકરીના સ્થળે પણ જોઇએ તે સગવડ મળે. કાયમી હોય તેને નિયમ મુજબ સગવડ મળે પણ અહિયા નોકરીમાં કોઇ છુટછાટ મેળવી ન શકાય. જિંદગીની ખરી તકલીફ ભોગવવાની શરુઆત થઇ. નેની મળે. પણ નેનીને ભરોસે હસી-ખુશીને મુકીને જવું ગમે નહીં. તોય બાજુમાં જ રહેતી પડોશી બાઇની ઇચ્છા જાણી તેના ભરોસે હસી-ખુશીને મુકવાનું શરુ કર્યું. એક દિવસ ખ્યાલ આવ્યો કે તે તો નોન-વેજીટેરિયન છે. આ ન પોષાય. તેને રજા આપી ડે કેરનો ઉપાય અજમાવ્યો. આપણે ત્યાં આવી વ્યવસ્થા નથી પણ ત્યાં તો પૈસા કમાવવા માટે લોકો જાત જાતના નુસ્ખા કરે. પહેલો પ્રશ્ન એ છે કે દાદા-દાદી કે નાના-નાનીનો પ્રેમ કે સાર સંભાળ જેવી લાગણી ત્યાં ન હોય. આપણે ત્યાં કુટુંબ વ્યવસ્થાનું મોટું સારું પાસુ એ છે કે બાળક ક્યારે મોટું થઇ જાય તે ખબર જ ન પડે ! અમેરિકામાં ઘરના વડીલોની હાજરી વગર બાળકોને મોટા કરવા તે સરળ કાર્ય ન હતું. બાળકો ક્યારે માંદા પડી જાય અને નોકરી-ધંધા છોડીને હોસ્પિટલ દોડવું પડે ત્યારે આપણી આ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા અચૂક યાદ આવી જાય. પોતાના ઉછેરમાં પોતાના દાદા-દાદી અને નાના-નાનીની પ્રેમભરી માવજત ડગલે ને પગલે બન્નેને યાદ આવી જતી. વાત આટલેથી નથી અટકતી. બાળક સમજણું થાય કે તેને શીખવવામાં આવે ૯૧૧ ડાયલ કરીને ફોન કરવાનું જો કોઇ તેને પજવે તો. પછી તે માતા-પિતા વિરૃદ્ધની ફરિયાદ કેમ ન હોય!

એક રાતે હસી-ખુશી સૂઇ ગયા હતા. વાતાવરણમાં વર્ષાની ભીનાશ હતી. સારંગે આશાવરીને કહયું પેલું લતા મંગેશકરનું ગુજરાતી ગીત તું ગાને. ઘણાં દિવસથી તેં કાંઇ ગાયું નથી. આશાવરી ગીતની પંક્તિ ભૂલી જાય તો સારંગ યાદ કરાવતો જતો હતો અને આશાવરીએ ગાયું...

એક રજકણ સૂરજ થવાને શમણે

ઉગમણેજઇઊડે, પલકમાંઢળી પડે આથમણે.

જળને તપ્ત નજરથી શોષી

ચહી રહે ઘન રચવા

ઝંખે કોઇ દિન બિંબ બનીને

સાગરને મન વસવા

વમળ મહીં ચકરાઇ રહે એ અકળ મંૂઝવણે... એક રજકણ

જ્યોત કને જઇજાચી દીપ્તિ

જ્વાળા કને જઇલ્હાય

ગતિ જાચીઝંઝાનિલથી

એ રૃપ ગગનથી ચ્હાય

ચક્તિ થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે... એક રજકણ - હરીન્દ્રદવે

સારંગથી આશાવરીને પૂછી જવાય, "શું રજકણે સૂરજ થવાનું સપનું ના જોવાય? દીવો મશાલ ના બની શકે?"

આશાવરીએ જવાબ આપ્યો. "રજકણે સૂરજ થવાનું હોય તો તેણે ખુલ્લા આકશમાં ઉગવું પડે. જવાબદારી સાથે તે ઉગવામાં ક્યાંય આ બાળકોનું ભવિષ્ય ધુંધળું બની જાય તો શું કરીશું ? આજે અમેરિકામાં ગમે તે રીતે વિહરવું હોય તો આપણાં બાળકો વિહરી શકશે. શ્રેષ્ઠતમ પદવી લઇ શકશે પણ, શું તે આપણાં રહેશે ? આ સંસ્કૃતિ તેમને આપણા રહેવા દેશે? શાળાએ જતા ગન ફાયરિંગ નહીં થાય તેની ખાતરી શું ? તેઓ બહાદુર અને જીનીયસ બનશે તો શું ખાતરી છે કે સરકાર તેમની કારકિર્દીને રોળી નહીં નાખે? ગમે તે ઓઢી-પહેરી શકવાની સ્વતંત્રતા, ગમે તેને જાહેરમાં કીસ કરી શકવાની સ્વતંત્રતા શું આપણી સંસ્કૃતિને જીવવા દેશે ? કારણ વગર કાલે જેલમાં પુરી નહીં દેવાય તેની શી ખાતરી? આપણે આપણા બાળકોને કેટલા અને ક્યાં સુધી બાંધી રાખી શકીશું ? તેમનામાં ઘાતકી પણું, સ્વચ્છંદતા અને લાગણી વિહિનતા કે જડતા નહીં ઘુસી જાય તેની કોને ખબર છે ? આ રજકણને તો ઘણી અભિલાષા છે પણ એ ઓરતા અધૂરા રહી જાય તેવી દહેશત પણ પૂરી છે."

સારંગને પણ આશાવરીની વાતમાં કાંઇક વજુદ લાગ્યું. તેણે દિલની વાત શબ્દ દેહે એક પ્રસ્તાવ મૂકીને અભિવ્યકત કરી દીધી. "આશાવરી, તેં તો મારા મનની વાત કહી દીધી. ચાલને અમેરિકા છોડી દઇએ ને ભારત પાછા જતા રહીએ ! સૌના બાળકો અહિયા મોટા તો થાય છે પણ તેનો ઉછેર અને આપણી સંસ્કૃતિમાં ઉછરેલ બાળકોના અભિગમમાં રહેલો તફાવત નરી આંખે જોતા એમ નથી લાગતું કે અહિયા ઉછરેલા બાળકોમાં કાંઇક ખૂટે છે. વિવેકભાઇ બહુ સરસ રીતે હરિન્દ્રભાઇની આ પંક્તિઓ સમજાવે છે કે આ રજકણ સૂરજ થવાનું સપનું જોતા જોતા તે ઇચ્છે છે કે સૂરજ બનીને ગરમ નજરોથી એ જળમાંથી ઘન એટલેકે વાદળ સર્જે કે બિંબ બનીને રોજ સાંજે સાગરમાં જઇને વસતા સૂરજની જેમ કદીક સાગરમાં જઇને રહે પણ જીવનની વાસ્તવિકતા આ સપનાથી સદૈવ વેગળી જ રહે છે. એક વમળ ક્યાંકથીઉઠે છે અને એના મનની મનમાં જ રહી જાય છે. એક અકળ મૂંઝવણ બની ને ! સૂરજ થવા માટે રજકણ જ્યોત પાસેથી પ્રકાશ અને અગ્નિ પાસેથી ગરમી માંગે છે. ઝંઝાવાત પાસેથી એની ગતિ અને આકાશ પાસેથી એનું રૂપ મેળવીને સૂર્યની સમકક્ષ થવાના સ્વપ્નો જોતી આ રજકણને આખરે ક્યાં પહોંચવું પડે છે ? ધરતી પર. વસ્તવિકતાની ધરતી પર. રજકણ ઇચ્છે તો પણ સૂરજ ન બની શકે. ચાલને આપણે સૌરભને પૂછી તેનો અભિપ્રાય લઇએ કે અમે અમેરિકા છોડી દઇએ તો કેમ."

બીજા દિવસે વીક એન્ડ માણવા હસી-ખુશી સાથે સૌરભને ત્યાં બન્ને પહોંચી ગયા. મનમાં તો એજ વાત ઘુમતી હતી કે રજકણે સૂરજ બનવાનું છોડી દેવું કે કેમ. હસી-ખુશીને તો સૌરભને ત્યાં બન્ને ફીઆ મળી જાય એટલે બસ કોઇની જરૂર નહી. જ્યારે જ્યારે સૌરભના ઘરે બધા ભેગા થાય ત્યારે સંગીતની મહેફિલ જામે. આજે ફરી અંતાક્ષરી જામીને 'અ' આવતા આશાવરી થી 'એક રજકણ સૂરજ થવાને શમણે, ઉગમણે જઇ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે' પંક્તિ ગવાઇ ગઇ. સારંગે મનમાં ઘુમરાતા પ્રશ્નને શબ્દ દેહ આપી સૌરભને પૂછી લીધું, "હેં સૌરભ, અમે ભારત પાછા જઇએ તો કેમ?"

પહેલા તો આ પ્રશ્ન સાંભળીને જ સૌરભ સ્તબ્ધ બની ગયો. મહેફિલમાં હાજર સૌ કોઇને બહુ મોટો શોક લાગ્યો. કારણ સૌરભ સારંગને અઢાર - અઢાર વર્ષથી ઓળખતો હતો. સારંગના પ્રશ્નનું તાત્પર્ય જાણીને સૌરભ તેને કહી ન શક્યો કે તારો વિચાર ખોટો છે. તેણે પણ ભારતીય સંસ્કૃતિને પોતાના ઘરમાં જાગૃત રાખી હતી. તેણે પોતાનો અભિપ્રાય જણાવતા કહયું, "સારંગ, તારો વિચાર ખોટો નથી. આજે આપણા ભારતીયોને ઊંચા જીવનનો મોહ એટલો બધો વધી ગયો છે કે સંતોષ એજ સાચુ સુખ એ વાત જુની લાગે અને અસંતોષ, આગળને આગળ જવાનો અજંપો તેમને પ્રગતિનું એક લક્ષણ લાગે છે. આ કમાણી, ભૌતિક સુખ-સમૃદ્ધિ સામે પોતાની આગવી સંસ્કૃતિ, સંસ્કાર, જીવનના મૂલ્યો તેઓને મન તૂચ્છ છે. તેઓ માને છે કે જીવનધોરણ ઉંચું આવ્યું છે. વેસ્ટર્નકલ્ચરમાં તો આગળની હરોળમાં આવી ગયા છે. પણ ઘરની સુખ-શાંતિનું શું? બાળકો પુખ્ત વયના થતા માતા-પિતા પોતાના સંતાનોને કાંઇ કહેવા હરફ પણ ઉચ્ચારી ન શકે એ તો કેવી સંસ્કૃતિ ? હા, સોફિસ્ટિકેડેટ વાતો, આર્ટિફિશ્યલ શિષ્ટાચાર શીખી જવાય પણ ડગલે ને પગલે સંવેદનાના પાઠો તો આપણા માતા-પિતા, દાદા-દાદી, નાના-નાની સાથેના ધબકતા ઘરોમાં શીખવા મળે, નિર્જીવ દિવાલોના હાઉસમાં નહી. તમારા સંતાનોને તમે કેટલો સમય આપી શકો છો ? સવારના સાત વાગ્યે નીકળી સાંજે સાતે આવી કલાક - બે કલાકમાં તો તમે તેમને સુવડાવીદયો છો. કારણકે બીજે દિવસે સાત વાગ્યે તો નિત્યક્રમ મુજબ નીકળી જવાનું છે. દિવસનો મોટો ભાગ તો પારકાને હવાલે આ બાળકો હોય. મોટા થાય ત્યારે તેમની સ્થૂલ હાજરી જ હોય, મન તો ક્યાંક બીજે જ ભમતું હોય. તમારા તરફની લાગણી, પ્રેમ, માયા, મમતાનો સેતુ તાંતણાનો જ બની રહે, નક્કર બ્રિજ ન બને. અડધી જિંદગી પૈસા પાછળ દોડીને પાછલી જિંદગી પોતાનાના વિના જીવવું તેના કરતા વતનનોલુખો સૂકો રોટલો સારો. કરો ફતેહ. તમારા વિચારને લાખ લાખ સલામ."

સારંગ અને આશાવરીના મનનો ભાર હળવો થઇ ગયો. પોતાના નિર્ણયને સાચા મિત્રની મહોર લાગતા તેને અમલમાં મૂકવા તરફના પ્રયત્ન શરુ થયા. આશાવરીને સમગ્ર કંપનીનો દોર હાથમાં આપી દેવાનું પ્રલોભન તેના બોસ આપવા લાગ્યા. સારંગને પણ પ્રમોશનનું પ્રલોભન આપવામાં આવ્યું. અન્ય લોકોને તેમના નિર્ણયમાં મૂર્ખામી લાગી પણ સિટિઝન થયેલા સારંગ - આશાવરી ટસ ના મસ ન થયા. ભવિષ્યમાં મળનારા લાભો તરફ નજર નાંખ્યા વગર, શું ગુમાવવું પડશે તેનો પણ સહેજેય વિચાર કર્યા વગર એક ઝાટકે વર્ષોના પરિશ્રમથી ઉભી કરેલી દુનિયાને અલવિદા કરી દેવા કમર કસી લીધી. એક માસમાં તો બધું જ સમેટીને વતનની ધૂળને મસ્તકે ચડાવી અમદાવાદ જ્યાં પોતાનું બચપણ વિતાવ્યું હતું, કેટલાંય લાગણી ભર્યા સ્પંદનો જાગ્યા હતા ત્યાં પાછા આવીને માતા-પિતાની છત્રછાયા હેઠળ તમામ તનાવ, ચિંતા અને સમસ્યાને ત્યજીને ઉલ્લાસીત બની કાંઇક જીવંત જીવન જીવતા હોય તેવી અનુભૂતી કરવા લાગ્યા. હસી-ખૂશીને દાદા-દાદી, નાના-નાની, ફીઆ- ફૂઆ તેમજ મામા-મામીના વ્હાલભર્યા સામ્રાજ્યમાં મુક્ત પણે ક્લ્લિોલ કરતા જોઇ બન્ને એક સાથે ગાઇ ઉઠયા...

ચાલને સખી એકડો ફરીથી આમ ઘૂંટીએ

આડે મીંડા બધાંને કોરે મૂકીએ...

ચાલને સખી એકડો ફરીથી આમ ઘૂંટીએ

જાણી છે પાનખર, માણી વસંત કદી,

મોસમની બદલાતી પાળી     ,

આયખાની પાટીમાં આળખેલી રેખાઓ,

ચાલો તમામ ભૂંસી દઇએ......

ચાલને સખી એકડો ફરીથી આમ ઘૂંટીએ.

આવે છે આલબેલ અણજાણીકોરથી,

હૈયે પડઘાતી સૂર વાણી,

અંતર અનંતમાં કેટલાયે દરિયાઓ,

શૂન્યને સુકાન સોંપી વહીએ........

ચાલને સખી એકડો ફરીથી આમ ઘૂંટીએ. - 'શીલ' કનુ સૂચક.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational