STORYMIRROR

Kalpesh Patel

Abstract Classics Children

4  

Kalpesh Patel

Abstract Classics Children

શબ્દોના પંખી.

શબ્દોના પંખી.

1 min
0




શબ્દોના પંખી.

એક નાનકડા ગામમાં એક વૃદ્ધ કવિ રહેતા હતા.
તેમના માટે શબ્દો માત્ર અક્ષરો નહોતા,
પણ જીવંત પંખીઓ હતાં—
જે ઉડીને લોકોના હૃદયમાં વસતા.
એક દિવસ ગામના કેટલાક બાળકો તેમની પાસે આવ્યા.
તેમણે ઉત્સુકતાથી પૂછ્યું:
“કાકા, શબ્દો કેમ એટલા મહત્વના હોય છે?”
કવિ  સ્મિત કરતા બોલ્યા:
“શબ્દો એ સેતુ છે—
જે મનને મન સાથે જોડે છે,
દૂરના ને નજીક લાવે છે, જ્ઞાનની ગંગા વહેડાવે છે.અને અજાણ્યાને ઓળખાણમાં ફેરવે છે.”

બાળકોને આ વાત ખૂબ ગમી.
તેમણે નક્કી કર્યું કે દરરોજ એક નવો શબ્દ શીખશે
અને તેને પોતાની નાની વાર્તામાં વાપરશે.
ધીરે ધીરે ગામમાં એક નવી પરંપરા શરૂ થઈ.
દર સાંજે લોકો ચૌકમાં ભેગા થાય
અને શબ્દોથી ગૂંથેલી પોતાની વાર્તાઓ
એકબીજાને સંભળાવે.
પણ એક દિવસ…
ગામના લોકો કવિના ઘેર ગયા—
દરવાજો બંધ હતો.
અંદર ટેબલ પર માત્ર એક નાનો કાગળ પડેલો હતો.
તેમાં લખેલું હતું:

“હવે, અહીં તમારા ગામ માં,મારી કલમ મને વધુ  લખતા વાળે છે.

હું આ ગામ છોડી બીજા ગામમાં 
શબ્દોની વાવણી કરવા જાઉં છું.

મને દુઃખ નથી,
કારણ કે મારા શબ્દોના પંખીઓ
હવે તમારા દિલોમાં માળો બનાવી ચૂક્યા છે.”

તે દિવસ પછી ગામના લોકો સમજ્યા—
સાચા કવિના શબ્દો, સમય થી પર છે. શીખેલા શબ્દો ક્યારેય વિસરાઈ જતા નથી…
તે તો દરેક ની વાર્તામાં જોડાઈ જીવતા રહે છે. ✨



Rate this content
Log in

Similar gujarati story from Abstract