વાટ ની વાત
વાટ ની વાત
વાટ ની વાત.
ચુડા રાણપુર ગામની સીમ વટાવીએ તો ખેતર સુધી જતી એક જૂની વાટ( પગદંડી) નજરે પડે. આ બાવળીયા થી ઘેરાયેલી વાટ વર્ષોથી એકજ ખેડૂતના પગલાં, પરસેવો, આશા અને નિરાશા સહન કરતી આવી છે.એ ગિરધરના જીવનની સાક્ષી છે. ગિરધર એકલો, છોકરાઓ ને માટી ગાળો પસંદ નહિ એટલે શહેર મા સ્થાયી થયેલા. જમીન,જ્યારે તેણે ખેડનાર ખેડૂત ન રહે, ત્યારે પણ વાટ એની રાહ જુએ છે, એ વાત, તેના છોકરા ન સમજે. તેનું તેણે દુઃખ.
ચુડા રાણપુર, નાનું ગામ, અને તેના કિનારે આવા જમીન થી જોડાયેલા ગિરધરના,એ ખેતર સુધી જતી એક સાંકડી વાટ હતી.પથ્થર, કાંટા અને માટીની બનેલી. ગામમાં લોકો કહેતા:
“ખેતર ખેડતા પહેલા, ગિરધરે વાટ ચોખ્ખી કરી, આમ તેના ખેતર કરતા વધુ જૂની છે એ વાટ.” લોકો એ પગદંડીને,ગીધુ ની વાટ નું નામ આપેલ
ટાઢ હોય વરસ્તો વરસાદ કે તડકો સવારે સૂરજ ઉગે અને એ વાટે ગિરધર ચાલતો જોવા મળે . ખભે લાકડી ટેકવી ને તેણે છેડે બાજરી નાં રોટલા, કાંદા, લસણ ની ચટણી અને ઘી ગોળ નો દાબડો લટકતો હોય. હાથમા. ખુરપી, અને મનમાં ખેતર માટેનાં ઓરતા . વરસાદ હોય કે તડકો, ગિરધર વાટ ન છોડતો. અને વાટ જાણે તેના પગલાં માટે તડપતી હતી.
એક વખત ગિરધર બીમાર પડ્યો. શહેરમાં રહેતો દીકરો આવ્યો અને કહ્યું: “બાપા, હવે ખેતર વેચી દઈએ. ગામ થી દૂર આ વાટ પર તું હવે તમારા થી હવે ચાલશે નહિ.”
ગિરધર ઓશીયાળી નજરે દીકરા તરફ જોઈ બોલ્યો: “આપાણુ ખેતર અને તેની વાટ, એ માત્ર રસ્તો નથી, દીકરા… એ મારી મહેનતની યાદ છે.”
પણ દીકરાએ ખેતર વેચી નાખ્યું. ગિરધરનું જીવન જાણે અટકી ગયું. તે વાટ સૂની થઈ ગઈ, ખેતર વેચાઈ ગયું., તેના ગમ મા ગિરધર પણ ઉકલી ગયો.
વર્ષો પછી ચુડા માલાકમાં દુષ્કાળ પડ્યો. નવા માલિકે ખેતી છોડી દીધી. વાટ પર ફરી કાંટા ઉગ્યા, પણ હજુ ગીધુ વાટે હજુ કોઈ પગલાં જીવતા હતા.
વર્ષો પછી એક દિવસ ગિરધરનો પૌત્ર અનુજ ગામે આવ્યો. એ નાનકડો છોકરો. ગામ લોકોની વાત સાંભળી, તે અજાણે જ વાટ પર ચાલ્યો. તેને લાગ્યું: “આ રસ્તો એને કાંઈ કહેવાત બોલાવે છે…”
ગિરધર દાદા ની લાકડી લઇ. તે ગીધુ વાટે નોકળ્યો. તેને દિલમાં લાગી આવ્યું.
અનુજના મનમાં વાટ અને દાદાનું ખેતર, હવે ઘર કરી ગયા. થોડી રાખઝક અને મહેનત પછી તેણે ખેતર પાછું ખરીદ્યું. વાટ સાફ કરી. ખેતરમાં ફરી જીવ આવ્યો.
પણ ખેતરના એક ખૂણે એક જૂનો, સૂકો કૂવો હતો — સમયથી ભૂલાયેલો. દાદાની વાત એને યાદ આવી:
“પાણીથી વધારે કોઈ પણ ખેતરનાં કૂવા યાદોથી ભરેલા હોય છે.”
ખેતી શરૂ કરવા અનુજે કૂવો ગળાવવાનુ નક્કી કર્યું . મજૂરોએ માટી કાઢી. છેલ્લે અનુજ પોતે કૂવામાં શ્રી ફલ અને ફૂલ લઇ પોતે ઊતરી ગયો. અચાનક એનો પગ કંઈક ચીકણા થેલા પર લપસ્યો.
તેના ઉપર થી ચીકણી ભીની માટી હટાવતા એક જૂની ચામડાની થેલી દેખાઈ.
થેલી બહાર કાઢી. ખોલતાં જ અંદર સોનાની મહોરો ચમકી ઉઠી. પણ એના નીચે હતો એક કાચની બાટલી મા એક ગડી વળાંકેલ મુકેલો કાગળ.
અનુજે કાચની બાટલી નો કાગળ કાઢી વાંચ્યો.તે તેના દાદા ગિરધર નાં હાથે લખાયેલો પત્ર હતો, તે જોઈ તે ઉત્સાહિત થયો.
✉️ ગિરધરનો પત્ર
“મારા વંશજ ,
જો તમે આ વાંચી રહ્યા છો , તો સમજજો જગ નાં પેટ નો ખા ડો પૂરનાર,ખેતર તમારા હાથમાં છે.
આ કુવામાં મારી મહેનત થી કમાઈ ભેગું કરેલું સોનું મેં, કોઈના વારસા માટે નથી રાખ્યું. દુષ્કાળના દિવસોમાં ખેતર વેચવાની વારો આવે , ત્યારે મેં જમીન નહીં, પરંતુ આ મહોરો કામ આવે એ વિચારે અહીં દફન કરી છે.
કારણ કે કોઈ પણ ખેડૂતની જમીન વેચાય, તો, તે જ પળે ખેડૂત મરી જતો હોય છે.
આ સોનું ખેતી છોડવા માટે નહીં, ખેતી બચાવવા માટે ની અમાનત છે.
જો ક્યારેક ખેતર ભાર લાગે, તો આ મહોરો વાપરજે. પણ જો ખેતર તને ઉપજ આપે , તો તેટલું સોનુ ફરી જમીનમાં દફન કરી દેજે.
એક વાત જરૂર થી યાદ રાખજો , ખેતર એ ખેડૂત માટે વારસો છે, અને વારસો વેચાતો નથી. તે વારસ દાર ની અમાનત છે.
— ગિરધર”
અનુજની આંખોમાં પાણી આવી ગયું. એણે સોના મહોર નાં સિક્કા હાથમાં લીધા, પણ દિલ ખેતરમાં જ હતું. એ સોનાની થેલી ઘેર લઈ ગયો — બેંક મા જમા કરાવ્યા, અને દાદા નો પત્ર ફરી કૂવામાં મૂકી દીધો.
હવે ખેતરની વાટ પર, ટ્રેક્ટર ચલાવતા તાં એ સ્વગત બોલતો : “દાદા… ખેતર મેં લીધું નથી, ખેતરે મને પસંદ કર્યો છે.”
કહે છે કે થોડા સમયમાં કૂવામાં ફરી પાણી આવ્યું. વાટ હવે પાકો રસ્તો બન્યો. ફરી રાહદારીઓ નાં પગલાં પડવા લાગ્યા.
ચુડા રાણપુર ગામના લોકો કહે છે:
“ખેડૂત ગુજરી શકે, ખેતર વેચાઈ શકે, પણ એની વાટ પર કોણે કેવું જીવન વિતાવ્યું હતું,તેની વાત કદી ભૂલતી નથી.
અને જ્યાં વારસો સાચવાય, ત્યાં ધરતી કદી ખાલી રહેતી નથી.
~~~~~
