ભારતની ચતુરાઈ
ભારતની ચતુરાઈ
યુફ્રેટ્સ નદીને કિનારે લટાર મારી રહેલ એક યુવક પર બાહુબલીની નજર પડી. પહેલી નજરે તો કંઈ અજુગતું ન લાગ્યું એટલે પોતાનાં નિત્યક્રમનાં કાર્યોને પાર પાડવા બાહુબલી ટેન્ટમાં જવા માટે ઉત્સાહી બન્યો.
કેટલાંક સમય બાદ જ્યારે ટેન્ટની બહાર આવ્યા બાદ પણ જ્યારે પહેલી નજરે એ યુવક પર જ પડી તો મસ્તિષ્કને એક અજીબોગરીબ ઝટકો મહેસૂસ થયો. કંઈક તો ગડબડ જરૂરથી હશે, એવી ખાતરીને પુખ્તા કરવા પોતાની ખાસ તથા ખાનગી જાણકારી સંભાળનાર ટુકડીને નદીને પેલે પાર ખલબલી મચાવનાર વિશેની વિસ્તૃત જાણકારી મેળવવા ગુપ્તવેશમાં ત્યાં મોકલી.
ઉચાટ હૃદયે બાહુબલીને કાર્ય કરતો જોઈ કોઈ ખુશ નહોતું. પણ, સવાલ પૂછવાની હિંમત કેળવવા માટે સ્વપ્નસુંદરીએ બાહુબલીને પોતાનાં કક્ષમાં બોલાવ્યો.
ઝૂકેલી પાંપણોએ ઘણું બધું વગર બોલ્યે કહી બતાવ્યું.
અને, એટલે જ રાણી રૂપમતીને સંદેશો પહોંચાડવાનો આદેશ બાહુબલીની પત્ની સ્વપ્નસુંદરીએ આપ્યો.
સંદેશવાહક કલાકેક બાદ હાજર થયો ત્યારે પણ બાહુબલી હજુય નજર ઝૂકાવીને જ ઊભો હતો.
આક્રમણ કરવા પાછળનો આશય એટલે કે હેતુ જાણવો તેમજ જણાવવો જોઈવ એ યુદ્ધનો પ્રાથમિક નિયમ ગણાય... જે રાણી રૂપમતી કેમનાં ભૂલી ગયાં..
બસ, એ વિચારોને આધીન થઈ સ્વપ્નસુંદરીએ માહિષ્પતિ રાજ્યનાં મહામંત્રી કટપ્પાને તત્કાળ મળવા બોલાવી બાહુબલીને એ મિટિંગમાં હાજર રહેવાની ફરજ પાડી.
સંધ્યાકાળે ક્યારેય મિટિંગ ન બોલાવનાર સ્વપ્નસુંદરીએ ખાસ સચિવને તેડાવ્યાં બાદ બાહુબલીને ય સૂચક દૃષ્ટિથી ઈશારો આપી દીધો -
નજર હટી, દુર્ઘટના ઘટી.
એટલે, દિલ દિમાગ અહીં જ કેન્દ્રિત કરી જે પણ વાર્તાલાપ થાય એમાં સંપૂર્ણ ધ્યાન આપવું જરૂરી હોવાથી નજરને આડીઅવળી થતાં રોકજો...
બાહુબલીની નજર સતત નદી કાંઠેની પેલે પાર સ્થિત થઈ ગઈ હતી. પણ, પત્નીનું કહ્યું માનવું ય જરૂરી હતું. એ વિચારને અનુસરતાં બાહુબલીએ નદીની પેલે પાર જોવાનું ટાળ્યું.
જલ, થલ અને વાયુ સેનાનું સોપાન વિભિન્ન સેનાપતિઓને સોંપી કાર્યદક્ષતા કેળવવાનો ભરપૂર સમય ફાળવી આપ્યા બાદ ભૂમિ પર લડવા માટે કટપ્પા સિવાય કોઈ બહાદુર કમ નથી એવું જણાવી સહુની બહાદુરીને લલકારી તેજ ધારદાર કરી નાંખી.
કેટલીક માહિતીઓ ગુપ્તચર પાસેથી જાણવા સ્વપ્નસુંદરીએ રેડિયો ઑન કર્યો -
રશિયાએ અમેરિકા સામે સાયબર વોર તીવ્ર બનાવી દીધી છે. અમેરિકા (ડોનાલ્ડ ટ્રમ્પ) ઈરાનને વારંવાર આક્રમણની ધમકી આપે રાખે છે.
જ્યારે હાલમાં રાજકીય, આર્થિક અને લશ્કરી બાબતોમાં સમજૂતી કરાવવા ટ્રાન્સ એટલાન્ટિક અલાયન્સની રચના થઈ છે એ, નાટોમાં દરેક દેશ પોતાની ભૂમિકા બદલી રહ્યો છે એ, યુરોપિયન યુનિયનમાં ચાલી રહેલો અસંતોષ, અમેરિકા ચીન અને રશિયા સાથે અવારનવાર શિંગડા ભેરવી રહ્યું છે એ બધા મુદ્દા એવા છે કે આજે નહીં તો કાલે એમાંથી ધડાકો જરૂર થવાનો.
સાયબર હુમલાઓ ત્રીજા વિશ્વયુદ્ધ ભડકાવવામાં સૌથી જોખમી દારૂગોળો મનાય છે. સાયબર સ્પેસ એટલે કે ઓનલાઈન ઈન્ટરનેટની દુનિયા - કે જે એવી ભેદી દુનિયા છે જાણે અંધારું ઘનઘોર જંગલ. એમાં ગમે તેટલા સંરક્ષણના સાધનો ગોઠવી મૂકો, કોણ કઈ બાજુથી હુમલો કરશે એની ખબર જ ન પડે અને તેમ એ તમને દેખાય પણ નહીં !
વાતાઘાટો પૂરજોશમાં ચાલી રહેલી જોઈ સામે કાંઠે દૂરબીન વડે અહીંનું નિરીક્ષણ કરનાર તથા અહીંની વાતો જાણવા મથનાર એલેકઝાન્ડરને જરાય અંદાજો ન આવ્યો કે એ પોતે એનાં જ ચક્રવ્યૂહમાં ગૂંચવાઈ રહ્યો હતો.
બાહુબલીએ પત્નીનાં આદેશનુસાર કાન અને મન એની વાતો તરફ રાખ્યું, જ્યારે આંખો અને બુદ્ધિ સામેવાળાની હાલચાલ પર સ્થિર કરી દીધું હતું.
અંતિમ સમાચાર રૂપે ચીને કૉરોના વાયરસ દ્વારા વિશ્વનાં વરિષ્ઠ દેશ અમેરિકાને પોતાનાં હાથની કઠપૂતળી બનાવવાની જે કોશિશો આદરી એની તોલે હાલમાં કોઈ દેશ આવી શકે એમ નથી.
સ્વપ્નસુંદરીને મળેલી માહિતીનુસાર એલેકઝાન્ડર ગ્રીક દેશનાં મેસોડિયમનો એક અદનો સમ્રાટ હોવા બાદ પણ પોતાનું સામ્રાજ્ય વધારવા એ ચીન સાથે હાથ ન મિલાવે એ અસંભવ ન જ હોઈ શકે !! - એ વિચાર સ્ફુરતા સ્વપ્નસુંદરી બાહુબલીને લઈ યુફ્રેટ્સ નદીને સામે કિનારે જવા માટે પરવાનગી મોકલ્યા બાદ સજ્જ થઈને ઊભી રહી.
એલેકઝાન્ડર પણ એક સ્ત્રીની બાહોશ બુદ્ધિમત્તા જોઈ ઈમ્પ્રેસ થયો. અને સામે કાંઠે આવવા કરતાં મધનદીએ નાવડીમાં મુલાકાત કરવાનું નક્કી થયું.
સાંજ પોતાનો સોનેરી ચંદરવો ઢાળી રૂપેરી ચાદર ઓઢવા આતુર થઈ કે તરત જ બંને પક્ષેથી એક એક હલેસુ મારતાં બંને મધનદીએ ભેળાં થયાં.
વિશ્વની આ પહેલી તેમજ અંતિમ મુલાકાત ઠરશે કે જે મધનદીએ આયોજિત થઈ હતી.
ત્રીજા વિશ્વયુદ્ધનાં બીજ ત્રણેક દાયકાઓ પહેલાં જ રોપાઈ ગયા હોવા બાદ પણ એમાં સમાધાની રસ્તો અપનાવી યુદ્ધ વિરામની ઘોષણા અનેકો દેશની આર્થિક નીતિને તોડતાં બચાવી શકે એમ છે
- એવો પ્રસ્તાવ પસાર થયો.
કેટલીક ક્ષણો સહુ ચંદેરી ચાંદનીની મજા લૂંટતા હોય એમ શાંત બેસી રહ્યા.અને, આખરે શબ્દો ફૂટ્યાં -
"કૉરોના વાયરસમાં પરમાણુ બૉમ્બ કરતા પણ વધારે વિનાશકારી ઊર્જા રહેલી હોવાથી... એને પાર પાડવા માટે એકમેકના સાથ સહકારની જરૂરત છે. તો, યુદ્ધ વિરામ આપી પહેલાં એકમેકની મદદે ઊભાં રહીએ, પછી યુદ્ધ તો છે જ છેલ્લું શસ્ત્ર...
ડિલ નક્કી કરી સહી સિક્કા પણ તત્કાળ જ થઈ ગયાં. અને, ચીન સામે હુમલો કરવા માટે બુદ્ધિમત્તા દાવ પર લગાડવાની કોશિશમાં એલેકઝાન્ડરે હાથ મિલાવ્યો ભારતમાં રહેતાં ભારતીય સત્તાધિકારી બાહુબલી સાથે.
અકલ્પનિય ઘટના ઘટી હતી ગઇકાલની રાતે..
સવારે ચીન તરફનો મુદ્દો નબળો પડતો જોઈ સ્વપ્નસુંદરીએ તૈયાર રાખેલ પ્લાન 'બી'ને ઈશારો મોકલ્યો અને એલેકઝાન્ડરને ખુદને સંવરવાનો મોકો ન મળ્યો.
દગાબાજી રમવાનું પરિણામ તુર્ત જ મળી ગયું.
મહામારીને શસ્ત્ર બનાવી ભારત સામે ચતુરાઈથી લડવા તૈયાર થયેલ એલેકઝાન્ડર પછડાઈ ગયો પોતેજ એ મહામારીની ઝપેટમાં અને આબાદ બચી ગયો ભારત.
ફરી એકવાર પુરવાર કરી બતાવ્યું પૂર્વજોએ -
નડતર બનીશ તો નડીશ હું તને,
ઘડતર બનીશ તો ઘડીશ હું તને !
વળતર મેળવવા ઘસાઈશ હું પણ,
કળતર આપવા ઘસીશ હું તને !

