મારી કવિતાઓ... મારી લખેલી.. એક-એક અક્ષર માં મારા સંવેદનો ધબકે છે...કંઇક મને સ્પર્શે ત્યારે જ મારા થી કંઇ લખી શકાય છે..યાદ નથી ક્યારથી પણ લખવાની શરૂઆત થઈ જ ગઈ.. મારા મન ની વાત કોઇ ને કહેવા કરતા કાગળ પર ઉતારવાનું વધારે માફક આવે છે મને.. લખાયેલી લાગણીઓ ક્યારે કવિતા થઈ ગઈ મને જ ખબર ના પડી..! મારી... Read more
મારી કવિતાઓ... મારી લખેલી.. એક-એક અક્ષર માં મારા સંવેદનો ધબકે છે...કંઇક મને સ્પર્શે ત્યારે જ મારા થી કંઇ લખી શકાય છે..યાદ નથી ક્યારથી પણ લખવાની શરૂઆત થઈ જ ગઈ.. મારા મન ની વાત કોઇ ને કહેવા કરતા કાગળ પર ઉતારવાનું વધારે માફક આવે છે મને.. લખાયેલી લાગણીઓ ક્યારે કવિતા થઈ ગઈ મને જ ખબર ના પડી..! મારી વેદના કાગળ પર લખાયા પછી હું વાંચવાનુ પસંદ કરતી નથી..મને એ ને એજ તકલીફ વાળી ક્ષણો વચ્ચે અટવાયા કરવાનું નથી ગમતુ તો એને કાગળ પર ઉતારી ને એને વાંચવા નું જ ટાળુ છું.. ઘણા સમય પહેલા વાંચેલ એક કવિતા ની પંક્તિઓ યાદ આવે છે.. " એ આવી... અચાનક.. મારા પલંગ પર પડેલી વારતા ના વેર વીખેર પાના અને મને... અવગણી ને બેસી ગઈ..મારી સામે જોતી..! મારા મન નો કબજો લઈ અને... ફરી વળી ધસમસતી..મારી શિરા શિરા માં.... મેં પેન ઉપાડી.. કોરા કાગળ પર શાહી નું ટપકું પાડ્યું.. ત્યાં તો એ છટકી ગઈ.. મારા શબ્દો ને આકાર આપું તે પહેલા..!!" અને મારી વાર્તાઓ મારી આસપાસ બનતી ઘટનાઓ અને મારા મન માં ચાલતા વિચારો નું પરિણામ છે... Read less