Kalpesh Patel

Drama Fantasy

5.0  

Kalpesh Patel

Drama Fantasy

અનામ

અનામ

11 mins
2.2K


અસ્વીકરણ (Disclaimer ) :-રજૂ કરેલી વાર્તા/રચનામાં વાસ્તવિક સ્થળ અને તેને લગતા ઈતિહાસને વાપરવાની છૂટ લીધેલી છે. રજૂ કરેલી વાર્તા/રચનામાં આલેખાયેલ, નામો, પાત્રો, વ્યવસાયો ઘટનાઓ, અને ઘટના સ્થળ કે સમય ક્યાં તો લેખકની કલ્પનાશીલતા છે અથવા કેવળ કાલ્પનિક છે, લેખન કાર્ય કેવળ વાંચનાર – વિવેચકના મનોરંજન હેતુ માટે છે અને તે રીતે રચનાની માવજત માટેજ શબ્દો વપરાયેલ છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ કે સ્થળ સાથેની કોઈપણ સામ્યતા સંપૂર્ણ રીતે યોગાનુયોગ છે/ગણવાનો રહેશે. તેમજ પ્રસ્તુત રજૂઆત કોઈ રાજકીય, સામાજિક, ધર્મ કે રિવાજ કે માન્યતાની રજૂઆત / સમર્થન અથવા વિરોધથી પર છે.

--

મ્યુઝિયમની મુલાકાતે જઈ જૂની સંસ્કૃતિ અંગે માહિતગાર થવા માંગતા શોખીનો ઘણા હોય છે. આવા શોખીનોને મ્યુઝિયમમાં કોઈ તકલીફ નથી હોતી અને મ્યુઝિયમ સંચાલકો તરફથી પૂરતું માર્ગદશન અને માહિતી તકલીફ વગર મળતી હોય છે. ધારો કે ત્યાં આવા શોખીન પોતાની અંગત કલ્પનામાં તેની આજુબાજુથી કોઈ અજાણી હલચલ, કે હવામાં તરતી કોઈ વ્યક્તિની પરછાઈ પસાર થઈ જાય તો ? શોખીન તે મુલાકાતીની હાલત શું થાય ? જો કોઈને એમ લાગતું હોય કે આવી મનોભ્રાંતિથી વળી શું થાય ? તો તેમની બહાદુરી ચકાસવા એકવાર સાચેજ આવા કથાબીજની સ્ટોરીની પટકથા સર્જાતી હોય તેવી જગ્યાએ તેમને લઈ જવા પડે..

આજથી લગભગ ૧૧૧ વર્ષ પહેલાં સ્થપાયેલા એક મ્યુઝિયમની વાત છે. હેન્રી સ્ટીફન્સ દ્વાળા સ્થાપિત રોમન શૈલીની આ ભવ્ય ઈમારત આજે પણ સમયની થાપટો ખાઈને ઊભી એથેન્સમાં (હાલના યુરોપ) છે. શ્રીમાન હેન્રી સ્ટીફન્સ,વાસ્તવમાં એક પુરાતનવીદ હતાં, તે અલૌકિક માન્યતાઓ, રહસ્યવાદ, આધ્યાત્મિકતા અને રોમન સંસ્કૃતિના પ્રખર હિમાયતી હતાં. તે અવગતે ગયેલા જીવોની વાર્તાઓ અને વસ્તુઓ સાથે સંકળાયેલા હતાં. રોમના જૂના મહેલોમાં થતા અચંબા પમાડે તેવા હલનચલન જેવામાં વિશ્વાસ રાખતા હતાં. વાસ્તવમાં "રોમન સંસ્કૃતિ" એ યુરોપના સિવિલાઈઝેશનનો પાયો છે. ઈશુના જન્મના લગભગ સાતસો વરસ પહેલા સ્થાપયેલ તે માનવ જીવનની અજોડ સાંસ્કૃતિક હતી. આ સમય દરમ્યાન રચાયેલા ગ્રંથો અને સાહિત્ય દ્વાળા આમ માનવ સમુદાયથી વિસરયેલી અલૌકિક-પ્રકૃતિ અને પ્રાચીન જગતની સમજ આપી હતી. ઉપરાંત શ્રીમાન હેન્રી સ્ટીફન્સ પેરાનોર્મલ પ્રવૃત્તિના ઊંડા જાણકાર અને તેમાં દ્રઢ પણે વિશ્વાસ ધરાવતા હોવાથી, તેઓએ સ્થાપેલ મ્યુઝિયમનું નામ " રોમન મ્યુઝિયમ" રાખેલું હતું.

એથેન્સ શહેરના જગ પ્રખ્યાત રોઝ ગાર્ડનની પાસે આવેલા મ્યુઝિયમની ઈમારત ખૂબ જાણીતી છે. સિટી એવેન્યૂ સ્થિત, આવેલી ઈમારત આમ તો બની હતી ૧૮૯૮ માં, જેનો ઉપયોગ ૧૯૧૦માં શરૂ થયો હતો. હેન્રી સ્ટીફન્સ દ્વાળા એકઠી કરેલી રોમન સંસ્કૃતિના અતિ પ્રાચીન સંભારણા અહીં એકઠા કર્યા ત્યારે શ્રીમાન હેન્રી સ્ટીફન્સને સ્વપ્ન સાકર થયું લાગ્યું હતું. આવનારી પેઢીમાં સંસ્કૃતિનો વારસો ધબક્તો રહે તે હેતુથી શ્રીમાન હેન્રી સ્ટીફનનું જ્યારે મૃત્યુ થયું ત્યારે તેમણે વસિયતદ્વાળા તેમના તમામ પૈસા આ મ્યુઝિયમને દાનમાં આપી દીધા હતાં. આ ઈમારત ૧૧૧ વર્ષપૂરા કરવા જઈ રહી છે. ત્યારે શાળાના વિદ્યાર્થીઓ માટે એન્ટ્રી ફી મફતમાં હોવાથી શાળાઓનો મ્યુઝિયમની મુલાકાત માટે ધસારો હતો.

મ્યુઝિયમના ટાવરે ત્રણના ડંકા વગાડ્યા હતાં અને ત્યાં,વેનગાર્ડ પબ્લિક સ્કૂલના પ્રવાસી વિદ્યાર્થીઓના ચોવીસ ભૂલકાઓને લઈ સ્કૂલ બસે મ્યુઝિયમના સંકૂલમાં પ્રવેશ કર્યો. પંચાવન વરસની પ્રવાસ સંચાલિકા, માદામ 'મારિયા' ખૂબ બેચેની અનુભવતા હતાં, રસ્તામાં નડેલા ટ્રાફિકને લીધે અહીં પહોચવામાં એક કલાક મોડા હતાં. મ્યુઝિયમમાં છેલ્લી એન્ટ્રી સ્લોટ બપોરે ત્રણનો હતો, જે વીતી ચૂકેલ હતો. તેમણે બસના ડ્રાઈવર જોહનને,વિદ્યાર્થીઓને બે ગ્રૂપમાં વહેચી તૈયાર રહેવાનુ કહી, સીધા "રોમન મ્યુઝિયમ"ના રિસેસ્પ્સન કાઉન્ટર પાસે એન્ટ્રી ગ્રાન્ટ કરાવવા પહોચ્યા. મ્યુઝિયમના રેકટર 'જુલિયા'ના મેડમે એક નજર "વેનગાર્ડ પબ્લિક સ્કૂલ"ના લાયબેરિયન માદામ "મારિયા થોમસન"ના પહેચાન પત્ર ( Identity card ) નાંખી, તેઓએ જાણ્યું કે 'મારિયા' પુરાતન શાસ્ત્રના વિશારદ હતાં, તે જોતા રેકટરે તરતજ મ્યુઝિયમના વોલીએંટર લીડરને બોલવ્યો અને ગાઈડ સ્ટાફને અડધો કલાક વધારે રોકવવાનું સુનિશ્ચિત કરીને, 'મારિયા' માદામને બાળકો બોલાવવા કહ્યું. માદામ 'મારિયા'એ 'જુલિયાના' મેડમનો આભાર માની તેમનું વિઝિટિંગ કાર્ડ લઈ, કોઈવાર તેમની સ્કૂલના મહેમાન બનવા આમંત્રણ પાઠવ્યું. અને 'જોહન'ને વિદ્યાર્થીઓના સમૂહને જલ્દીથી મ્યુઝિયમ આવવા તાકીદ કરી.

આખાય યુરોપના અન્ય મ્યુઝિયમની સરખામણીમાં એથેન્સના આ મ્યુઝિયમમાં રોમ સંસ્કૃતિની ઉત્કૃષ્ઠ કૃતિઓ હતી, માટે 'વેનગાર્ડ પબ્લિક સ્કૂલ' સંચાલક મંડળે બાળકો માટે અહી મ્યુઝિયમ વોકનું આયોજન કર્યું હતું. મોડા પડવા છતાંય મંજૂરી મળતા 'વેનગાર્ડ સ્કૂલના' વિદ્યાર્થીઓ રોમાંચિત હતાં. વેનગાર્ડ પબ્લિક સ્કૂલના, લાયબ્રેરીયન માદામ 'મારિયા',પોતે રોમન સંસ્કૃતિના અભ્યાસી, ઉપરાંત એક સારા વક્તા હતાં. તેમણે રેકટર પાસેથી એક્ઝિબિટ અંગેની માહિતી પુસ્તિકા લઈ, મનોમન મ્યુઝિયમ વોક માટે રૂપરેખા ઘડી. બાર વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવા બસના ડ્રાઈવર 'જોહન'ને કીધું અને બાકીના બાર બાળકો ઉપર પોતે નજર રાખી,માદામ 'મરિયા'એ આ વરસની મ્યુઝિયમની મુલાકાત માટે જુદો માર્ગ પકડ્યો હતો. "મ્યુઝિયમમાં ભોંયરામાં, રોમન રાજા અને ઉમરવોએ પહેરેલા વસ્ત્રો, રિવાજો તેમજ જૂના દુર્લભ પઈંટિંગ્સ અને તેને લગતી માહિતી દર્શાવતા ખંડો હતાં. પહેલે માળે રોમના લોકોએ વાપરેલ વાસણો, ઘરેણાં કપડાં જેવી વસ્તુઓ સચવયેલી હતી, અને બીજે માળે રોમન સંસ્કૃતિનો માનવ જીવનના વિકાસમાં આપેલો ફાળાના મહત્વ દર્શાવવાના ભાગ રૂપે,તેઓને વાપરેલ કપડાં પહેરવેશના અવશેષ, વાસણો, આયુધો, રસાયણો. અને તત્કાલિન સમયની ચિકિસ્તા પધ્ધતિ, તથા ભોજ પત્ર ઉપર રચાયેલું સાહિત્ય અને કળાના નમૂના અંગેની વિગતો માટેનો વિભાગ હતો. આમ મુલાકાત રોચક બને તે હેતુથી, બીજે માળથી તેઓએ વોક ચાલુ કરાવી.

સામાન્ય રીતે આવા પ્રવાસોમાં,ઈતર પ્રવુત્તિના ગુણ મેળવવાની આશાએ સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લેવા પૂરતા આવતા હોય છે. પરંતુ આજે વાત અલગ હતી, માનવ જીવનની અતિ પ્રાચીન માનવ સંસ્કૃતિમાંની એક એવી રોમન સંસ્કૃતિના અવશેષોને નજીકથી નિરખવા મળવાનાં હતાં. મારિયા માદામની વર્ણન શક્તિ કહો કે તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ, મ્યુઝિયમના અન્ય મુલાકાતીઓ પણ હવે તેમની વોક સાથે જોડાઈ ગયા હતાં. સ્કૂલના આ ચોવીસ વિદ્યાર્થીઓ સાથે બીજા મૂલાકાતીઓનો 'જમેલો' નીચે ભોંયરામાં રજાઓ અને રોમના ઉમરવોના જીવન અને રિવાજો અંગેની માહિતી અને તેના દુર્લભ પેંટિંગ્સ દર્શાવતા ખંડોમાં આવ્યો ત્યારે સવા ચાર વાગવા આવેલા,'મારિયા' માદામની કુનેહથી મોડી વોક ચાલુ કર્યા છતાં મ્યુઝિયમ નિયત સમય પ્રમાણે બંધ કરી શકાશે તેવા અંદાજે અને મ્યુઝિયમના રેકટર 'જુલિયના' અને રેગ્યુલર ગાઈડ અને વોલીએંટર સમૂહને રાહત હતી.

સૂર્ય પ્રકાશથી બચાવીને મ્યુઝિયમમાં ભોંયરામાં બેહદ અલભ્ય અને પ્રાચીન રોમના અવશેષો અને ચિત્રો સચવાયેલા પડેલા હતાં, અહીં હવે વોક એક એવા તબક્કે આવી હતી કે જ્યાં સૌ ની કુતૂહલતા અંતિમ ચરણમાં હતી. અહીં ત્રણ હજાર વરસ પહેલાની રોમન -જીવન શૈલીને રી-ક્રિએટ કરી ભીંત ચિત્રો દ્વાળા રજૂ કરાતા હોઈ, કુમળા બાલ માણસ ઉપર તેઓની ઊર્મિઓને અનુસાર ઉત્સુકતા છલકાતી હતી. માદામ 'મારિયા' પણ ચિત્રોનું શાબ્દિક વિવરણથી તેમના પ્રશ્નોનું સમાધાન કરતા હતાં. આખાય ગ્રૂપમાં સાતમા ધોરણમાં ભણતી 'કેથેરીન' નામની છોકરી ખુબજ ચાલાક હતી, અને દરેક મહત્વની નોંધ 'મારિયા' માદામને પૂછી, ટપકાવતી જતી હતી.

વાતાવરણની વિષમતાની વિપરીત અસરોને નાથવા  અંડર-ગ્રાઉન્ડ હોલમાં એર કન્ડિશન તેની ચરમ સીમાએ ચાલતું હતું અને,અહીં એક ઉમરાવના અંગ રક્ષકે પહેરેલા બખતરને જોઈ, 'કેથેરીન'ને તે મિશ્ર ધાતુના બખ્તરનો સ્કેચ દોરવાની લાલચ થઈ આવી અને 'કેથેરીન'ને હેતુપૂર્વક તેની ચાલ ધીમી કરી અને ખૂણે રોકાઈ ડ્રોઈંગ બૂકમાં પેન્સિલ સ્કેચ દોરતી હતી. તેને ખ્યાલ ના રહ્યો કે તેનું ગ્રૂપ અને મ્યુઝિયમનો આખોય સ્ટાફ મ્યુઝિયમ બંધ કરી રવાના થઈ ગયો હતો. હોલની નીરવ શાંતિમાં હવે મુલાકાતીઓના અભાવે એર કન્ડિશનની અસર વધારે વર્તાતી હતી. સ્કેચ દોરવામાં વ્યસ્ત કેથેરીને ઠંડીનું લખલખું અનુભવ્યું. 'કેથેરીને' એક નજર હૉલમાં નાંખી, તેને કઈ ખોટું થયેલાની દહેશત થઈ, અને કપાળે પરસેવો નીતરી આવ્યો. હોલની ચારેબાજુના ભીત ચિત્રો, પહેલા જે કળાના પ્રતિક લાગતા હતાં, તે જીવંત બની તેની સાથે વાર્તાલાપની છેટા કરતાં હોય તેવો આભાસ થતો હતો. પ્રાચીન 'વસ્તુઓના ખડકલા વચ્ચે ઊભેલી કેથેરીનને રોમાંચ થતો હતો. તેણે બેક-પેક ઉઠાવી અને હોલની બહાર જવા દોડી, પણ દરવાજા ડિજિટલ-લોક હોવાથી બંધ હતાં, તેને પોતાની લાલચ અને મૂર્ખામી ઉપર ગુસ્સો આવતો હતો. પણ તે શું કરે ? તે અત્યારે મ્યુઝિયમના ભોંયરામાં કેદ થઈ ચૂકી હતી. વધુ કઈ વિચારે તે પહેલા અત્યાર સુધી ચાલતી લાઈટો હવે બંધ થઈ હતી. છૂટી છવાઈ મોશન લાઈટ લબક-જબક થતી રહેતી હતી. રેડિયમ રંગોવાળા ભીંત ચિત્રો હવે ચમકારા મારી,આખાય હોલમાં ઉમરવો અને તેમના સૈનિકોની ટોળી દ્વાળા થતી જીવંત ચહલ પહલની અસર ઉપવવતા હતાં.

'કેથેરીન' હવે બહાર નીકળવા માટે હોલમાં એક છેડેથી બીજા છેડે, ભાગ દોડ કરતી હતી. કેથેરીન'ને કોઈ ઈમરજન્સી કોલ બેલ જડતો ન હતો ! તેનો ભય હવે તેના મગજ ઉપર હાવી થયેલો હોવાથી. "SOS"ના ટેલિફોન, તેની નજરે ના પડ્યા, ત્યાં એકાએક કડાકા સાથે એક કાચની પેટી તૂટી અને તેમાથી લાકડાના સ્ટેન્ડ ઉપર રાખેલું એક રોમન અંગ રક્ષકનું બખ્તર જીવંત થતું જોયું. કેથેરીનને તે સમયે " જિમ કેરે'નું કોમેડી મૂવી, "ધ માસ્ક" યાદ આવી ગયું. જેમાં એક જૂનો લાકડાનો માસ્ક, ફિલ્મના એક્ટર જિમએ અજાણતા પહેરતા તે સુપર પાવર બન્યો હોય છે તે યાદ પણ આવ્યું. 'કેથેરીન' મજબૂત મનોબળ ધરાવતી હતી પણ, અત્યારે આમ રોમન ઉમરાવના સંરક્ષકના બખતરમાં કોઈ હલન ચલન ભાળી, અને તેના બાળ માનસમાં " ધ માસ્ક " ફિલ્મનો એક્ટર 'જિમ કેરે' છવાયેલો હતો, તેની અસરમાં અને વિચારોમાં જકડાયેલી હોવાથી, આખરે તે હૈયે હામ રાખી, કોઈ 'જિમ કેરે' જેવુ એડવેન્ચર કરવા તેણે ઉત્સાહમાં તૂટેલી કાચની પેટીમાં રાખેલા બખ્તરમાં પ્રવેશ કર્યો. ત્યાતો એકા-એક આખો હૉલ કોઈ તીવ્ર પ્રકાશના પૂંજથી ઝળહળી ઉઠ્યો, હવે ફટાફટ બધા ભીત ચિતરાઓ જીવંત થઈ હાથ પગ હલાવી પેંટિંગની બહાર નીકળવા મથતા હતાં, પણ તેઓથી બહાર નીકળાતું નહતું. 'કેથેરીન'ની આંખ હવે તે પ્રકાશથી ટેવાતાં, તેણે જોયું, તો એક ઉમરાવના  ભીત ચિત્રમાં રહેલ એક લાલ કોટ અને તાજ પહેરેલો કાળી દાઢીવાળો ઉમરાવ ઝડપભેર ચિત્રમાંથી તેના બે સૈનિકો સાથે બાહર ધસી આવતો હતો. અને બાહર આવી હાથ ફેલાવી, 'કેથેરીન'ને તેની પાસે આવવા ઈશારો કરતો હતો.

'કેથેરીન'ના મગજમાંથી હવે 'જિમ કેરે'નો પ્રભાવ ઉતારી ગયો, તેના વધેલા શ્વાસો-શ્વાસ અને નાડીના ધબકારા સાથે કોઈ અજાણ્યા સુંદર ડુંગર પરના મહેલમાં ઉમરાવ પાછળ ખેચાઈને જતી હોય તેમ તેને લાગ્યું.....ડુંગર ઉપર પહોચતા, કોઈ પગથિયાં ધરાવતી વાવના ( તળાવ ) દ્વારે હતી. .. કેથેરીન હવે રીતસરની થાકીને હાંફતી હતી, જાણે છેક મ્યુઝિયમથી અહીં સુધી પોતે ખુદ ચાલી આવી હોય ! તેનું શરીર હવે સાથ નહોતું આપતું. .તેણે બંધ થતી આંખે જોયું તો, તે લાલ દાઢીવાળો ઉમરાવ હસીને હજુ પણ તેને વાવમાં આવી સ્નાન કરવા ઈંજન આપી રહ્યો હતો ... પણ હવે 'કેથેરીન' લાચાર હતી. ..તે આખરે "ધ માસ્ક" ચલચિત્રની અક્લ્પ્ય સાહસિક અને રમૂજી ફિલ્મી વાર્તાના તેના માનસ પટલ ઉપર દોડી રહેલ અજબ-ગજબ દ્રશ્યો વચ્ચે માર્ગમાં બેભાન બની ઢળી પડી.

હવે આબાજુ 'વેનગાર્ડ પબ્લિક સ્કૂલ'ના પ્રવાસી વિદ્યાર્થીઓના બંને ગ્રૂપ પાર્કિંગ પ્લોટમાં પહોચ્યા, અને ડ્રાઈવર 'જોહને' બધા વિદ્યાર્થીઓને ફૂડ પેકેટ આપ્યા ત્યારે જોયું તો તેના ગ્રૂપમાં 'કેથેરીન' નહતી. તેણે ઉચાટ જીવે માદામ મારીયાને તે અંગે જણાવ્યુ. મારિયાને યાદ આવ્યું, 'કેથેરીને'તો ભોયરામાં તેમને ઘણા પ્રશ્નો પૂછ્યા હતાં, મતલબ જો 'કેથેરીન' મ્યુઝિયમમાં હોય તે ભોયરામાંજ હશે. સમયની અગત્યતા વિચારી એક કરડી નજર દ્વાળા 'જોહન'ને તેની બેદરકારી બદલ ઠપકો આપ્યો. તરતજ માદામ 'મારિયા'એ મ્યુઝિયમના રેકટર 'જુલિયાના'ને ફોન કરી, દહેશત જણાવી કે તેમની એક વિધાર્થીની મ્યુઝિયમમાં રહી ગઈ લાગે છે. 'જુલિયાના' મેડમે જણાવ્યુ કે, "ચિંતા ના કરો, હું આવું છું, પણ મે એક્સપ્રેસ હાઈવે ઉપર એન્ટ્રી લઈ લીધી છે, અને પહેલી એક્ઝિટ ત્રીસ માઈલ પછી આવે તેમ છે", મને આવતા આવતા કલાક થશે". "તમે બીજા વિદ્યાર્થીઓને કેન્ટીનમાં બેસાડો". "હું વોચમેનને ફોન કરુ છું. તે તમને કેન્ટીન ખોલી આપશે".

લગભગ પચાસ મિનિટમાં 'જુલિયા'ના મેડમ આવ્યા ત્યારે વોચમેન મ્યુઝિયમનું ફિજીકલ લોક ખોલી 'મારિયા' મેડમ સાથે મ્યુઝિયમના દરવાજે ઊભો હતો. 'જુલિયાના' મેડમે ગાડીમાંથી ઉતરી, ફિંગર પ્રિન્ટ અસેસથી ડિજિટલ-લોક ખોલ્યું. અને જળહળતી મ્યુઝિયમની લાઈટો વચ્ચે ત્રણેય નીચે ભોયરામાં ગયા, તેઓએ જોયું કે 'કેથેરીન' દરવાજા પાસે બેભાન પડેલી હતી. મારિયા માદામ તેની પાસે દોડી ગયા, અને જોયું તો કે'થેરીન'નું બદન સખત તાવથી ધખતું હતું. 'કેથેરીન'ને આવી નાજુક હાલતમાં જોતાં, 'જુલિયા'ના મેડમનું હૃદય દ્રવી,ગયું, અને બોલી ઉઠ્યા "ઈટ્સ ટેરિબલ". તરત તેઓએ ૯૧૧ નંબર લગાવી હેલ્થ સેન્ટરની એમ્યુલન્સ બોલાવી. માદામ 'મારિયા'એ 'જોહન'ને બાળકોને લઈ પરત જવા આદેશ આપ્યો. અને તેઓ 'કેથેરીન'ને લઈ હોસ્પિટલ ગયા. અને 'કેથેરીન'ના ગારડિયનને સૂચિત કર્યા.

હોસ્પિટલમાં તાકીદની સારવારથી હવે 'કેથેરીન'નો તાવ નોર્મલ થઈ ગયો હતો, અને હાર્ટ બીટ અને બીજી દૈહિક ક્રિયાઓ સામાન્ય હતી, પરંતુ હજુ 'કેથેરીન' ભાનમાં આવી નહતી. આખી રાતના વિવિધ ઉપચાર પછી સવારે પણ તેની સ્થિતિમાં કોઈ ફરક નહતો. સવારે માદામ 'મારિયા'એ 'કેથેરીન'ના પેરેન્ટ્સને ફ્રેશ થઈ આવવા કહ્યું, અને તેઓના આવ્યા પછી જ્યારે પોતે ફ્રેશ થઈ આવ્યા ત્યારે, હોસ્પિટલની શિફ્ટ બદલાયેલ હતી. અને સવારની શિફ્ટની રૂટિન મેટ્રને આવીને રિપોર્ટ જોઈ તેઓએ 'મારિયા' માદામ અને 'કેથેરીન'ના પેરેન્ટ્સને કહ્યું, મારા અનુભવને આધારે કહું તો તમારી દીકરીનો કેસ હવે મેડિકલ કેસ નથી રહ્યો, હવે આ સાઈકોલોજીનો કેસ હોય તેમ મને લાગે છે. અને જો તમે તેની પાસે લઈ જશો તો, આ છોકરીની રિકવરી તરત જોવા મળી શકે તેમ છે. જો તમને મારામાં વિશ્વાસ હોય તો મારી મિત્ર મિસિસ 'ગ્રેમી' અહી ડાઉન ટાઉનમાં આવેલા 'એપલ વૂડ ચર્ચ'માં રહે છે. તેઓ એક વિખ્યાત 'સાઈકોલોજીસ્ટ' છે અને તેઓ સેવાભાવથી આવા પીડિતોની સહાય કરે છે. તેને ત્યાં આ છોકરીને લઈ જાવ. અને મારૂ નામ આપશો, તે ખૂબ માયાળું છે અને 'કેથેરીન'ને જરૂર એટેંડ કરશે.

'મારિયા' માદામ અને 'કેથેરીન'ના પેરેન્ટ્સ, બેભાન 'કેથેરીન'ને હોસ્પિટલથી લઈ, "એપલ વૂડ ચર્ચ"માં આવ્યા ત્યારે મિસિસ 'ગ્રેમી' સવારની પ્રાર્થના પછી ચર્ચના ગાર્ડનમાં બેઠા હતાં. અને આ લોકોને જોતાં, તેઓએ તરતજ 'કેથેરીન'ને પોતાનાં કોટેજમાં લઈ ગયા. 'કેથેરીન'ને "ટ્રાન્સ"માં લીધી. અને 'હિપ્નોટાઈઝ્ડ' કરી 'કેથેરીન'ના અંતર-મનની વિગતો લીધી. અને તેના સૃશ્રુત બાળમાનસ ઉપર સૂચનો આપી બિન જરૂરી વાતો ભૂલવાઈ નાંખી. આમ ટૂંકી આપણ અસરકારક સારવાર પછી, કેથેરીનને ઘેર લઈ જવા કહ્યું.

તે દિવસે, સાંજે કેથેરીન તેના ઘેર હવે નોર્મલ હતી,તેને મગજમાં "ધ માસ્ક" ફિલ્મ, કે તેના એકટરે 'જિમ કેરે'એ દાખવેલ રમૂજી અને સાહસિક કરતૂતો કે મ્યુઝિયમમાં તેના કેદ થવાની ઘટનાની કોઈ સ્મૃતિ પણ નહતી, અને આરામથી બીક વગર આનંદથી રમતી હતી. જાણે કશુજ બન્યું ન હોય.

બીજે દિવસે જ્યારે 'મારિયા' માદામ અને 'કેથેરીન'ના પેરેન્ટ્સ મિસિસ 'ગ્રેમી'ને મળવા ગયા ત્યારે 'ગ્રેમી'એ તેમનું મંતવ્ય અને રિસર્ચ અંગેની ઝીણવટભરી માહિતી આપતા જણાવ્યુ કે, વાસ્તવમાં 'કેથેરીન'ના મગજમાં "ધ માસ્ક " કોમેડી ફિલ્મના રોમાંચ ભરેલા દ્રશ્યો અને તેના એક્ટર 'જિમ કેરે'નાં સબળ અભિનયની અસર હતી. ઉપરાંત મ્યુઝિયમમાં તેણે ફ્રેંસિસ નામના એક ઉમરાવ અને તેના રક્ષકના બાવલાને જોયા હતાં અને તેનો ઈતિહાસ વાંચેલો હતો. આ ઉમરાવ ખૂબ ભલો હતો, મ્યુઝિયમની વિગત મુજબ ફ્રેંસિસ રોમમાં રહેતા અને તેને ત્યાં 'એડમ' નામની છોકરી ચિત્રકારનું કામ કરતી હતી. એક દિવસ આ છોકરીની માં બીમાર હતી એટલે ફ્રેંસિસને ત્યાં 'એડમ' ન જઈ શકી, તેથી ઉમરાવના રક્ષકોએ જબરજસ્તીથી 'એડમ'ને 'ઉમરાવનું અધૂરું ચિત્ર પૂરું કરાવવા તેડી ગયા, અને તે દિવસે બિચારી 'એડમ'ની વહાલસોઈ માતાનું ટૂંકી માંદગીમાં અવસાન થઈ ગયું. અને 'એડમે ' આકસ્મિત મોતથી ગુમાવેલ દીકરીનો વિરહ જીરવી ન શકતા 'ફ્રેંસિસ 'ના મહેલમાં આવેલી વાવમાં ( તળાવ) પડી આપઘાત કરેલો. આ બીનાથી દુ:ખી થયેલા ઉમરાવે પોતે પણ જીવન ટૂંકાવી દીધું હતું. આપણી 'કેથેરીન'ને મ્યુઝિયમની મુલાકાત વખતે તેણે એડન દ્વાળા દોરાયેલ લાલ ડેસ અને તેના બે અંગ રક્ષક સાથેનો ફ્રાંસિસ સ્કેચ જોયો હતો, ' 'કેથેરીન' ધ માસ્ક ફિલ્મની આભા હેઠળ,જ્યારે તે બખ્તરમાં લપઈ ત્યારે તેના સૃશ્રુપ્ત મગજમાં પડેલી તેણે જોયેલી બધી વાતો જીવંત થઈ હતી.

તે પછીના વીકએન્ડમાં 'કેથેરીન'ના માતા પિતાએ તેઓને ત્યાં એક પાર્ટીનું આયોજન કર્યું હતો તેમાં "વેનગાર્ડ પબ્લિક સ્કૂલ'ના પ્રવાસી વિદ્યાર્થીઓ, તેમજ " રોમન મ્યુઝિયમ"ના રેકટર 'જુલિયાના' માદામ, સિટી હોસ્પિટલના 'મેટ્રન', મિસિસ 'ગ્રેમી' પણ આવ્યા હતાં અને બધાએ ખૂબ આનંદ કર્યો.

પાર્ટી પતી ત્યારે માદામ 'મારિયા'એ, 'કેથેરીન'ની ક્રાફ્ટ બૂક " રોમન મ્યુઝિયમ"ના રેકટર 'જુલિયાના' માદામને સુપ્રત કરી હતી જેમાં અસલ સોના રૂપાની શાહી અને મન મોહક કુદરતી રંગોથી દોરાયેલા અમુલ્ય ચિત્રો સુપરત કર્યા. આ ચિત્રો 'કેથેરીન'ની બેક-પેકમાંથી મળેલા, હતાં. 'સાઈકોલોજીસ્ટ' મિસિજ 'ગ્રેમી'ના સંશોધન અનુસાર 'કેથેરીનના'સબ કોનસિયસ માઈન્ડની અસરમાં તે અલભ્ય ચિત્રની રચના કેથેરીને કરેલી હતી. આ કદાચ પ્રથમ એવી બેનમૂન રચનાઓ હતી, જેમાં રચનાકાર પોતાની રચનાથી અજાણ હતો. 'કેથેરીન' દ્વારા અપાયેલા તે ચિત્રો મ્યુઝિયમ માટે "અનામ" ભેટ હતી.

શબ્દ સૂચિ :- અનામ- અવર્ણનીય

-- નિવિદા -વિદિત થાય કે,

"સુષુપ્ત મનના તરંગો " આ વિષય પર ઉપરોક્ત વાર્તા લખતાં કે વાંચતાં કોઈવાર "આભાસી ભય" ની હયાતી વિષેના કથા બીજ ઉપર સવાલ થાય ". … કારણ કે આ વિષય જ એવો અછૂતો રહેલ છે કે નામ સાંભળતાં જ ભલભલાને શંકા કુશંકા થાય …. પરંતુ આપણાં જાગ્રત મન કરતાં સુષુપ્ત મનની શાંતિ અગાથ અને અનંત છે.

આમ આજ વિષય ઉપટ હોલિવૂડમાં સુપર હિટ ફિલ્મ "ધ માસ્ક" બનેલી, જેમાં સ્ટેનલી ઈપકિસ નામના એક બીકણ બેંક કારકુન (જિમ કેરે) ની આસ પાસ ફરતી વાર્તા છે. દુર્ભાગ્યે સ્ટેનલી ઈપકિસ, ખૂબ નમ્ર હોય છે. તે કોઈનો મુકાબલો કરવા માટે અસમર્થ છે. ગરીબીના તેના સૌથી ખરાબ દિવસો પછી, તે દરિયાકિનારે ફરતો હોય છે ત્યારે તેણે એક માસ્ક મળે છે. આ માસ્કના બુરા પ્રભાવથી જ્યારે સ્ટેનલી ઈપકિસ તેણે પોતાન ચહેરા ઉપર મૂકે ત્યારે તેનાં ખોટાપ્રભાવથી સ્ટેનલી ઈપકિસ જંગલી માણસ બની જાય છે. અંતમાં ઈપ્કિસના દ્વાળા તેના સમયનો મોટો ગુનાખોર ડોરિયન ટાયરલ (પીટર ગ્રીન) ની પરોક્ષ રીતે હત્યા થાય છે. "કુદરતદત્ત" અસ્ક્યામતોનું, "માત્ર" અને "માત્ર" નિમમિત બની અને સ્ટેનલી ઈપકિસ આખરે માસ્ક દરિયાને હવાલે કરી ડે છે. પરંતુ આટલા સમયનાં માસ્કના સહવાસ પછી સ્ટેનલી ઈપકિસ,તેના અજાગૃત મનને જગાડી, હવે તે આખરે ભયમુક્ત અને સુખ ચેનની જિંદગી વિતાવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama