Kalpesh Patel

Inspirational

5.0  

Kalpesh Patel

Inspirational

ભાઈ બીજ

ભાઈ બીજ

2 mins
1.2K


એકવાર મારી સ્કૂલ સમયની સહેલીને ત્યાં લૌકિક કામે કાલુપુર તેને મળવા જવાનું હતું, હું આંબાવાડીથી લાલદરવાજા આવી પાર્કિંગ પ્લોટમાં મારૂ સ્કૂટી પાર્ક કર્યું અને બસમાં બેઠી. અમદાવાદમાં બસની સગવડ સરસ છે પ્રમાણમાં એટલે એકલા હો ત્યારે કોટવિસ્તારના ટ્રાફિકમાં કાર કે સ્કૂટી લઈને જવા કરતાં બસમાં જવાનું વધુ સુવિધાજનક રહેતું. સિટી બસની ફ્રિક્વન્સી હોવાને લઈને ઉપરા ઉપરી બસ આવતી, અને મને બસ અને બેસવાની જગ્યા પણ મળી ગઈ.

કંડકટર ટીકીટ માટે આવ્યો ત્યારે મેં જેવો મારા પર્સમાં હાથ નાખ્યો, તો ફાળ પડી. પર્સનું તળિયું કપાયેલું હતું. અમદાવાદમાં લાલદરવાજાના ભીડવાળા એરિઆમાં આ વાત સામાન્ય હતી. પરંતુ, હું મોટે ભાગે સ્કૂટી કારથી ફરવા ટેવાયેલી, એટલે જોઈએ તેટલી સાવચેતી કદાચ નહોતી રાખી. હવે મારું મોં જોવા જેવું થયું. કંડકટર સાથે કે બીજા કોઈ સાથે કેવી રીતે નજર મિલાવી શકું ? આ શરમજનક સ્થિતિમાં સંકોચથી શું કરવું તે વિચારતી હતી. એટલામાં બસ કંડકટરે માર્મિક હસીને પૂછ્યું "બહેન, ક્યા જવું છે તમારે ?" મેં કહ્યું, "કાલુપુર ઘી બજાર" તેણે ટીકીટ આપી ચૂપચાપ જાણે કંઈ જ બન્યું ન હોય તેમ આગળ વધી બીજા પેસેંજરની ટિકિટ કાપવા લાગ્યો .

શરમ અને ઉપકારવશ હું પણ કંઈ જ બોલી ના શકી. કાલુપુર ઘીબઝરનું સ્ટોપ આવ્યું અને બધા પેસેંજર ઉતર્યા ત્સુયાં ધી રાહ જોઈ. અને મે ઉતરતાં પહેલાં કહ્યું, "ભાઈ" તમે ક્યાં રહો છો ?"

તો કહે, "તમે જ્યારે મને ભાઈ કહ્યો છે, ત્યારે ટિકિટના પૈસાની બહેન ચિંતા ના કરશો. અને આ લો અગિયાર રૂપિયા વળતાં કદાચ બસમાં હું ના પણ મળું ! માણસાઈના નાતે હું આટલું ય ના કરું તો મારું અમદાવાદી પણું લાજે, મારા ગુજરાતના સંસ્કારો લાજે."

મેં અગિયાર રૂપિયા પાછા વળતા કહ્યું, "ના ના ભાઈ, તે મને કરેલી આ મદદ તો મારા માટે અમુલ્ય છે, તે વાળી શકું તેવું મારું ગજું નથી" પણ હવે ભાઇબીજના દિવસે મારે ઘેર સહકુટુંબ આવજે મારૂ એડ્રેસ લખાવ્યું અને અને કહ્યું, "મારા પતિ અને બાળકોને તમારા જેવા સાચા અર્થમાં માનવ અને મુઠી ઊંચેરા અમદાવાદીને મળવા મારે ઘેર બોલાવવાનું મને ગમશે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational