N.k. Trivedi

Fantasy Others

4  

N.k. Trivedi

Fantasy Others

મને નથી ખબર

મને નથી ખબર

4 mins
34


પાતાળ લોકમાં એક આધુનિક નગરી આવેલી હતી. વિજ્ઞાનમાં એ લોકો પૃથ્વીલોક કરતા આગળ હતા. એ લોકો એમ માનતા હતા કે પાતાળમાં અમારી પર કોણ હુમલો કરશે, છતાં સુરક્ષાના પૂરતી વ્યવસ્થા વિજ્ઞાનના આધુનિક શસ્ત્રો કરી હતી.

"મહારાજ, મહારાજ આપણા રાજ્ય પર પૃથ્વી લોકના માણસોએ હુમલો કરી દીધો છે એવું લાગે છે. આપણો કિલ્લો ચારેટરફથી ઘેરાય ગયો છે. રાજાજી, તમે આપણા કિલ્લાનાં છુપા રસ્તેથી બીજા ભાગીને કિલ્લામાં સંતાય જાવ."

"પ્રધાનમંત્રીજી તમે મને ભાગી જવાનું કહો છો. હું કઈ નામર્દ નથી કે એમ ભાગી જાવ. હું એક સાયન્ટિસ્ટ છું. પાતાળમાં આ નગરી મેં ઉભી કરી છે જે બધી રીતે સુરક્ષિત છે."

"પણ મહારાજ એ લોકો પાસે અતિ આધુનિક શસ્ત્રો હશે તો ? તેની સામે આપણા શસ્ત્રો કઈ કામ નહીં લાગે."

"જરા મને કહેવાની કૃપા કરશો કે તેમની પાસે કેવા કેવા હથિયાર છે."

"મહારાજ એ લોકો કોઈ બંધ યંત્રમાં આવ્યા છે. તેને નથી બારી કે નથી બારણા. અંદરથી ખબર નહીં કેવી રીતે આપણી પર હુમલો કરે છે. એક કાળો ગોળો આવે છે અને આપણા કિલ્લા પાસે ફૂટે છે. મહારાજ મને એક વાત ન સમજાણી કે કાળો ગાળો આપણા કિલ્લાની દીવાલ પાસે ફૂટે છે. પાણીની દીવાલમાં ગાબડું પડે છે અને પાછું પાણીથી જ પુરાયને આખી દીવાલ બની જાય છે."

"પ્રધાનમંત્રી તમને હજી ન સમજાયું કે આમ કેમ બને છે ? અરે! એ તો આપણી તાકાત છે. કિલ્લાની દીવાલમાં ગાબડું પડે તો તેનું બંધ યંત્ર કિલ્લામાં પ્રવેશી શકે ને. પ્રધાનમંત્રી આ પ્રવાહી લેતા જાવ અને કિલ્લાનાં પાણીને મારો હુકમ સંભળાવી દ્યો કે કિલ્લાની દીવાલ છે એ કરતા ડબલ જાડી બનાવી નાખે. પછી મને શું થાય છે તેનો રિપોર્ટ આપો."

***

પાણીમાં ડૂબેલી સબમરીનમાં દેકારો બોલાઈ ગયો. "કેપ્ટન સાહેબ આપણા એક પણ યંત્ર કે ઇલેકટ્રોનિક ગેઝેટ્સ કામ નથી કરતા. થોડી વાર પહેલાં એક ગોળો સામે દેખાતી પાણીની દીવાલ પર ફેંક્યા પછી આ સ્થિતિ થઈ છે. પાણીની દીવાલ તો ન તૂટી પણ ગોળો પાણીની દીવાલ પર ભટકાઈને આપણી સબમરીન પર પડ્યો છે. કેટલું નુકશાન થયું એ ખબર નથી. એકપણ અદ્યતન ઉપકરણ કામ કરતું નથી. આ સ્થિતિમાં મેન્યુલ સિસ્ટમ ઓપરેટ કરીને સબમરીનની બહાર નીકળવું જોખમ ભરેલું છે."

સબમરીનના કેપ્ટન દ્વિધામાં પડી ગયા કે આવું કેવી રીતે બને. અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ સબમરીનની સિસ્ટમને રિમોટ સેન્સરથી હેક કરનાર વળી કોણ નીકળ્યું અને તે પણ દરિયાના પેટાળમાં. આ વિચારથી કેપ્ટ નના મનમાં ભય ઉભો થયો. આમ ચર્ચા વિચારણા ચાલતી હતી ત્યાં કોઈએ કહ્યું જુઓ જુઓ આપણી સબમરીન પેલી પાણીની દીવાલ તરફ ખેંચાય છે. બધાંએ ખૂબ પ્રયત્ન કર્યા પણ સબમરીન પાતાળ લોકના કિલ્લામાં કેદ થઈ ગઈ.

***

"તમે અમારી પર કાળા ગોળા ફેકવાનું દુઃસાહસ કર્યું છે એટલે તમને પાતાળ લોકના રાજાએ કેદ કર્યા છે. તમારા કાળા યંત્રના મશીનોને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સથી નકામાં બનાવી દેવામાં આવ્યા છે. એ હવે તમને કામ નહીં આપે. તમે તમારા બંધયંત્રમાંથી બહાર આવો પણ તમારો વોટર સૂટ પહેરીને નીકળજો નહીંતર પાણીથી મરી જશે. અમે તો પાતાળ લોકના વાસી છીએ એટલે અમારે તેની જરૂર નથી."

સબમરીનમાં બધાં વિચારમાં પડી ગયા કે કોઈ દેખાતું નથી. અમે સબમરીનમાંથી બહાર નથી નીકળ્યા તો પછી આ અવાજ આવ્યો ક્યાંથી. ફરી અવાજ સંભળાયો.

"વધુ વિચારવાની જરૂર નથી, બહાર નીકળો."

સબમરીનની બહાર નીકળીને જોયું તો બધાં અચમ્બીત થઈ ગયા. પાતાળ લોકમાં આખું શહેર વસેલું હતું. બધાંને રાજ સભામાં લઈ જવામાં આવ્યા. એક પાણીમાંથી બનાવેલ સિંહાસન પર રાજા બેઠા હતા. તેણે સબમરીનમાંથી બહાર નીકળેલ અને કેદ કરેલ બધી વ્યક્તિ પર નજર ફેરવી પૂછ્યું. "તમે કોણ છો ? અહીંયા શું કામ આવ્યા છો ?"

કેપ્ટને કહ્યું, "મહારાજ અમે પૃથ્વીવાસી છીએ. દરિયાના પેટાળમાં રસ્તો ભૂલી તમારા રાજ્યમાં આવી ગયા છીએ. અમારો કોઈ ખરાબ ઈરાદો નહોતો."

"તમારો પૃથ્વીવાસીનો આજ વાંધો છે. એક તરફ કાળા ગોળા ફેંકો છો અને પાછા કહો છો અમારો ખરાબ ઈરાદો નહોતો. બોલો તમને શું સજા કરું ? મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. અમે રહ્યા પાતાળવાસી અમારી પાસે જળ તત્વ વિપુલ પ્રમાણમાં છે. અમે તેની દેવ તરીકે પૂજા કરીએ છીએ એટલે એ અમારું રક્ષણ કરે છે. તમારી પાસે તો પંચતત્વ છે છતાં તમે અહીં તહીં ભટકો છો. પ્રકૃતિનો બેફામ દુરુપયોગ કરો છો પછી એજ પંચ તત્વને પાતાળ લોક, ભૂલોક અને સ્વર્ગલોકમાં, બ્રહ્માંડમાં શોધતા ફરો છો. શું કામ ? આ પ્રશ્નનો ઉત્તર આપો એટલે તમે છુટા"

કેપ્ટન એકદમ બોલવા લાગ્યો...મને નથી ખબર.....મને નથી ખબર.....મને નથી ખબર."

રાજાએ હુકમ કર્યો "આ કેપ્તનનું બ્રેઇન મેપિંગ કરી અહીંયા આવવાનું કારણ જાણી લો. પૃથ્વીલોકના માણસો પાતાળ માટે શું વિચારે છે એ ખબર પડે. વિજ્ઞાનમાં આપણાથી કોઈ આગળ ન હોવું જોઈએ."

બધાંએ રાજાની વાતમાં હકારમાં માથું નમાવ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy