Kalpesh Patel

Drama

4.8  

Kalpesh Patel

Drama

સનદ

સનદ

2 mins
247


લખનઉના નવાબ અસઉદ દૌલાનવાબના કવાલી અને મુજરાંનો શોખીન, તેને વીણી વીણીને સુંદર ગણિકાઓને “સનદ” આપી શહેરમાં વસવેલ. તેને વસાવેલ લખનઉના રૂપ~બઝારમાં છેલ્લે એક નાનકડી રૂપની હાટડી હતી. “રૂપ~બજારની છેવાડે ત્યાં એટલી કિસન લાઈટોની ઝાક~ઝમાળ નહતી, પણ બજારમાં કાર્યરત રહેતા ગણિકાઓના થરકતા પગના ઘૂઘરું ના અવાજ અહીંની એકલા દોકલ ચહલ પહલને બહેકવા પૂરતા હતા. બજારથી દૂરસુદૂર ખુલ્લી જગ્યામાં રેશમી ગજીના પરદાઓ-સાદડીઓ વડે ઢંકાએલા છાપરીમાં આધેડ ગણિકા રૂપ કુંવર અને ફાટુફાટુ થતા યૌવનને ટકોરા મારી પોતાની હાજરી આપી રહેલી ઊભેલી તેની દીકરી ઝલક રહેતા. માત્ર બે જ જણનું એ કુટુંબ હતું. ઊતરતી નવાબી અને અંગ્રેજોના ચડતા સમયે રૂપ કુંવર પાસે નહતું રૂપ કે તેનો આશિક કુંવર. રૂપ બજારની હાટડીના મતાં એ રડ્યા~ખડયા એકળ~દોકલ જૂના ઘરાકને સહારે રૂપ બજારના દૂષણો દૂર રાખી લાડકોડથી ઊછેરેલી પોતાની વહાલસોયી દીકરીને લખનઉના જ કોઈક રઈસ સુખી પરિવારમાં પરણાવવાના એ વૃદ્ધાને કોડ હતા. પરંતુ રૂપબજારનું ઠેકાણું એની ગેરલાયકાત બન્યું હતું. વરપક્ષવાળાં હઠ પકડીને બેઠાં હતાં કે પહેલા રૂપકુંવર તેની દીકરીનું ઠેકાણું બદલી ગામ વચ્ચોવચ વસાવે. તેમની દલીલ હતી કે દિવસના અજવાળે જમાઈને તમારે ઘેર આવતા શરમ અનુભવશે ! રૂપ કુંવર ફૂટી કોડી ન હતી. નવાં રહેઠાણનું કરજ લેવા અવેજમાં કોઈ દરદાગીનો પણ ન હતો. પણ હા, પોતાની અસ્ક્યામત કે જે ગણો તે,આ રૂપબજારમાં હાટડી માંડવા માટેનો ઈંગ્લેન્ડની સનદ જેવો છેલ્લી ચાર પેઢીથી ચાલ્યો આવતો એકાધિકાર જેવો તેનો ઇજારો હતો; જેને બજારના લોકોએ માન્ય રાખેલો હતો. રૂપ કુંવરે પોતાના શેષ જીવનની ભૂખમારાની પરવા કર્યા સિવાય વેવાઈની માંગ પૂરી કરવાની તજવીજના દહેજના બસો બદલામાં એ રૂપબજારની હાટડીના ઈજારાના વેચાણખત ઉપર અંગૂઠો કરી આપીને હરખનાં આંસુડે પોતરીનું કન્યાદાન કર્યું ત્યારે દીકરી ઝલકની સાથે રૂપ કુંવરે પણ વિદાય લીધી હતી.

ઝલકની વિદાયથી એક ભાવિ દમદાર દુકાન પાણીમાં બેસતી હોવાથી બજારના લોકો મલકતા હતા, પરંતુ તેમને જરા પણ ઝલક નહતી કે તેમના બજારની હાટડીની સનદનો સોદો થઈ ચૂક્યો હતો અને હવે બજારમાં એક સબળ હરીફ ઊભો થવાનો છે !


Rate this content
Log in

Similar gujarati story from Drama