Mrugtrushna Tarang

Abstract Inspirational

4  

Mrugtrushna Tarang

Abstract Inspirational

સ્વયંસિદ્ધા

સ્વયંસિદ્ધા

12 mins
182


"ચાલો છોકરાઓ, જલ્દી જલ્દી પોતપોતાની પથારી પર ગોઠવાઈ જાવ."

"દાદાજી, આજે કઈ વાર્તા કહેશો ?"

"દાદુ, ફેન્ટસી સાંભળવાનો મૂડ નથી આજે."

"નાનુ, રિયલ કમ અનરીયલ એવું કંઈક અલગ કહેશો !"

માર્ચની 14 તારીખે કોકાઈનાં લગ્ન સમારંભ નિમિત્તે વહેલાં ભેગાં થયેલ મામા-માસી તથા કાકા-ફોઈનાં નાના મોટાં સહુ બાળકો લોકડાઉનને કારણે પોતપોતાને શહેર - ગામ ન જઈ શક્યાં ને અહીં મુંબઈમાં મરીન ડ્રાઈવ ખાતે સ્થિત દરિયાની ઊંચી નીચી થતી લહેરોને જોવાની મોજ માણી રહ્યાં.

રોજ નિતનવી વાર્તાઓ, ટુચકાઓ ને પઝલ્સ સોલ્વ કરવામાં મજા પડી ગઈ'તી.

દાદુ સાથે એમનાં જમાનાની રમતો રમવી પણ ગમવા લાગી'તી. અને, દાદુ તેમજ નાનુ સાથેની ગપ્પા-ગોષ્ઠી પણ એમનાં ઉંમર જેટલી જ નિખાલસ તેમજ નિર્દોષ રહેતી. એટલે જ કદાચ, માઁ-પિતાનાં કામે જવાના દિવસો નિકટ આવ્યાં ત્યારે સહુ બાળકોએ જીદ પકડી,

"અમે અહીં જ રહેશું, દાદુ - નાનુ સાથે."

"તમ તમારે જાવ તમારાં કામકાજ પતાવવા."

"આમેય, ત્યાં ય ઘરમાં જ રહેવાનું થશે ને ! પછી, તમે ય ચીડ ચીડ કરશો. પછી, હાથ ઉપાડશો કે પછી ગુસ્સે થશો..."

"એવું બધું ન થાય એટલે જ કહીએ છીએ કે પપ્પા મમ્મી તમે તમારું પ્રોફેશનલિઝમ નિભાવો. અને અમે..

... અમે, અમારું સોશિયલીઝમ ! !"

"કેમ, બરાબર ને !"

દાદાજી ને નવાઈ લાગી.. પહેલીવાર જાણ્યું કે એમનાં પુત્ર - પુત્રીઓ બાળકોને ફટકારે છે ! - આવા સંસ્કારથી પોતે તેમજ એમની પત્નીએ તો હરહંમેશ એ સહુને દૂર રાખ્યાં હતાં. તેઓ વિચારોનાં વમળમાં અટવાતા રહ્યાં ત્યાં એમણે બાપાજીનાં નામનો સાદ સાંભળ્યો અને અતીતની અટારીયેથી ધડામ દઈને નીચે પડ્યાં. - નસીબજોગે ડનલોપ જેવું નરમ નરમ ગાદલું હતું એટલે બચી ગયા.. નહિતર, અનલોકમાં દવાખાને ધક્કા ખાવા પડત એ અલગથી !

"કહું છું, સાંભળો છો !"

"અરે, ભાગ્યવાન ! તમને જ તો સાંભળતો આવ્યો છું આ જગમાં.."

"બહુ કાલા ન કાઢો, સારા નથી દેખાતાં. એ પણ આ ટાબરિયાઓ સામે ! થોડાં તો શરમાવો હવે, દાદા ને નાના થયા તમે પણ શું !"

" તમે થોડા થોડા થાવ વરણાગી, 

   ઓ શ્યામા તમે, થોડા થોડા થાવ.."

"વાહ, દાદુ, કેટલું સ્વીટ ગાઓ છો તમે, લવલી વોઈસ." કહી કુહુ તાળીઓ વગાડવા લાગી... એની સાથે બાકીનાઓએ પણ તાળીઓનો ગુંજારવ જ ખેલી લીધો. આખો હૉલ તાળીઓના ગડગડાટથી ગુંજવા લાગ્યો.

બહારનાં ઓરડામાં બેઠેલાં ભાઈ બહેનો અને બાકીનાં સાગા સ્નેહીઓ પણ ભીતરનો માહોલ જોઈ છક્ક થઈ ગયાં.

બાળકોને હસતા રમતા જોઈ એમનાં ત મનમાં ટાઢક વળી કે હવે પોતપોતાને ગામ શહેર પાછા ફરવામાં વાંધો નહીં આવે. મન ઉચાટ નહીં અનુભવે. અને ફિકર પણ નહીં રહે. તેમ, આવતા મહિને પોતે પણ પાછા આવીને બાળકોને લઈ જશે.

"આવજો, બાય બાય," જેવાં ઉદ્ગારો આમને સામનેથી નીકળ્યાં અને શમી પણ ગયાં. કોઈ રોકકળ કે કશું જ નહીં થયું. થોડું ઘણું મનદુઃખ થયું જ હશે (કદાચ) એવું દાદીને એટલે કે વયસ્ક પુત્ર પુત્રીની માઁ (મારી પત્ની, શ્યામા)ને લાગ્યું.

પણ, એ સ્મશાન વૈરાગ્ય જેવું ક્ષણિક દુઃખ હતું. વાયરા વાતા આવ્યું એવું ફુરર્ર કરતું ઊડી ય ગયું.

દરવાજો વાસી હૉલમાંથી ભીતરનાં લાંબા કોરિડોરમાં સહુ બાળકોને લઈ આવ્યાં. સહુ પોતપોતાની પથારીએ ફરી ગોઠવાઈ ગયાં. અને આતુરતાથી ઈંતઝાર કરવા લાગ્યાં દાદુ / નાનુનાં મુખેથી એક સેમી રિયલ સ્ટોરી સાંભળવા માટે. દાદા દાદી 9 બેડરૂમ વાળા પહોળા બંગલાની જાહોજલાલી બરકરાર રાખી થાક્યાં નહોતાં એટલા આજે પહેલીવાર ઉદાસ થયાં.

દાદુને આમ ગમગીન જોઈ કુહુ તથા લવલિનની પારખી નજરને સમજતાં વાર ન લાગી.

અને એટલે જ,

દાદી અમ્મા, દાદી અમ્મા, માન જાઓ,

   છોડો ભી યે ગુસ્સા જરા હસકે દિખાઓ..

   રૂઠે હુએ દાદુ કો ભી હસના સિખાઓ...

   બાકીનાં પાંચેય બાળકો પણ કુહુ અને લવલિનનાં સૂર માં સૂર મિલાવી ગાવા લાગ્યાં .

ન છૂટકે, દાદુ ને દાદીને હસવાનું તો હતું જ.

દાદી કોકાઈનાં સહારે ઊભા થયાં અને સહુ માટે હળદરવાળું દૂધ લઈને આવું છું કહી રસોડે ગયાં. દાદીનાં પ્રિય સ્થળમાંનું એક - રસોડું.

"દાદુ, ઓ દાદુ... હતપ્રભ ન થાઓ. એમનો ય બિચારાઓનો કોઈ વાંક નથી.. પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢવા માટે દરેકના ઘરમાં થોડી ન્ બોક્સિંગ બેગ હોય છે !" કુહુએ પોતાનાં થકી અજાણતા જ અપાયેલી જાણકારીનો ખુલાસો કરતા કહ્યું.

"નાનુ, તમારી પાસે પોલ ખુલી ગઈને, એટલે, હવેથી વવું નહીં થાય. પ્રોમિસ." લવલિને પણ વાતાવરણ હળવું કરવાનો પ્રયાસ કર્યો.

આમેય આખી ચાંડાલ ચોકડીની એ બે જ બધાંયથી મોટી, સમજદાર તથા તોફાની માયા હતી. લાડ પણ એટલા જ કરતી અને માર પણ એટલો જ ખાતી. તેમ છતાંય, ભણવા કરવામાં હોંશિયાર હતી. એટલે, માર ખાવામાં કન્સેશન મળી રહેતું.

કુહુ, દાદુની પૌત્રી, અને લવલિન નાનુની દોહીત્રી. બાકીનાઓમાં પાંચેય છોકરાઓ જ હતાં.

હળદરવાળા ગરમ દૂધના પ્યાલાઓ એક એક કરીને સહુનાં હાથમાં કોકાઈ એટલે કે, દાદુની દત્તક પુત્રીએ રૂમાલ સાથે પકડવામાં મદદ કરી. અને છેવટે દાદુને હળદર, સૂંઠ, તજનો ભૂક્કો નાખેલું દૂધ આપ્યું. અને પછી એ ત્યાંથી કિચન તરફ વળી.

"કોકાઈ બેટા, આ બધી બારીઓ ખોલી નાંખજો ને ! હવે, મચ્છર અહીં નહીં પ્રેવેશે." દાદાજી એમનાં બાળકોને તથા પત્નીને પણ માનાર્થે જ બોલાવતાં. અને, અમને તો ખાસ લાડમાં પોકારતા.

પુત્રી કોકાઈએ પણ હકારમાં ગરદન હલાવી કોરિડોરની સઘળી બારીઓ ખોલી નાંખી.

મરીન ડ્રાઈવનો એ મંદ મંદ પવન અમને સહુને હળવી થપાટ આપવા પ્રેરિત થયો હોય એમ અમારી પાસે ફરકવા લાગ્યો. એ તો દાદીની સૂચના માનીને રજાઈઓ ઓઢી બેઠાં'તા ઉંટલે બચી જ ગયાં.

"ચાલો, આજે એક નવી વાર્તાનાં કેટલાક અંશ જાણીએ, એની સચ્ચાઈ જાણીએ. બરાબર. અને, વાર્તાના મધ્યમાં કે પછી અંતે..."

"અને વાર્તાનાં અંતે, અમારે પોતપોતાની સમજણ મુજબ, મંતવ્યો આપવાનાં તથા સમજાવવાના રહેશે. બરાબર !"

"એકદમ બરાબર !" દાદુએ કુહુ અને લવલિને લાંબા કરેલા એમનાં હાથ પર હાઈ ફાઈ કરવા યોગ્ય હાથતાળી આપી. (મોર્ડન ટેક્નિક જ સ્તો !)

સાતેય બાળકોએ ઘૂંટડે ઘૂંટડે ગરમ દૂધ પૂરું કર્યું. પ્યાલો પકડવા આપેલા ભીનાં રૂમાલથી મ્હોં પણ લૂછી લીધું અને પ્યાલાઓ સાથે રૂમાલ કિચનમાં જઈ કોકાઈ દીદીને આપી ઝપાટે ફરી પથારીમાં ગોઠવાઈ ગયાં.

કોરિડોરમાં ડિમ લાઈટ કરી દીધી, કે જેથી, નાના બાળકોને ઊંઘ આવી ગઈ તો એમાં ખલેલ ન પડે અને તેઓ પણ નિરાંતે ઊંઘી શકે.

આમ તો એવું ક્યારેક જ બનતું. લગભગ તો વાર્તા નું સેશન પતે નહીં ત્યાં સુધી કોઈ કરતાં કોઈ ઊંઘતું નહીં.. ઇન્ટ્રેસ્ટ લઈને નાના મોટા સહુ વાર્તા સાંભળ્યા કરતાં. અને ગુડ નાઈટ સાથે શુભ રાત્રી તેમજ રાત્રી પ્રાર્થના બોલીને જ સહુ સૂતાં.

દાદુએ વાર્તા કહેવાનું શરૂ કર્યું -

- "પાર્થવી નામની એક રાજકન્યા હતી. બુદ્ધિશાળી તથા વિનમ્ર પણ એટલી જ. રાજકન્યા તરીકેના બધાં જ ગુણો હતાં. એમ, એ પોતાનાં પિતા વિદેહને રાજસભામાં પણ સહાયક બનતી. રાજકારભાર પણ સંભાળતી અને માતા તથા પોતાની નાની બહેનોને પણ સમય આપતી.

 - લગ્નની વેળા આવી. પોતાનો સ્વયંવર એણે પોતે જ ગોઠવ્યો. પિતા તથા મંત્રીગણને સહાયક બનવા જોગ સઘળાં કાર્યો પોતાની નાની બહેનોની સહાયતાથી સફુશળ પાર પાડ્યા.

  - સ્વયંવરની વેળા નિકટ આવી. વરમાળા બનાવવા કાજે પુષ્પ લેવાં ઉપવનમાં રાજકન્યા પાર્થવી ગયાં અને એક ભિક્ષુક વેશધારી યુવકને જોઈ મોહિત થયાં. નજરું સાથે નજર મળી. અને મર્યાદામાં સમાઈ ગઈ.

- સ્વયંવરમાં પિતા વિદેહ તરફથી એક શર્ત રાખવામાં આવી હતી. જે મૂળત: પાર્થવી દ્વારા જ રચાયેલી હતી... બાળપણથી જે 'શિવ ધનુષ - પિનાક' રમત રમતમાં એ પોતે ઊંચકી શકતી હતી. એ ધનુષ જે શૂરવીર ઊંચકી શકે, એની પ્રત્યંચા ચઢાવી, એનાં પર બાણ ચઢાવી એને તોડી શકે એ પરાક્રમી વીર પાર્થવીનો ભરથાર બનવા યોગ્ય ગણાશે !

"દાદુ ! હાઉ ઈન્ટરેસ્ટિંગ ! પણ, શું આવી શર્ત હાલમાં પણ રખાતી હશે ખરી ?" કુહુએ વણકહ્યો નિયમ તોડ્યો અને પ્રશ્ન પૂછ્યો.

"નાનુ, શરત શું કામ રાખવાની ? ડાઉટ હોય તો શરત રાખવી પડે, નૈં !" આર્યએ પોતાનો વિચાર સ્પષ્ટ કર્યો.

"હા, રખાય ને ! કેમ નહીં ?"

"સીધેસીધું જ નહીં પૂછી લેવાનું, કે ભૈ, તું મારું તથા તારું રક્ષણ કરવા સક્ષમ છે કે !"

"આર્ય ! તમારી વાત એકદમ સાચી. પરંતુ, હાથ કંગન કો આરસી ક્યા, પઢે લિખે કો ફારસી ક્યા ? -

- એટલે કે પરીક્ષા જ લઈ લઈએ તો દૂધનું દૂધ ને પાણી નું પાણી - તરત જ સમજાઈ જાય... પછીથી પછતાવાનો વારો શેષ જ ન રહે ! રાઈટ."

"રાઈટ. તો, તો, હું પણ એવી જ કોઈક યુક્તિ શોધી રાખીશ. ધીમા સૂરમાં ગણગણતા (મોમ - ડેડની જેમ રિગ્રેટ કરવાનો તો વારો ન આવે..)" લવલિનનાં હાથની મુઠ્ઠી પોતાનાં બીજા હાથ સાથે અથડાઈ અને કોઈક નિર્ણય પાક્કો કરતી હોય, એ બાબત કુહુ તથા દાદુની નજરથી અજાણ ન રહી. પણ, સહુ સામે વાત ન ઉખેડતાં, ફરી ક્યારેક પૂછી લેશે એવું બંનેની આંખોએ એકમેકને મૂક વચન આપ્યું.

"ઓકે, ઓકે, થઈ ગયું ડિસ્કશન પૂરું કે હજુ ડિસેક્શન કરવાનું બાકી છે લવલિન દી' ! કેટલું ડિસ્ટ્રેકશન ક્રિએટ કરો છો દી' તમે ?" ચિંતનને ચિડાઈ જતાં સહુએ પહેલીવાર જોયો હતો.

"સ્વયંવરમાં દૂર દૂરથી શૂરવીરો આવ્યાં હતાં. રાજસભામાં સહુનું સ્વાગત ઠાઠમાઠથી કરવામાં આવ્યું હતું. સહુએ આસન ગ્રહણ કર્યું. અખરમાં બે ભિક્ષુક તથા એમનાં ગુરુ વિશ્વામિત્ર સાથે પ્રવેશ્યાં. રાજા વિદેહ સામે ચાલીને ગુરુવર્યને તેડવા ગયાં. એમને પોતાની પાસેનાં સ્થાને આસનસ્થ થવા માટે આગ્રહ કર્યો. બંને ભિક્ષુકો પણ એમની નિકટ પણ, થોડાં નીચલા સ્થાનને ગ્રહણ કરી બેઠાં.

- સભા આરંભાઈ. રાજા વિદેહએ પોતાની જ્યેષ્ઠ પુત્રી પાર્થવીનાં સ્વયંવરની શર્ત જાહેર કરી. રાજકુમારોમાં ધીમો ધીમો ગણગણાટ શરૂ થઈ ગયો.

- ત્યાં, એ ધનુષ્ય લઈ એક સન્નારી લાંબો ઘૂંઘટ તાણી ત્યાં હાજર થઈ. થાળમાંથી 'શિવ ધનુષ ; નામે પિનાક' બે હાથે ઊંચકી રાજસભાની મધ્યમાં મૂક્યું. અને નજર ઉઠાવ્યા વગર ત્યાંથી જતી રહી.

"દાદુ, એ 'પિનાક શિવ ધનુષ' ને ઊંચકી શકવાની ક્ષમતા એ સન્નારીમાં પણ હતી, એનો અર્થ કે એ પાર્થવી જ હોઈ શકે, રાઈટ." કુલિને પોતાની સમજ જાહેર કરી.

"એબ્સોલ્યુટલી કરેક્ટ માય ડિયર લિટલ બ્રધર."

"એનો મતલબ ધ્યાનથી સાંભળો છો, બસ, સંતની જેમ આંખો બંધ કરીને બેઠા છે એટલું જ, કાં !"

"પરાક્રમી રાજકુમારો તથા રાજા - મહારાજાઓએ પ્રયત્નો કર્યા પણ કોઈ તસુભાર પણ ધનુષ ઊંચકી ન શક્યાં. વારાફરતી વારો આવ્યો મહાપરાક્રમી દશાનનનો. એને પોતાનાં બાહુ પર અભિમાન હતું, કે જે આખેઆખો પર્વત ઊંચકી શકે એનાં માટે એક ધનુષ ઊંચકવું બહુ જ મામુલી કામ હતું. અને એ એક ઈંચ પણ ધનુષને હલાવી ન શક્યો. શરમથી પાણી પાણી થઈ ગયો. અને સભા છોડી જતો રહ્યો. -

- અયોધ્યાવાસી કુમાર રામ એમનાં ગુરુ વિશ્વામિત્ર સાથે સાધુ વેશે હાજર હતાં. ગુરુ વિશ્વામિત્રનાં આગ્રહને વશ થઈ ધનુષ માટેની શર્ત પૂરી કરવા આગળ વધતાં પૂર્વ ગુરુ તથા રાજા વિદેહની વંદના કરી.

  - लेत चढ़ावत खैंचत गाढ़ें।

काहुं न लखा देख सबु ठाढ़ें ।

तेहि छन राम मध्य धनु तोरा।

भरे भुवन धुनि घोर कठोरा ।।

(રામચરિત માનસ,, બાલકાંડ સ્કંદ - ૧૩, ચોપાઈ - ૩૪)

- અને ઘડીભરમાં તો ધનુષની પ્રત્યંચા ચઢાવી, પોતાનાં કાન સુધી લાવી, એનાં પર બાણ સ્થિર કર્યું અને એ સાથે પિનાક શિવધનુષ તૂટીને નીચે પડ્યું. પ્રચંડ તથા ભયંકર કઠોર ધ્વનિ ચારેય લોકમાં છવાઈ ગયો હતો કે ક્રોધાવેશમાં સભા બહાર પલાયન થનાર દશાનનનાં કર્ણમાં એનો પડઘો પડ્યો અને એણે પોતાનાં કાન બંધ કરવા પડ્યાં. પગ પછાડી શિવધનુષ લીધા વગર જ એ લંકા પાછો ફર્યો.

પિતા વિદેહએ કન્યા પાર્થવીને ‘વીર્યશુલ્કા’ જાહેર કરી હતી. 'વીર્યશુલ્કા' એટલે પરાક્રમ-શૂરવીરતા રૂપી મૂલ્ય (દહેજ)થી પ્રાપ્ત થાય તેવી.

અને આજે એ રામે સિદ્ધ કરી બતાવ્યું. શિવ ધનુષ તોડીને પણ રામ સહજ જ રહ્યાં. સફળતાની ચરમસીમા પર પણ વિનમ્ર બની રહેવું તે વિનમ્રતાનો ગુણ એણે અંગીકાર કરેલો હતો.

- જે ધનુષથી બાળપણમાં પાર્થવી ઘોડો ઘોડો રમતી એ ધનુષ રાવણનાં હાથમાં ન આવ્યું એ પુરવાર કરતું હતું સુંદરતા અને વિનમ્રતાનું મિલન એટલે સાધુવેશે આવેલ અયોધ્યા કુમાર રામ અને મિથિલા કુંવરી પાર્થવીનો વિવાહ. -

"નાનુ, મતલબ કે "શૂરવીર પાર્થવીને એની યોગ્યતા અનુસાર વર મળ્યો. અને, એનો અર્થ એ પણ થયો કે સ્ત્રીને પોતાની યોગ્યતા અનુરૂપ વર નિયુક્ત કરવાનો અધિકાર યુગોથી મળેલો છે...

"મતલબ કે 'દીકરી ને ગાય, દોરે ત્યાં જાય' એ કહેવત ખોટી છે. રાઈટ દાદુ !" કુહુએ પણ લવલિનનાં સૂરમાં પોતાનો સૂર ભેળવ્યો.

"હા, તમારાં બન્નેવની વાત સોળા આને સાચી છે." અત્યાર સુધી ચૂપચાપ સાંભળી રહેલા દાદીએ હામી ભરી.

- પાર્થવીનાં વિવાહનું નક્કી થયું એટલે અયોધ્યામાં જાણ કરી જાનૈયાઓ સાથે ભરત અને શત્રુઘ્ન પણ હાજર થયાં અને ચારેય ભાઈઓનાં વિવાહ પાર્થવીની બહેન ઉર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિ સાથે થયાં અને ચારેય બહેનો એક જ ઘરમાં પરણીને ગઈ.

- પાર્થવી સ્વભાવે સાલસ, નિર્મળ, સેવાભાવી તથા આજ્ઞાકારી હતી. દૂધમાં ખાંડ ભળે એમ રઘુકુળમાં મોટી વહુ તરીકેની પ્રતિષ્ઠા ખૂબ સારી રીતે જાળવી જાણી.

- સમય પસાર થયો... અને, એક સમય એવો આવ્યો કે પાર્થવીનાં ભરથારે પિતાને વચન આપ્યું અને વનવાસ જવા નીકળ્યાં.

- પાર્થવીને મજબૂરીમાં પતિને સાથ આપવાનો વારો જરા પણ નહોતો આવ્યો. એને ચોઇસ આપવામાં આવી હતી.

- તપદ્રુપસિયા ભઈ ઉર્મિણ્હી,

અતિહેત બહુત ભાતિ નિતકિની,

કહી બન કે દુઃખ દુસહ સુનાયે,

સાસ સસુર, પિત સુખ ભાયે ! !

(રામચરિત માનસ, અયોધ્યાકાંડ, દોહા - ૭૪ , ચોપાઈ - ૪૭)

"દાદુ, એનો અર્થ તો એ થયો કે અત્યાર સુધી જે પણ ટીવી, મીડિયા, કથાકારોએ બતાવ્યું કે પાર્થવી અબળા નારી, પતિધર્મ નિભાવવા કાજે એને એની મરજી વિરુદ્ધ વનવાસી થવું પડ્યું અને 14 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો... એ બધું સદંતર મિથ્યા છે !" કુહુનો સ્વર ઊંચો થઈ રહ્યો હતો. તે સાથે એનાં ભવાં પણ ચઢી રહ્યા હતાં.

"હા, દીકરા, પાર્થવીને સાસુ - સસરા તથા એમનાં પિયરનાં સહુએ સમજાવ્યું કે રાજસુખ ન છોડે. વલ્કલ પહેરવા, સાધુત્વનું જીવન જીવવું જરૂરી નથી...

પણ, પાર્થવી અને ભરથાર રામ વચ્ચે પણ એમનાં સુખ માટે મીઠો ઝઘડો પણ થયો. બન્નેવ પાર્થવીનાં સુખ માટે ફિકરમંદ હતાં.

ત્યારે, પાર્થવી કહી રહ્યાં :

"દિન્હી પ્રાણ મોહી સિખ સોઈ,

જેહી મિત મોર, પરમ હિત હોઈ..

મેં પુનિ સમુજી દેખી મન માહી,

પિયા બિયોગ સમ દુઃખ જગ નાહી !

(રામચરિત માનસ, (અયોધ્યા કાંડ) દોહા -૬૩ , ચોપાઈ - ૩ & ૪)

- પતિ અને નાના ભાઈ સમ દિયર લક્ષ્મણ સાથે સતી પાર્થવી વનવાસે ગયાં.

- વર્ષો વીત્યાં... એક ગામથી બીજે, ત્રીજે, ચોથે એમ ઘણાં વનમાં ફર્યા. અને, ત્રમ્બકેશ્વર નજીક આવેલ વનમાં પંચવટી વિસ્તારમાં તપોવન ખાતે પર્ણકુટીર બનાવી રહેવા લાગ્યા.

- પાર્થવી અને રામ વચ્ચે ચર્ચાઓ થતી. એમાં પાર્થવી દ્વારા મંજૂરી મળી એ પછી જ પાર્થવીનાં અપહરણની યોજના નિયતિએ નિયુક્ત કરી.

- કહેવાય છે કે, પાર્થવીની મરજી વગર તો રાજા રામ ક્યારેય કશું જ નથી કરી શક્યાં.

   તપોવનાનિ પુણ્યાનિ,

દૃષ્ટમ મિચ્છામિ રાઘવ ! !

(વાલ્મિકી રામાયણ, દોહા - ૪૨, ચોપાઈ - ૪૩)

   - પાર્થવીહરણ બાદ મહાબલી રાવણ પણ પાર્થવીની મરજી વગર એની સામે નજર ઉઠાવીને જોવાની હિંમત નહોતો કરી શક્યો.

   - પાર્થવીની જ મરજી હતી કે એ અશોક વટિકામાં રહી રાક્ષસી વૃત્તિ ધરાવતી સમગ્ર સ્ત્રીજાતિનો ઉદ્ધાર કરે. અને એમણે કર્યો પણ.

- અને, હનુમંત સાથે લંકા ત્યજી જવું શક્ય હોત. પણ, ત્યારે પતિની ઈજ્જત દાવ પર લાગેલી હતી. પતિનું શૌર્ય દાખવવા સાથે રાવણનો ઘમંડ પણ તો ઉતારવાનો હતો. અને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે રામ પોતે યુદ્ધભૂમિમાં એને પરાજય આપે.

- હવે,

- લંકાથી પાછા ફર્યા બાદ, પાર્થવીની છાયા જે લંકા ગઈ હતી, એને ત્યજી ઓરિજિનલ પાર્થવી સાથે અયોધ્યા જવાનો સમય આવી ગયો હતો..

- એટલે, અગ્નિ પરીક્ષાનું આયોજન કરવામાં પાર્થવી આગળ આવી.

   - માયા સીતામ્ , પરિત્યાક્તુમ્

જાનકી મનલે સિદ્ધતામ્

(અદ્ભૂત રામાયણ, સ્કંદ - ૮)

"નાનુ, દાદુ" કુહુ અબે લવલિન બંને એકસાથે પોકારી ઊઠ્યાં.

આસપાસ નજર ફેરવી તો બાળકો નિંદ્રાદેવીને વશ થઈ પોઢી ચૂક્યાં હતાં. એટલે, દાદુએ બંન્નેવને ઈશારાથી ઊભાં થઈ બીજા ખંડમાં આવવા જણાવ્યું. અને સહુ દાદુનાં ખંડમાં જઈ વિરાજમાન થયાં.

"દાદુ, એટલે કે રામની રચાયેલી એ માયા હતી ! ? !"

"સાચુકલી પાર્થવી ઉર્ફ સીતાહરણ રાવણ દ્વારા નહોતું થયું ? !"

- હા, પાર્થવી (પૃથ્વીમાંથી ઉદભવેલી) તથા રામની એ લીલા હતી.

   "રામ તોરી માયા નાચ નચાવે,

નિસદિન મેરા મનવા વ્યાકુલ

સુમિરન સુધ નહીં પાવે... રામ તોરી" દાદીનાં મધુર કંઠે ચોપાઈ સાંભળી દાદુ સહિત બન્નેવ દીકરીઓ મંત્રમુગ્ધ થઈ ગઈ. અને તાળીઓનો ગડગડાટ ફરી ગુંજી ઊઠ્યો.

"શ્.. શ્... શ્.. છોકરાઓ ઊઠી જશે." કહી દાદીએ સહુને શાંત કર્યા.

"પછી શું થયું દાદુ ? !" દાદીએ દીકરીઓનાં તાલે પતિ શ્યામસુંદરને લાડમાં દાદુ નામે પોકાર કર્યો. અને પછી પોતે જ શરમાઈ ગયા.

- તાત્પર્ય એટલું જ કે...

લવલિને નાનુનાં વાક્યનો આધાર બનાવી સંસ્કૃતમાં જવાબ આપ્યો:

- નાર્દન્તમ્ રાક્ષસં ચાપિ,

મહાબલ પરાક્રમઃ,

સાઙટહા સમ વિનોભ્યુચૈન

સીતા જનક નંદિની....

સંસ્કૃત ભાષાનો અનુવાદ કુહુએ કરી બતાવ્યો:

મતલબ કે,

પાર્થવી ઉર્ફ સીતાએ મન પર ન લીધું હોત 

તો

ન રાવણ ખતમ થાત,, ન રામાયણ..

(અદ્ભૂત રામાયણ, સ્કંદ - ૫૬)

તદ્યપિ,

     "મહાબલી, મહાપરાક્રમી રાવણને જે ભ્રમ હતો કે એણે એની બહેન શુર્પણખાનાં અપમાનનો બદલો લેવા કાજે સીતાહરણ કર્યું. પણ, હકીકતમાં તો સીતા ઉર્ફ પાર્થવી અને રામની લીલાનો એ પોતે જ ભોગ બન્યો." દાદીએ પોતાની સૂઝબૂઝનું પ્રમાણ ખૂબ સુંદર રીતે આપ્યું.

    - એટલે કે, રામાયણમાં જે રીતે શાસ્ત્રનું ભાષાંતર કરનારાઓએ પાર્થવી ઉર્ફ સીતાને અબળા, લાચાર, બિચારી.. જેવા અનેકો નામોથી પોકારી આજની સ્ત્રીને એનું પુનરાવતરણ કરવા માટે ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે ને કે,

- સ્ત્રી એટલે સહનશીલતાની મૂરત...

- સ્ત્રી એટલે પતિનાં નકશે કદમ પર ચાલનારી આજ્ઞાકારી સુરત...

- સ્ત્રી એટલે શૂન્ય...

- એવું નથી.. એ ભ્રમ તોડવો રહ્યો...

- પરંપરા તથા સભ્યતાની લડાઈમાં સ્ત્રી શક્તિને ઓછું આંકનારને સાચી ભૂમિકા જણાવવી જ રહી..

- રામ: સીતા નનોર્ભેદો,

નૈનભયો રસ્તિ કશ્ચિતઃ

 (અદ્ભૂત રામાયણ, દોહા - ૧, ચોપાઈ - ૨૦)

   નારી એક શક્તિ છે.. અને નર એ શિવ (સૃજન કરવાનું ધૈર્ય તથા સામર્થ્ય કેળવનાર) સૃજનતામાં જેટલો સહયોગ નર છે એથી વિશેષ નારીનો છે.

અને,

આજે પણ, સૃષ્ટિએ એ સૌભાગ્ય હજુ સુધી કોઈ નરને પ્રદાન નથી કર્યું કે એ ગર્ભધારણ કરી જીવ ને પોતાનાં ગર્ભમાં પોષી શકે.

એ માટે નારી જરૂરી છે. શક્તિ અનિવાર્ય છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract