Janakbhai Shah

Inspirational Others

3  

Janakbhai Shah

Inspirational Others

ચેંગ-ફુંગ-સી=13

ચેંગ-ફુંગ-સી=13

3 mins
7.3K


આદર્શં વિદ્યાર્થીં part 13

નિશાળમાં, બધા વિષયોમાં મારા વર્ગમાં હું આગળ હતો. એક દિવસ મારા પિતાજી મારા માટે સાઈકલ લઈ આવ્યા. તે સાઈકલ જૂની અને નીચી હતી. તેના ટાયરો થીંગડાવાળા હતા. પણ મારે મન તે અત્યંત સુંદર હતી. આ સાઈકલ તો મારા પગ બનવાની હતી ! મારી કાકીએ મને ઊંચકીને સાઈકલની સીટ ઉપર બેસાડ્યો અને સાઈકલ સ્થિર પકડી રાખી. પરંતુ મારા પગ પેંડલ સુધી પહોંચી શક્યા નહિ.

મારા કાકીએ મને કહ્યું, ''તું નહિ ચલાવી શકે.'' મારા ધબકારા વધી ગયા. પણ ઊંડે ઊંડે મને ખાતરી હતી કે હું સાઈકલ ચલાવી શકીશ. ચોથા અને પાંચમાનંબરના ભાઈએ મને મદદ કરી. હું ઘણીવાર તળાવ અને ખાબોચિયામાં પડતો પણ બધાંના આશ્ચર્ય વચ્ચે હું ફરીથી ઊભો થતો.

શિયાળાની રજાઓ લગભગ પૂરી થવા આવી હતી. હજી હું સાઈકલ ચલાવી શકતો ન હતો. મારો ડાબો પગ હજી પેડલને સ્પર્શી શકતો ન હતો. જમણો પગ મહામહેનતે જમણા પેડલને સ્પર્શતો. ઘણીવાર તો પેડલ જમણા પગ નીચેથી સરકી પણ જતું. મારા ચોથા નંબરના ભાઈએ એવી કારીગરી કાંઈક કરી કે જમણાં પગના સહેજ ધક્કાથી પેડલ સરળતાથી ફરીને ઉપર આવતું અને સાઈકલના પૈડાં પણ ધીમે ધીમે ફરતાં. ધીમે ધીમે હું અતિશય પ્રયત્ને થોડી સાઈકલ ચલાવતાં શીખ્યો. હવે જમણા પગ નીચેથી પેડલ સરકી જતું નહીં.

નિશાળ શરૂ થતા કોઈપણ મુશ્કેલી વગર હું મુખ્ય રસ્તા પર સાઈકલ ફેરવતો ગયો. બીજું સત્ર પૂરું થવા આવ્યું હતું. એક દિવસ સવારે ઇનામોની વિતરણ વિધિ જોવા પ્રિન્સિપાલે મને બીજા ધોરણના વર્ગની બહાર એક ખુરશી પર બેસાડ્યો. પ્રિન્સિપાલ પોતાની જગ્યા સંભાળી દરેક વર્ગના વિદ્યાર્થીઓને ઇનામ આપવા લાગ્યા. અમારા વર્ગનો વારો આવ્યો ત્યારે અમારા વર્ગ પ્રતિનિધિને બોલાવી પ્રિન્સિપાલે એક મોટું બંડલ હાથમાં આપ્યું, મારા વર્ગ પ્રતિનિધિએ વર્ગમાં આવીને મને કહ્યું, ''આ તારું ઇનામ છે.'' મેં બંડલ ખોલ્યું તો એમાંથી નિશાળનાં પુસ્તકો રાખવાની એક સુંદર બેગ નીકળી. તેના પર મોટા અને સુંદર અક્ષરે લખ્યું હતું. ''આદર્શ વિદ્યાર્થી.''

બીજા વિદ્યાર્થીઓ મને અભિનંદન આપવા ધસી આવ્યા. મેં કેટલું બધું ગૌરવ અનુભવ્યું હશે ! ફક્ત અભ્યાસમાં જ નહિ પણ વર્તણૂકમાં પણ મને આદર્શ વિદ્યાર્થીનું બિરુદ મળ્યું હતું.

મારા ચોથા ધોરણના વર્ગ શિક્ષક શ્રી લી શોઉ-કુંગની છાપ સૌથી વધુ મારા પર પડી હતી. પ્રથમ સત્રના પ્રથમ દિવસે વર્ગમાં આવી તેમણે પૂછ્યું, ''વર્ગમાં સૌથી વધુ ગુણ કોને મળ્યા છે ? છોકરાઓએ મારા તરફ આંગળી ચીંધીને કહ્યું, ''ચેંગ-ફુંગ-સી''.

''તો પછી તે વર્ગ પ્રતિનિધિ બનશે. ''શ્રી લી. એ કહ્યું. હું મૂંઝાયો. મેં ચિંતાતુર અવાજે કહ્યું, ''સાહેબ..... હું..... હું કેવી રીતે બની શકું ?

મને ખાતરી હતી કે શ્રી લી. મારા કહેવાનો આશય સમજી ગયા હતા. છતાં તેમણે કહ્યું, ''તું શા માટે બીજાની જેમ કામ ન કરી શકે ? તું બીજાથી સહેજેય ઊતરતો નથી.''

આમ હું વર્ગપ્રતિનિધિ બન્યો. ક્ષોભ છૂટતા હું રમતના મેદાનમાં ઘૂંટણીએ કૂચ કરતા કરતા વર્ગને 'દંઈને મૂડ, બાંયે મૂડ' વગેરે હુકમો આપતો. અભ્યાસ દરમિયાન શ્રીમાન લી. ઘણીવાર મને ખુરશી પર ઘૂંટણીએ ચઢી, પાટિયામાં લખવાનું કહેતા. તેકામ અતિ પરિશ્રમ માંગી લે તેવું હતું. એક વખત શ્રીમતી લી.એ મને ખુરશી પર ઘૂંટણીએ ઊભેલો જોયો. મને સાંભળવા મળ્યું કે શ્રીમતી લી.એ શ્રીમાન લી. ને ઠપકો આપેલો. પરંતુ શ્રીમાન લી.એ કહ્યું હતું, ''તે એક સામાન્ય વ્યક્તિ જે કરી શકે છે તેવા બનવાની હું કેળવણી આપું છું. તેને હું નમાલો, કાયર કે પરવશ બનાવવા ઇચ્છતો નથી. તેનામા બીજા વિદ્યાર્થીંઓ કરતા પણ અધિક શકિત પડી નહી હોય તેની કોને ખબર છે?''



Rate this content
Log in

Similar gujarati story from Inspirational