N.k. Trivedi

Inspirational

5  

N.k. Trivedi

Inspirational

પરિવર્તન

પરિવર્તન

5 mins
1.2K


અજયભાઈ અને રમણભાઈ બંને મિત્રો હતા. એક જ શહેરમાં રહેતા હતા સાથે સાથે પોતાના બાપદાદાના ધંધાને સંભાળી લીધો હતો. બંને મિત્રો વારંવાર ફોન ઉપર વાત કરતા અને પ્રસંગોપાત રૂબરૂ મુલાકાત કરતા. અજયભાઈ સ્વભાવે શાંત અને સરળ હતા રમણભાઈ થોડાક સ્વમાની અને પોતાના સ્વમાન માટે વધારે પડતા આશાવાદી હતા. અજયભાઈને રમણભાઈ સાથે ઘણા વખતથી વાત થઈ નહોતી એટલે ફોન કર્યો કે રમણ આપણે ઘણા વખતથી મળ્યા નથી એટલે આપણે મળી એ, બંને મિત્રોએ નક્કી કર્યું. 

નક્કી થયા પ્રમાણે સાંજે બગીચામાં બંને મિત્ર ભેગા થયા બંને એ ઘણી વાતો કરી જુના સંસ્મરણોને વાગોળ્યા પણ રમણભાઈ જરા ચિંતામાં હોય એવું અજયભાઈને લાગ્યું. "રમણ તું કંઈ ચિંતામાં હોય એવું લાગે છે."

"ના, એવી કોઈ ચિંતા નથી પણ ઘરમાં થોડી ચણભણ ચાલે છે આજના છોકરાઓને હવે આપણી વાત અને સલાહ નકામી લાગે છે જાણે આપણને કાઈ ખબર નથી પડતી. પોતાના વિચાર પ્રમાણે વર્તન કરે છે. બાકી બધું બરોબર છે." 

અજયભાઈને અને રમણભાઈને એક દીકરો અને દીકરી હતા બંને એ દીકરીના અને દીકરાના લગ્ન કરી દીધા હતા બંનેના દીકરાની વહુ સારી અને સંસ્કારી હતી અજયભાઈ તેના કૌટોમ્બિક માહોલમાં સેટ થઈ ગયા હતા પણ રમણભાઈ સેટ થઈ શક્યા નહોતા, તે વિચારતા કે આપણને કોઈ માન નથી આપતું કે નથી સાંભળતું. અજયભાઈ, રમણભાઈના સ્વભાવથી પરિચિત હતા એટલે અજય ભાઈ એ કહ્યું. "રમણ તું થોડા દિવસ મારા ઘરે રહેવા આવ આપણે સાથે રહ્યાને ઘણો સમય થયો, સાથે રહેવાની મઝા આવશે". "હા તારી વાત સાચી છે. હું નક્કી કરીને તને કહીશ.

રમણભાઈએ તેમના પત્નીને વાત કરી, અજય થોડા દિવસ તેના ઘરે રહેવા જવા માટે કહે છે દીકરા, વહુને પણ વાત કરી, તેમને પણ સંમતિ આપી. 

રમણભાઈએ અજયભાઈને ફોનથી જાણ કરી, અજયભાઈએ તેના દીકરા અનીલ અને પુત્રવધુ દીપાને વાત કરી, ઘરનો માહોલ આનંદમય થઈ ગયો.

 રમણભાઈ ,અજયભાઈને ત્યાં રહેવા ગયા અજયભાઈના દીકરા અને વહુ એ રમણભાઈ અને તેમના પત્નીને સારી રીતે આવકારી અને પગે લાગ્યા, અજયભાઈ કહે ,રમણ, સારું કર્યું તે મારી વાત માની, આપણને સાથે રહેવાનો લ્હાવો મળશે.

દીપાએ પૂછ્યું, " કાકા, ચા તમારા માટે કેવી બનાવું, પપ્પા, ઓછી ખાંડની ચા પીવે છે, ડાયાબીટીસ નથી પણ સાવચેતી માટે"."જોયું, રમણ, દીપા મારો કેટલો ખ્યાલ રાખે છે", "હા, બેટા, કાકા માટે પણ એવી જ ચા બનાવજે".

 રમણ ભાઈ વિચારમાં પડી ગયા, 

રીટા, વિજય, (રમણ ભાઈનો દીકરો) ની પત્ની અને રમણ ભાઈની પુત્રવધુ ) એ પણ મહેમાન આવ્યા ત્યારે આમ જ કહ્યું હતું અને મે કહ્યું હતું ,ડાયાબીટીસ નથી તો શું કામ મોળી ચા પીવાની, અને અત્યારથી એવી ચિંતા શું કામ કરવાની !"

 "રમણ, ક્યાં ખોવાઈ ગયો, દીપા ચા નાસ્તો લાવી છે, આપણે તેની મહેનતને ન્યાય આપીએ".

"દીપાએ અજયભાઈને પૂછ્યું, પપ્પા રાત્રે જમવામાં શું બનાવું ?"

 "બેટા, જે બનાવ તે, મને તો તારા હાથની બધી જ રસોઈ ભાવે છે".

"ના, પપ્પા તમને આખા રીંગણાનું ભરેલું શાક બહું ભાવે છે તે બનાવીશ", 

 "કાકા, તમને અને કાકી ને ભાવશે ને ?"

 "જોયું રમણ દીપાને પણ ભાવે છે, પણ મારી દીકરી મારા નામે બનાવશે, હું પણ ખુશ દીપા પણ ખુશ".

રમણભાઈ, અજયભાઈ અને દીપાની વાત સાંભળીને વિચારમાં પડી ગયા. રીટા સાથેની વાત યાદ આવી ગઈ કે રીટા જ્યારે પૂછતી ત્યારે હું સીધા જવાબ નહોતો આપતો. અને કહેતો મને પૂછીને રસોઈ તો તમારી પસંદગીની જ બને છે.

અજયભાઈ, રમણભાઈની વારંવાર વિચારમાં પડી જવાની વાતને નીરખી રહ્યા હતા. અને વિચારતા કે રમણને કંઈક સમજાઈ રહ્યું છે.

રમણભાઈ ઘરમાં બનતા દરેક પ્રસંગને પોતાની રીતે મૂલવી તેમાં રહેલી હકારાત્મક બાબતને પોતાનામાં ઉતારી રહ્યા હતા. અને મનોમન સંઘર્ષ કરતા હતા.

પંદર દિવસનો સમય તો જોતજોતામાં ક્યાં પસાર થઈ ગયો એ ખબર ન પડી. અજયભાઈએ એક વાતની નીંધ લીધી હતી કે રમણને અહીંયા રહેવા બોલાવ્યો એ ફાયદામાં રહેશે.

અજય, અમને આવ્યાને પંદર દિવસ થયા અને એ સમય ક્યાં પસાર થઈ ગયો એ ખબર ન પડી હવે અમે ઘરે જઈએ. વિજય અને રીટા રાહ જોતા હશે. અને તું વચન આપ કે જલ્દી તું મારે ત્યાં રહેવા આવીશ.

અજયભાઈએ રહેવાનો આગ્રહ કર્યો પણ રમણભાઈએ વિજયને ફોન કરી ગાડી મંગાવી લીધી હતી. ભારે હૈયે બંને મિત્ર છુટા પડ્યા, રમણભાઈને લાગ્યું કે તે કંઈક લઈને જાય છે, અજયભાઈને લાગ્યું કે રમણને કઈક આપ્યું.

વિજયએ ગાડી મોકલાવી હતી, ગાડીમાં જવા નીકળ્યા રમણભાઈએ ગાડીને સાડીવાળાની દુકાનને ઊભી રાખવા કહ્યું,

રમણભાઈના પત્ની એ પૂછ્યું "શુ કામ છે ?" "તું અંદર ચાલ અને રીટા માટે સારી મોંઘી સાડી પસંદ કર".

 "પણ રીટાને ગમશે ?".

 "હા ગમશે, માતા, પિતા જે ભેટ આપે એ છોકરાઓને ગમે જ." રીટા માટે સારી મોંઘી સાડી પસંદ કરી અને વિજય માટે સૂટનું કાપડ લીધું, રમણભાઈના પત્ની પણ મનોમન ખુશ હતા.

બાજુમાં મીઠાઈની દુકાન હતી ત્યાંથી રીટાને ભાવતી બંગાળી મીઠાઈ અને વિજયને ભાવતી મિઠાઈ લીધી. ઘરે પહોંચ્યા, વિજય અને રીટા રાહ જોતા હતા, બંને પગે લાગ્યા. અનિલભાઈના સમાચાર પુછ્યા.

"પપ્પા, ચા બનવું કે ઠંડુ આપું ?"

"રીટા બેટા, વિજય એ બધું પછી, પહેલા મારી પાસે બેસો",રીટા એ રમણભાઈના પત્ની( સાસુ ) સામે જોયું, તેમને આંખોથી હા દર્શાવી લે, "બેટા તારા માટે સાડી અમે ખરીદી છે, અને વિજય તારા માટે સૂટનું કાપડ ખરીદ્યું છે, અમારા તરફથી ભેટ".

રીટા, વિજયે એક બીજા સામે જોયું, હકારની સંમતિથી ભેટ લઈ અને ખોલ્યું, બંનેના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો અને ભાવવિભોર થઈ મમ્મી પપ્પાને પગે લાગ્યા, રમણભાઈ અને તેની પત્ની પણ ભાવવિભાર થઈ ગયા, ઘરમાં ખુશી છવાઈ ગઈ.

વિજય અને રીટા કહે, મમ્મી, પપ્પા આપનો ખુબ ખુબ આભાર, અમને બંનેને આપની ભેટ બહુજ ગમી.

રમણભાઈને બહુ ગમ્યું, કે પહેલી વખત ભેટ આપી ને બાળકો એ પસંદ કરી, એ પણ મનોમન બહુજ ખુશ થયા.

રમણભાઈ દરેક બાબતમાં ફેરફાર કરી પોતાની જાતને પરિવર્તિત કરતા ગયા. અને ઘરનો માહોલ બદલાતો ગયો. એક સાંજે રમણભાઈ એમના પત્ની, વિજય અને રીટા દિવાનખંડમાં વાતો કરતાં હતાં.

વિજય એ પૂછ્યું "પપ્પા તમારા પરિવર્તનનું રહસ્ય શું છે ?"

"કઈ નહીં બેટા, હું એમ માનતો હતો કે પરિવર્તન નવી પેઢીમાં થવું જોઈએ, જૂની પેઢી પાસે અનુભવ, સમજણ અને સ્થિરતા હોય પણ હું મારી ધારણામાં ખોટો હતો એ વાત મને અજયને ત્યાં સમજાણી કે નવી પેઢીને પરિવર્તિત કરવા માટે જૂની પેઢીએ પોતાની સમજણ, અનુભવ અને ઠાવકાઈથી નવી પેઢીને દોરવી પડે અને સમયની માંગ પણ ધ્યાનમાં રાખવી પડે. બસ વિચારતો ગયો, પરિણામ આપણી સામે છે".

હા ! પપ્પા તમારી વાત સાચી છે નવી પેઢીએ પણ જૂની પેઢીના આચાર, વિચાર, માન, સ્વમાનને સ્વીકારવા અને અનુસરવા પડે. તો જ બે પેઢી વચ્ચેનો જે જનરેશન ગેપ છે એ ઓછો થાય અને પુરાય.

અજય આવવાનું કહેતો હતો, "ફોન કરું"

"ફોન, ન કરતો હું જાતેજ આવી ગયો છું કુટુંબ સાથે મુદલ અને વ્યાજ સાથે તારા પરિવર્તનને વસૂલવા."

ને દીવાનખંડમાં બધાના મુક્ત હાસ્યથી ગુંજી ઉઠ્યું. પરિવર્તન એ કુદરતનો નિયમ છે અને સર્વ પરિસ્થિતિ પરિવર્તનશીલ છે એ વાત કુદરત પાસેથી આપણે સ્વીકારવી અને શીખવી પડે કારણ કે કુદરત પોતે જ પરિવર્તનશીલ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational