STORYMIRROR

Janakbhai Shah

Others

3  

Janakbhai Shah

Others

ચેંગ-ફુંગ-સી=11

ચેંગ-ફુંગ-સી=11

1 min
14.2K


શાળાનો પ્રથમ દિવસ 11

મેં આ વાત મારા પિતાશ્રીને કહી. મારા પિતાશ્રી મને શાળા એ મોકલવા સંમત થયા. આ સંમતી મેળવી હું રોમાંચિત બન્યો. નિશાળના પ્રથમ દિવસે મેં મારાં પુસ્તકો કપડામાં વીંટાળીને મારી કમર સાથે બાંધ્યા. ભાગ્યે જ કોઈક અવર જવર કરતું હોય તેવો રસ્તો મેં શાળાએ જવા માટે પસંદ કર્યો. કોઈ અપરિચિત વ્યક્તિ આવતી દેખાય તો હું મારી કમર સીધી કરી લેતો અને એ વ્યક્તિ પસાર થઈ જાય પછી જ હું ઘૂંટણીએ ચાલવા લાગતો. મારા બધા મિત્રોમાં શીહ કુન સૌથી વધુ ઉપયોગી મિત્ર હતો. તે ઘણીવાર મારાં પુસ્તકો ઉપાડી લેતો અને રસ્તામાં આવતી અડચણરૂપ ચીજ-વસ્તુઓ દૂર ફેંકી દેતો. ખરાબ ઋતુમાં મારી મા મને ઊંચકી નિશાળે મૂકી જતી. સાઈકલ હોય તો કેવું સારું ! જોકે હું જાણતો હતો કે સાઈકલ ખરીદવાની અમારી હેસિયત નથી જ. આમછતાં એક દિવસ મેં મારા પિતાજીને વાત કરી. ''શું! તારે લંગડાને સાઈકલ ચલાવવી છે !'' મારી કાકી બૂમ પાડી ઊઠ્યાં. બીજા બધા કટાક્ષભર્યું હસ્યાં. પણ મારા પિતાજીએ મને ખાતરી આપી કહ્યું, ''વર્ગમાં તું પ્રથમ નંબર મેળવીશ તો તને હું સાઈકલ અપાવીશ.''


Rate this content
Log in