Kalpesh Patel

Tragedy

4.8  

Kalpesh Patel

Tragedy

સુજય

સુજય

4 mins
438


સુશીલાના હાથમાં રહેલ કુરિયરમાં આવેલ કાગળ જોતાં જ વીસ વર્ષ પાછળના સમયની પરસાળમાં ધડામ કરતા પડછાણા અને સૂકા ભઠ્ઠ બનેલા મનમાં ફૂલોનો પમરાટ વ્યાપી ગયો.

પોતે ત્રણ બહેન અને બે ભાઈમાં સૌથી નાની, પિતા ભંગારની ફેરી કરતાં હતા.... બારમું પાસ કરી જેમતેમ કરી પિતાને સમજાવી કોલેજમાં એડમિશન લીધું ત્યારે ઈડરિયો ગઢ જીત્યાનો આનંદ હતો. નવું વાતાવરણ અને ચડતી જવાનીના ઉમંગમાં સહપાઠી સંજય સાથે થોડોઘણો પરિચય કેળવ્યો હતો. દેખાવમાં ફૂટડો સંજય મારાથી જરા પણ પ્રભાવિત થાય તેમ નહતું, તેની ખબર હતી. મારાથી તમે પ્રભાવિત થશો એમ મેં ધારેલું છતાય સંજયને પામવાની નેમ રાખેલી. હું મારી હેસિયત અને તમારી કિંમત બરાબર સમજતો હતો. આમ છતાં એક વાતનો એકરાર મારે કરવો જ પડશે કે સંજય મને ખુબ ગમતો તેને જોતી અને હું તો પાણી પાણી થઈ જતી. હું ગાંડી ન થઈ એ મારું સદભાગ્ય હશે એટલે મારી હંમેશાની ચેષ્ટા પછી, આખરે હું તમને જણાવી શકી કે હું તમારી પાછળ ગાંડી છું

 અઢાર વરસની આ સુશિલાને તેના શ્રીરામ પરફોર્મિંગ આર્ટ કોલેજના પ્રથમ વર્ષના દિવસો યાદ આવી ચુક્યા હતા. ભરજુવાનીમાં હું કળી મટી હવે ફૂલ બનતી જતી હતી. સંજય તેના મનનો માણીગર બની ચૂકેલો હતો અને સતેજ હોવાથી તેની પાછળ ભમતા ભમરાઓથી તે દૂર જ રહેતી, અને પ્રથમ વર્ષની એક્ઝામના ભાગ રૂપે એલોટ થયેલા પ્રેજેક્ટ વખતે મળેલી તક ઝડપી. એક્ઝામ પૂરી થઈ આખુંય વેકેશન પોતે વિરહમાં હતી. નવા સત્રના નવા વિદ્યાર્થીઓના ઓરીનેશન વખતે યોજેલ ફંક્શન દરમ્યાન બંનેની જોડીએ “ મધુબનમે રાધિકા નાચે રે...” પરફોર્મ કર્યું હતું. સંજય પણ ઓગણીશ અને પોતે પણ હવે ઓગણીશના વરસમાં પગ મૂકવાની હતી, જીવનમાં ખરેખર બહાર સુશિલાનું રોમ રોમ નૃત્ય કરી રહ્યું હતું. તે પછી ત્રણ દિવસની સાપુતારાની કોલેજ ટ્રિપમાં બંને ખાસ્સા નિકટ આવી ગયા હતા, ત્યાં કુદરતના સાનિધ્યમાં એકલા ફરતા દૂર નીકળી ગયા અને એકાએક વાદળી વરસી, અચાનક પડેલા વરસાદથી બચવા નજીકના એક કોતરમાં આશરો લીધો, આ કોતર પહેલા પ્રેમનું મૂક નિરીક્ષક બની રહ્યું..અને તેઓને કલાકો સુધી અહી કોતરમાં કોતરાઈ રહેવું પડ્યું, છતાંય બંનેમાથી કોઈને આ અંગે ફરિયાદ ન હતી. આખરે ત્રણ એક કલાકે કોલેજની વાન શોધવા આવી ત્યાં સુધીમાં, ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને મારા જીવનની ગાડીના ટાયરમાં પંકચર પડી ચૂક્યું હતું.

સાપુતારાથી પરત આવ્યા પણ કોતરનો નશો છવાયેલો હતો, ત્રીજે દિવસે સંજયે એક કેરેટના હીરાના સ્ટ્ડની જોડી કાને પહેરાવી ત્યારે મને સંજયમાં કનૈયો દેખાયો હતો.

સમય વિતતો ગયો બીજે મહિને, મારી ચિંતામાં વધારો થયો,મે સંજયને ફોન લગાવ્યો અને કહ્યું “ સંજય આઈ એમ કેરીગ” ફોન ઉપર લાંબી ખામોશીએ મારી ચિંતામાં વધારો કર્યો, અને હું આખરે વીફરી અને રા"સુશી' હજુ આપણે કેરિયર બનાવવાની છે, મારે અમેરિકા જવું પડે તેમ છે, સારી જોબ કરવી છે ત્યારે આ પળોજણના ચક્કર દૂર રહે તેમાં બંનેની ભલાઈ છે, કહેતાં ફોન કપાઈ ગયો.

મહેનત કક્ષ બાપની સામાન્ય પરિવારની નાની દીકરી, સમાજમાં મોટી બહેનોના સગપણ કરવાના બાકી, આ બધા પશ્નો વચ્ચે મન કાઠું બીજે દિવસે કોલેજની વેલ્ફેર ટ્રીટ ડ્રાઈવમાં અર્બન એરિયાના ગામડે જવું છું તેવું ઘેર ખોટું કહી નાની બેગ લઈ, લાગણી વિહીન ધમધમાટ ચાલતી ગાયનેકની હાટડીએ ચંદ રૂપિયાના જોરે, છોડી દીધેલ પેટના પાપને મે જ્યારે હોસ્પિટલની સિસ્ટરને ટ્રેમાં લઈ જતી જોઈ ત્યારે તે લોહીથી તરબોર અડધી વેંતના લોહીથી ખરડાયેલ હું ડઘાઈ ગઈ. બીજે દિવસે બધુ નોર્મલ હતું પણ હવે હું એબનોરમલ થતી જતી હતી. મારા જીવનમાં હવે પહેલા જેવો ઉત્સાહ કે ઉમંગ ન હતો.

કોલેજના બીજા ત્રણ વરસ વીતી ગયા, નિરાશા ખંખેરી,મે મારો નાનો કોરિયોગ્રાફીનો વ્યવસાય ચાલુ કરી પોતાની સમગ્ર પ્રતિભાને તેની પાછળ લગાવી દીધી હતી. આજે વીસ વરસ વીતે ફિલ્મ જગતમાં હવે પોતાના નામના સિક્કા પાડવા ચાલુ થઈ ચૂક્યા છે, અને બેનરમાં માત્ર મારૂ નામ હોવું, તે ફિલ્મની સફળતાની ગેરંટી મનાતી થઈ....સૌને સફળતાના ટોચે બિરાજેલી લાગતી આ સુશિલાને પોતાની કોઈ અંગત જિંદગી, કે આશા-ઊર્મિ રહી નથી. હવે બસ કુદરતના ક્રમે થતી સવાર સાંજને માત્રને માત્ર કામના બોજ હેઠળ પસાર કરવાથી વિશેષ નહતું.

આજે કુરિયરથી કવર આવ્યું, અને મોકલનારનું નામ સુ-જય વાંચી, અજાણ્યું લાગવાથી કુરિયર પહેલા તો સેક્રેટરી માટે બાજુમાં મૂક્યું, પણ થોડા સમય સુ-જય નામ વાગોળતી હતી ત્યારે સંજયની યાદોએ કબજો જમાવ્યો, સુશીલાનો “સુ” અને સંજયનો “જય” તો નહીં હોય ? પછી મારી પ્રબળ બનેલી કુતુહુલતાએ પીછો ના છોડયો ત્યારે કવર હાથમાં લઈ ખોલ્યું, અક્ષર જાણીતા હતા મારૂ મન સહેજ ભાંગી તો ગયું' પણ મારા હૈયે હરખની હેલી ઉમટી, સંજયના હાથથી લખેલ કુરિયરના બિડાણથી હું અવાક જ બની. સંજયના અતલ ઊંડાણને માપવા વિફળ નીવડેલા મારા નેત્રો અત્યારે નીતરી રહ્યા હતા.

પ્રિય “સુશી”,

હું તને કોલેજના પહેલા દિવસથી દિલોજાન ચાહતો હતો, પરંતુ સાપુતારાની ટુર પછી મારા પગના દુખવાનું કારણ “બોન કેન્સર છે તે નિદાન થયું હોવાથી, તને આ લાચાર કેટલો સાથ આપી શકે ? તે કારણે હું તારાથી દૂર થયેલો હતો, અમેરિકની સારવાર અને તારી યાદના સહારે જીવતા, લાચાર સંજયનો આ પત્ર તારી પાસે આવશે ત્યારે હું અનંતની યાત્રાએ નીકળી ચૂક્યો હોઈશ, માફ કરજે.

આવતે જન્મ જરૂરથી મળશું. સુ-જય

કાગળમાં તો કશું હતું જ નહીં - સંજયના કેન્સરથી થયેલ મોતના સમાચાર અને તેના વકીલે તેણે કરેલ વસિયત.

મારી હાલત એટલા માટે વધુ કરુણ હતી કારણકે સંજય. આખરે આ સુશીલાના જીવનમાં આખરી બાજીમાં તે સુજય સાબિત થયો છે. સંજયની જિંદગીમાં મારૂ સ્થાન શું હતું, તે તો મને સમજાવી ગયો, પરંતુ મારા માટે સંજય કોણ હતો ? હું માટી પગી નહતી, તેનો ખુલાસો હું કરી શકી નથી. તેણે મને વાત કરી હોત, તો હું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સાથ આપત, પણ તે હવે સમજી શકે તેવું હવે કોણ ?


Rate this content
Log in

Similar gujarati story from Tragedy