Janakbhai Shah

Classics Inspirational Tragedy

4  

Janakbhai Shah

Classics Inspirational Tragedy

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત.10

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત.10

2 mins
13.8K


અભ્યાસનો પ્રારંભ

હવે હું જાઉં ક્યાં ? માને હું સમજાવું કઈ રીતે ? મારી પર હુમલો કરનારનો બદલો પણ હું ન લઈ શકું ? મને મારું એકાકી જીવન ફરી યાદ આવ્યું. મારું તે ખેતર અને ઝૂંપડું આ કરતાં મને વધુ સારાં લાગ્યાં. સૂર્ય, પર્વત અને કુદરતી સૌંદર્ય મને યાદ આવી ગયું. મારી એ શાંત જિંદગી ફરી પાછી મેળવી લેવાનું મન થઈ આવ્યું.

થોડા સમયમાં હું હીબકા ભરતો ભરતો સૂઈ ગયો. પણ મારી બાજુમાં થતા કોઈકના રુદનનાં અવાજથી હું જાગી ગયો, અને... અરે ! મેં શું જોયું ? મારી મા ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી હતી.

''ઓ મારા દીકરા'' તે માંડ બોલી શકી.

''તારા ગયા પછી તારા મિત્ર આહ શિંગે (Ah Shing) મને કહ્યું કે આહ શેંગ તને ચીડવતો હતો. આહ શેંગ એટલો બધો ગંભીર રીતે ઘવાયો પણ નથી. ફક્ત પાંપણો અને ભ્રમર પર થોડુંક છોલાયું છે.'' આમ કહીને મને વ્હાલથી પીઠ પર ઊંચકી ઘરે લઈ ગઈ.

ઉનાળાનો એક દિવસ હતો. પિતાજી એક માણસને લઈ ઘરે આવ્યા. મને જાણવા મળ્યું કે તે નજીકની એક પ્રાથમિક શાળાના શિક્ષક હતા. હું વર્ગ ભરી શકું એમ નથી એ સત્ય હકીકત છે કેમ તે જોવા આવ્યા હતા. મારા પગ બતાવીને પિતાજીએ તેમને કહ્યું, ''તે ચાલી શકે તેમ નથી. તેને ઘૂંટણથી ચાલવું પડે છે. આ સ્થિતિમાં તે નિશાળે કેવી રીતે જઈ શકે ?''

''આના માટે બધું જ વ્યર્થ અને આશાવિહિન છે.'' આમ કહીને તે શિક્ષક ચાલતા થયા. મેં મારા પગ પછાડી પિતાજીને દૃઢતાથી કહ્યું, ''મારે નિશાળે જવું જ છે. હું પણ બીજા બાળકોની જેમ નિશાળે જવા ઇચ્છું છું.''

એક દિવસ મારા મિત્ર આહ શિંગે મને નિશાળે રમવા લઈ જવાની તૈયારી બતાવી અને મને લઈ ગયો. વુ-લી-ચીંગ (Wu-li-Ching)નામની એક શિક્ષિકાએ હું વાંચી શકું છું કે કેમ તેમ મને પૂછ્યું. મારા ભૂતકાળની અને ચાઓ કાકાએ શીખવેલા પાઠની વાત મેં તેમને કરી. પછી તે શિક્ષિકા બહેને પાંચ અક્ષરો લખ્યા અને મને તે વાંચી બતાવવા કહ્યું. મેં તરત જ વાંચી બતાવ્યા. તેમણે બીજા વધુ દસ અક્ષરો લખ્યા. તે પણ હું ઝડપથી શીખી ગયો. ''અરે, તું તો અજબ છે !'' તેમણે મને કહ્યું, ''શા માટે આવતા સત્રથી તું નિશાળે ન આવે ?''


Rate this content
Log in

Similar gujarati story from Classics