Kalpesh Patel

Drama

4.9  

Kalpesh Patel

Drama

જીવન સાધના

જીવન સાધના

3 mins
239


વિજય નગરમાં પરોઢ થાય તે પહેલા ભૂંગળો ફૂંકાઈ, શરણાઈના સૂર વહેતા થયા ! આવું કેમ ન થાય ? રાજરાણી ગુણસુંદરીની કોખે વિજયનગરના રાજા સુરસેનને ત્યાં બાર બાર વરસના વહાણાં પર્યંત આજે વારસદારનો જ્ન્મ થયો હતો. સમગ્ર રાજયમાં ખુશીનું વાતાવરણ હતું. રાજગુરુએ સાતમે દિવસે તેની કુંડળી માંડી. એનું નામ રાજગુરુએ શ્રોણ પાડ્યું. રાજા સુરસેં ધાર્મિક વૃતિ ધર્વતો રાજા હતો, આમ તેના કુળમાં જન્મેલો રાજકુમાર હતો. નાનપણથી જ નિતાન્ત સુખમાં ઉછરી રહેલ હોવાથી તેના જીવનમાં માત્ર આનંદ-પ્રમોદ સિવાય બીજા કોઈ કામને સ્થાન ન હતું.

પાંચમા વરસે તેને જનોઈ સંસ્કાર રાજગુરુએ કરાવ્યા, ત્યારે તેનું ભાઈશય રાજાના આગ્રહથી જોયું, અને તેઓ ગહન વિચારમાં ગરકાવ થઈ ગયા. આમ રાજગુરુને મૂંઝાયેલા જોઈ રાજાએ તેમની વ્યગ્રતાનું કારણ પૂછ્યું. રાજગુરુએ કહ્યું, રાજ કુંવરના ગ્રહો ઉચ્ચ કોટિના છે અને તે તમારા કુળને જ નહીં, પરતું સમગ્ર વિજય નગરના લોકનું કલ્યાણ કરશે. પહ તેને બનેટયા સૂધું સંત મહાત્માઓથી દૂર રાખજો નહિતો તે વૈરાગી બાજી જશે.

રાજગુરૂના સૂચન પ્રમાણે, રાજાએ રાજકુંવરને રાજ મહેલમાજ તેના અભ્યાસ અને અસ્ત્ર- શસ્ત્રની ઉચ્ચ તાલીમ મળે તે અંગે તજવીજ કરી. રાજકુવાર સોળ વરસનો થયો ત્યારે તે સર્વ શાસ્ત્ર અને કળામાં નિપુણ બની ગયો હતો. સત્તરમાં વર્ષે રાજા સુરસેને તેને રાજ પાટ સોંપી પોતે વન પ્રસ્થાશ્રમ પ્રયાણ અંગે વિચર્યું. અને રાજગુરુને તે અંગે સૂચિત કર્યા અને ભિક્ષુક બની પોતે રાણી સાથે વનમાં તપ કરવા ચાલી નીકળ્યા.

આજે રાજકુવર શ્રોણનો યુવરાજ પદથી રાજ્ય ભાર માટેનો રાજ્યાભિષેકનો સામારંભ પત્યા પછી સંગીતનો જલસો ચાલતો હતો તેમાં દેશ વિદેશથી આવેલા સંત મહાત્મા ઓના આશીર્વચન સાંભળવાની તક મળી. તેમનાં સારગર્ભિત વચનો સાંભળીને શ્રોણ ખૂબ પ્રભાવિત થયો. અને તેણે આ લૌકીક માયા છોડી, પોતાના માં તથા પિતાની માફક ભિક્ષુ બનવાનો નિર્ણય કર્યો. તેજ ક્ષણે તેના જીવનમાં પરિવર્તન આવ્યું.

રાજા હોવા છતાં એક કાળનો વિલાસી શ્રોણ આજનો ઉપવાસી શ્રોણ બની ગયો. તેણે અન્ન-પાણી લેવાનું બંધ કરી દીધું. રાજ- કારભાર રાજગુરુને હવાલે કરી અને રાજમહેલમાં પણ એકાકી જીવન વ્યતીત કરવા લાગ્યો. ફળસ્વરૂપ સમયાંતરે એનું સ્વાસ્થ્ય લથડવા માંડયું. આ વાતથી દુ:ખી થઈ રાજગુરુએ પેલા સંતને ફરી તેડાવી તેઓ સાથે શ્રોણને ફરી ભેટો કરાવવાનો નિશ્ચય કર્યો.

યોજના મુજબ બીજે દિવસે સંતે શ્રોણને પૂછયું: 'વત્સ ! મેં સાંભળ્યું છે કે તું વીણાનો પ્રખર વાદક છે.

હા ગુરુદેવ હું જાણુ છું, પરંતુ તેનો મારી જીવન સાધના સાથે શું લેવા દેવા...

સંતે કહ્યું મારા વાહલા રાજકુમાર , મને કહે કે...... જો તારી વીણાના તારને પ્રમાણમાં વધારે કસેલા હોય અથવા ઢીલા હોય તો શું થાય ?'

શ્રોણે કહ્યું: 'પ્રભુ ! એવી બંને સ્થિતિઓમાં વીણામાંથી સંગીત નીકળવાનું શક્ય નથી.' સંત મલકાયા, તેઑ સૌમ્યતા દાખવી બોલ્યા: દીકરા 'શ્રોણ જીવન-સાધના પણ વીણાના તાર જેવી છે. નથી તારે જીવનમાં રમમાણ થવાની જરૂર અને નથી જરૂર તેનાથી ભાગવાની. સાધના કોઈપણ હોય કિંતુ એનું સમાધાન સંતુલનમાં છે, સમગ્રતામાં છે.'

સંતની વેધક વાણીથી, સંતની વાતનો મર્મ શ્રોણને સમજાઈ ગયો.”સાધુ જીવન જીવવાનું એટલે જવાબદારીથી વિમુખ નહીં થવાનું અને ફરજ પાલન સાથે પવિત્ર જીવન જીવવું તે જ ઉચ્ચ કોટીની સાધના છે”

રાજકુંવર શ્રોણના જીવનમાં દિવ્ય સંગીત વાગી ઊઠયું, અને ફરીથી રાજ કારભાર પોતાને હસ્તક લઈ જનસેવા સાથે જીવન સાધનામાં લાગી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Drama