Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Rahul Makwana

Horror Thriller

4.7  

Rahul Makwana

Horror Thriller

ધ હન્ટર આઈ

ધ હન્ટર આઈ

10 mins
1.4K


સવાર જાણે આળસ મરડીને ઉભી થઇ રહી હોય તેવું લાગી રહ્યું હતું. વાતાવરણમાં એક અલગ જ પ્રકારની તાજગી છવાઈ ગયેલ હતી. સૂર્યનારાયણનાં કુમળા કિરણો વાદળો સાથે દ્વંદ્વ યુદ્ધ કરીને જાણે વિજેતા થયાં હોય તેમ પૃથ્વી પર પડી રહ્યાં હતાં. માસૂમ વિદ્યાર્થીઓ ભાર વગરનું ભણતર મેળવવા માટે પોતાનાં ઘરેથી નીકળી પડ્યાં હતાં, નોકરિયાત વર્ગ પોતાની ફરજનાં સ્થળે જવાં માટે ઘરેથી નીકળી પડેલ હતાં.

સ્થળ : સીટી પોલસી સ્ટેશન

સમય : સવારનાં 8 કલાક.

પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ આવીને પોતાની ફરજ બજાવવામાં વ્યસ્ત થઈ ગયાં હતાં, એવામાં પોલીસ સ્ટેશનમાં રહેલ લેન્ડલાઈન ફોનની ઘંટડી રણકી ઉઠી. આથી હેડ કોન્સ્ટેબલ શિવરાજ વાઘેલાએ કોલ રિસીવ કર્યો.

"હેલો ! સીટી પોલીસ સ્ટેશન !" - હેડ કોન્સ્ટેબલ શિવરાજ પોતાનાં ભારે અવાજમાં બોલ્યા.

"હેલો ! સર...હું સિલ્વર સ્ટાર હોટલમાંથી વાત કરી રહ્યો છું. અમારી હોટલનાં રૂમ નંબર - 151માં એક વ્યક્તિનું મોત થયેલ છે !" - સિલ્વર સ્ટાર હોટલનાં રિસેપનિસ્ટ મનોજ શાહ શિવરાજને જણાવતાં બોલે છે.

"શું તેનું ડેડબોડી હજુપણ રૂમ નંબર - 151માં જ છે ? શું તેનું મર્ડર થયેલ છે ? શું તેણે આત્મ હત્યા કરેલ છે ?" - શિવરાજે મનોજને એક જ શ્વાસમાં ઘણાં પ્રશ્નો પૂછી લીધાં.

"સાહેબ ! ડેડ બોડી જોતાં તો તે મર્ડર હોય તેવું નથી લાગી રહ્યું કે નથી આત્મહત્યા કરી હોય લાગી રહ્યું. બાકી તમે લોકો આવો તો તમારા ઇન્વેસ્ટિગેશનમાં વધુ માહિતી મળી રહેશે." - મનોજ વિનંતી કરતાં બોલે છે.

"ઓકે ! અમે શક્ય હશે તેટલું વહેલી તકે ત્યાં પહોંચી છીએ. એ રૂમમાં અમે જ્યાં સુધીનાં આવી પહોંચીએ ત્યાં સુધી કોઈને પણ પ્રવેશ આપશો નહીં." - શિવરાજ મનોજને સૂચના આપતાં જણાવે છે.

"ઓકે સ્યોર સર." - મનોજ શિવરાજનો આભાર માનતાં બોલે છે.

ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ શિવરાજ પોતાનાં મોબાઈલ ફોનમાંથી એ.સી.પી. અભિમન્યુ મોદીને કોલ કરે છે. અને આ આખી ઘટનાં કે બનાવ વિશે માહિતી આપે છે. આથી અભિમન્યુ શિવરાજને સૂચના આપતાં કહે છે કે.

"શિવરાજજી ! તમે ટીમ સાથે ક્રાઈમ સ્પોટ પર પહોંચો અને બેઝીક ઇન્વેસ્ટિગેશન શરૂ કરો...હું મારા દિકરા આર્યનને સ્કૂલે ડ્રોપ કરીને સીધો જ સિલ્વર સ્ટાર હોટેલ પહોંચું છું !" - આટલું બોલી અભિમન્યુ કોલ ડિસ્કનેક્ટ કરે છે.

ત્યારબાદ શિવરાજ પોતાની ટીમને લઈને અભિમન્યુ સરે જણાવ્યું તે મુજબ હોટલ સિલ્વર સ્ટારે પહોંચી જાય છે. અને અડધી કલાકમાં અભિમન્યુ પણ આર્યનને તેની સ્કૂલે ડ્રોપ કરીને હોટલ સિલ્વર સ્ટાર પર પહોંચી જાય છે.

અભિમન્યુ મોદી એટલે પોલીસ ફોર્સમાં એક ઉભરતું નામ, તેની શાર્પનેસ, ઇન્સ્ટન્ટ ડીસીજન મેકિંગ પાવર, બહાદુરી, ઈન્ટેલિજન્સી, પાવરફુલ ઓબ્ઝર્વેશન વગેરેને લીધે અભિમન્યુ મોદીને પુરેપુરા ડિપાર્ટમેન્ટની વાહ. વાહ મળતી હતી. દરરોજ જીમમાં જતાં યુવાનોને પણ શરમાવે તેવું મજબૂત અને ખડતલ પહાડી શરીર. આંકડાદાર અણીયારી મૂછો અને હળવી આછી દાઢી. ભારે અવાજ તેની પર્શનાલિટી. તેની ડ્રેસિંગ સેન્સ વગેરેને લીધે સામેવાળી વ્યક્તિ અભિમન્યુથી પ્રભાવિત થઈજ જતી હતી, એવામાં અભિમન્યુ મોદી હોટલ સિલ્વર સ્ટારનાં મેઈન ગેટ સામે પોતાની સફેદ રંગની સ્કોર્પિયો કાર ઉભી રાખે છે, અને કાર લોક કરીને હોટલનાં રીસેપ્શન એરિયા તરફ જાય છે, બરાબર આ જ સમયે તેની સામે એક બ્લુ રંગનું સ્યુટ પહેરીને એક વ્યક્તિ અભિમન્યુને આવકારવા માટે તેની સામે આવે છે.

"જી ! મારું નામ રાકેશ મલ્હોત્રા છે, અને હું આ સિલ્વર સ્ટાર હોટલનો માલિક છું. " - રાકેશ પોતાનો પરિચય આપતાં બોલે છે.

"જી, માય સેલ્ફ અભિમન્યુ મોદી. એ.સી.પી...સીટી પોલીસ સ્ટેશન." - અભિમન્યુ હાથ મિલાવતાં - મિલાવતા બોલે છે. બરાબર એજ સમયે હેડ કોન્સ્ટેબલ શિવરાજ હાંફળા - ફાંફળા થતાં - થતાં અભિમન્યુ મોદી પાસે આવે છે...અને સલામ ભરીને બોલે છે.

"ગુડ મોર્નિંગ સર." 

"ગુડ મોર્નિંગ ! શિવરાજજી !" 

"સર ડેડબોડી ઉપર પહેલાં માળે રૂમ નંબર 151માં છે. અને તે એરીયા આપણી ટીમ દ્વારા રિસ્ટ્રીક કરી દીધેલ છે." - શિવરાજ અભિમન્યુની સામે જોઇને બોલે છે.

"ઓકે...લેટ્સ મી ટુ સી. " - અભિમન્યુ પોતાનાં ગોગલ્સ ઉતારતાં બોલે છે. ત્યારબાદ અભિમન્યુ, શિવરાજ, અને રાકેશ રૂમ નંબર 151 તરફ જાય છે, ત્યાં ક્રાઈમ સ્પોટનું બારીકીથી ઓબ્ઝર્વેશન કરે છે. અને હોટલનાં અમુક કર્મચારીઓને આ ઘટનાં વિશે પૂછતાછ કરે છે.પછી અભિમન્યુ બોલે છે.

"શિવરાજજી ! ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં કોલ કરીને એમને અહીં બોલાવી લો અને આ ડેડબોડીને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવાં માટે મોકલાવી આપજો. બાકીનું ડિસ્કશન આપણે પોલિસ સ્ટેશન પર જઈને કરીશું." - પોતાનાં ગોગલ્સ ચહેરા પર લગાવતાં - લગાવતાં અભિમન્યુ બોલે છે.

ત્યારબાદ અભિમન્યુ પોતાની સ્કોર્પિયો કાર લઈને, સીટી પોલિસ સ્ટેશને પહોંચી જાય છે, અને પોતાની ઓફિસમાં જઈને બેસે છે. લગભગ એકાદ કલાક બાદ શિવરાજ પણ પોલિસ સ્ટેશને આવી પહોંચે છે. પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ શિવરાજ અભિમન્યુ સરની ઓફિસમાં પરમીશન લઈને પ્રવેશે છે.

"તો...શિવરાજજી ! એ ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે મોકલાવી આપ્યું ? અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટવાળાએ આ કેસ વિશે પ્રાઇમરી શું તારણ આપ્યું ?" - સિગારેટનાં ધુમાડા ઉડાવતા અભિમન્યુ બોલ્યો.

"સર હાલ એ ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે મોકલાવી દીધેલ છે, અને એમની સાથે કોન્સ્ટેબલ રમેશને મોકલેલ છે અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટવાળાએ પ્રાઇમરી તારણ આપતાં કહ્યું કે

"આ કેશ જેટલો સિમ્પલ દેખાય છે એટલો જ આ કેસ કોપ્લીકેટેડ છે. અને પ્રાઇમરી ઓબ્ઝર્વેશન કરતાં આ કેસ કોઈ સુસાઇડ કે મર્ડર કેસ નથી લાગી રહ્યો. આ કેસમાં કંઈક અલગ જ મેટર છે. તેઓને ક્રાઈમ સ્પોટ પરથી કોઈ ખાસ કંઈ વસ્તુઓ મળી આવેલ હતી નહીં. " - શિવરાજ નિસાસો નાખતાં બોલે છે.

"અને એ ડેડબોડી વિશે કોઈ માહિતી. " - અભિમન્યુએ ફરી સિગારેટનો એક દમ લેતાં - લેતાં શિવરાજને પૂછ્યું.

"સર, એ ડેડબોડીની આસપાસ મળેલ વસ્તુ અને હોટલનાં રજીસ્ટરમાં લખેલ માહિતીનાં આધારે તે ડેડબોડી રાજન કલમાડીનું છે, જે અવારનવાર આ હોટલમાં આવીને રોકાતાં હતાં, એવું મને રિસેપનિસ્ટે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે મને વધુ માહિતી આપતાં કહ્યું કે રાજન સર એક મોટા બિઝનેસમેન હતાં, અને મિટિંગ અર્થે તેઓ અવારનવાર આ શહેરમાં આવતાં હતાં, અને અમારી જ હોટલ પર રોકાતાં હતાં." - શિવરાજ વધુ માહિતી આપતાં જણાવે છે.

"ઓહ ! આઈ સી, વેઇટ ફોર પોસ્ટમોર્ટમ રિપોર્ટ !" - અભિમન્યુ એસ ટ્રેમાં સિગારેટ ઠારતાં - ઠારતાં બોલે છે.

"યસ ! સર !" - શિવરાજ આટલું બોલીને અભિમન્યુની ઓફિસમાંથી બહાર નીકળે છે.

પાંચ દિવસ બાદ રાજનનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો જેમાં "કોઝ ઓફ ડેથ"ની કોલમમાં લખ્યું હતું..કે.."સડન કાર્ડિયાક એરેસ્ટ ફોલોવીંગ બાય સીવીયર હાઇપર ટેનશન (એકદમ બધું બ્લડ પ્રેશર), ટ્રેકી કાર્ડિયા (હૃદયના ધબકારા વધારે હોવાં), અને ટ્રેકીપનિયાં (શ્વાસોશ્વાસની ગતિ એકદમ વધુ હોવી) આથી અભિમન્યુએ શિવરાજને પોતાની ઓફિસમાં બોલાવ્યાં. 

"શિવરાજજી...રાજનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે...જેમાં લખેલ છે...કે સડન કાર્ડિયાક એરેસ્ટ (એકાએક હૃદય બંધ પડી જવું )ને લીધે રાજનનું મોત થયેલ છે, આ રિપોર્ટ તેમની ફાઈલમાં એટેચ કરી દેજો !" - પોસ્ટમોર્ટમનો રિપોર્ટ શિવરાજનાં હાથમાં આપતાં અભિમન્યુ બોલે છે.

"જી ! સર...સ્યોર " - આટલું બોલી રિપોર્ટ લઈને શિવરાજ અભિમન્યુ સરની ચેમ્બરમાંથી બહાર નીકળે છે,જ્યારે આ બાજુ આ કેસ કઈ રીતે હેન્ડલ કરવો. એ બાબતે અભિમન્યુ રણનીતિ ઘડે છે, અને વિચારોમાં ખોવાય જાય છે. !" 

***

એ જ દિવસે રાતે.

શહેરમાં એક વ્યક્તિ અવિનાશ રોયનું રોડ અકસ્માતમાં મૃત્યુ થાય છે, અને બીજા બનાવમાં કેશવ શર્મા નામનો વ્યક્તિ સાતમાં માળથી કૂદીને આત્મહત્યા કરે છે અને અભિમન્યુ પોતાની ટીમ સાથે આ કેસ હેન્ડલ કરે છે અને આ ડેડબોડીની બધીજ ફોર્મલીટી પુરી કરે છે.

"સર ! રાતનાં એક વાગી ગયો. હવે તમે ઘરે જઈને આરામ કરો !" - શિવરાજ અભિમન્યુને વિનંતી કરતાં કહે છે.

"ના...શિવરાજજી ! જ્યાં સુધી હું આ કેસ સોલ્વ નહી કરીશ ત્યાં સુધી મને શાંતિથી ઊંઘ નહીં આવે !" - સિગારેટ સળગાવતાં - સળગાવતાં અભિમન્યુ બોલે છે.

"સર...પણ આ કેસમાં આપણે કોઈ સબુત કે સુરાગ પણ નથી મળેલ તો આપણે આ કેસ કેવી રીતે સોલ્વ કરીશું ? " - ઉદાસી ભરેલાં અવાજે શિવરાજ અભિમન્યુને પૂછે છે.

"શિવરાજજી ! આ ત્રણેય મોત પાછળ તમારી દ્રષ્ટિએ શું કારણ હોઈ શકે. તમારો વર્ષોનો અનુભવ આ બાબતે શું કહે છે. !" - અભિમન્યુ સિગારેટનો એક કસ લેતાં લેતાં પૂછે છે.

"સાહેબ ! મેં આ ત્રણેય ડેડબોડી બારીકાઈથી ઓબસર્વ કરેલાં છે. આ ત્રણેય ડેડબોડીમાં મેં એક કોમન વસ્તુ નોટીસ કરી છે. !" - શિવરાજ યાદ કરતાં - કરતાં બોલે છે.

"કંઈ વસ્તુ. ?" - અભિમન્યુ નવાઈ સાથે શિવરાજને પૂછે છે.

"સાહેબ ! આ ત્રણેય ડેડબોડી જ્યારે આપણે બરામત કરી, એ સમયે તે ત્રણેય ડેડબોડીની આંખો આપણે જેવી રીતે એકાએક કોઈ ડરામણી ઘટનાં, વ્યક્તિ કે વસ્તુ જોઈએ ત્યારે ડર કે બીકને લીધે જેમ આપણી આંખો પહોળી થઈ જાય તેવી જ રીતે આ ત્રણેય ડેડબોડીની આંખો ડરને લીધે એકદમ પહોળી થઇ ગયેલ હતી.

"યસ ! યુ આર રાઈટ...શિવરાજજી કેરી ઓન !" - અભિમન્યુ શિવરાજને શાબાશી આપતાં બોલે છે.

"થેન્ક યુ વેરી મચ સર !" - શિવરાજ આભાર માનતાં બોલે છે.

"શિવરાજજી તમેં એક કામ કરો...આ ત્રણેય કેસની ફાઇલ મને પહોંચાડો !" - અભિમન્યુ વિનંતિ કરતાં બોલે છે.

ત્યારબાદ શિવરાજ અભિમન્યુને ત્રણેય ફાઇલ પહોંચાડે છે, લગભગ અડધી કલાક સુધી એ ત્રણેય ફાઇલની સ્ટડી કર્યા પછી અભિમન્યુની આંખોમાં એક ઝબકારા સાથે ચમક આવી ગઈ અને તરત જ તેમણે પોતાની ઓફિસમાં શિવરાજને બોલાવ્યાં.

"જી...સર !" - શિવરાજ હળવા અવાજે બોલ્યાં.

"શિવરાજજી. તમે આ ત્રણ ફોટો જોવો અને તેમને એમાં કોઈ ખાસ બાબત ધ્યાને આવે છે. ?" - અભિમન્યુ શિવરાજની સામે જોઇને બોલે છે.

"સાહેબ ! મને તો આ ફોટામાં એવી કોઈ ખાસ બાબત ધ્યાને નથી આવી રહી. !" - શિવરાજ પોતાના ચહેરા પર હાથ ફેરવતાં બોલે છે.

"શિવરાજજી...રાજન વાળો જે ફોટો છે એમાં દિવાલ પર "એક એરોનું નિશાન છે જે નીચે તરફની દિશા દર્શાવે છે, જ્યારે બીજા અકસ્માત વાળા કેસનાં ફોટામાં "2" એવું લખેલ છે, જ્યારે ત્રીજા સુસાઈટ વાળા કેસનાં ફોટામાં પાછળની તરફ "પૃથ્વી"નું ચિત્ર રહેલ છે."- અભિમન્યુ પોતાનાં ઓબ્ઝર્વેશનનું તારણ જણાવતાં બોલે છે.

"બટ ! સર ! આ બધી બાબતોનો આ કેસ કે ઘટનાઓ સાથે શું સંબધ હોય ?" - નવાઈ પામતાં શિવરાજ બોલે છે.

"હું ! પણ એ જ વિચારી રહ્યો છું...ત્રણેય ડેડબોડીમાં જેમ ડરી ગયેલ આંખો કોમન છે તેવી જ રીતે મેં તમને જે આ ત્રણ વસ્તુઓ દર્શાવી એનો પણ આ સાથે કોઈને કોઈ સંબધ હોવો જ જોઈએ, એવું હું માનું છું !" - અભિમન્યુ ઊંડો વિચાર કરીને બોલે છે.

"હા ! સર ! એવું પણ બની શકે !" - શિવરાજ અભિમન્યુની વાત સાથે સહમત થતાં - થતાં બોલે છે.

ત્યારબાદ અભિમન્યુ અને શિવરાજ રાતનાં 2 વાગ્યે પોતાનાં ઘરે જવાં માટે રવાનાં થાય છે.

***

એક અઠવાડિયા પછી.

અભિમન્યુ પોતાનાં ઘરે બેડરૂમમાં સુતેલ હતો, એવામાં રાતનાં 2 : 30 કલાકની આસપાસ એકાએક બારીઓ એની જાતે જ ખોલબંધ થવાં લાગી, સુસવાટા મારતો પવન જોર - જોરથી ફૂંકાવા માંડ્યો. બારી પર રહેલાં પડદાઓ જોર જોરથી ઉડવા લાગ્યાં, રૂમની લાઈટો એની જાતે જ ચાલુ બંધ થવાં લાગી. એવામાં રૂમમાં એકદમ ઘનઘોર અંધકાર છવાઈ ગયો, આ જોઈ અભિમન્યુને શું કરવું એ કંઈ સમજાતું ન હતું. એવામાં એકાએક બે ડરામણી આંખો તેની એકદમ નજીક આવી ગઈ. એ આંખો એકદમ ડરામણી અને એકદમ લાલ હતી. આ જોઈ અભિમન્યુ એકદમથી ગભરાઈ ગયો...અને તેનાં ચહેરા પર પરસેવો બાજી ગયો. થોડીવાર પછી તેનાં બેડ રૂમની દીવાલ પર પેલાં બધાં ફોટામાં રહેલ સિમ્બોલ "ડાઉન એરો" "2" "પૃથ્વી" ઊપસી આવ્યાં...અને નીચે લાલ રંગના લોહીમાં લખાય ગયું "ડાઉન ટુ અર્થ. ઓફ હોટલ સિલ્વર સ્ટાર. !" 

અને જોત જોતામાં અભિમન્યુની સામે રહેલ પેલી ડરામણી હન્ટર આંખો એકાએક આકર્ષક અને મોહક બની ગઈ...જોત - જોતામાં એક સુંદર સ્ત્રીનો પડછાયો અભિમન્યુની સામે આવી ગયો...જેની આંખોમાં ઘણાંબધાં દુઃખો ભરેલાં હતાં, તેમણે પોતાનાં બંનેવ હાથ જોડીને અભિમન્યુને આજીજી કરતાં કહ્યું કે

"સાહેબ ! તમે નીતીના રસ્તા પર ચાલનારા છો. માટે હું તમને મારી હકીકત જણાવું છું. મારું નામ શિલ્પા કેશવાલા છે. હું આ શહેરમાં જોબ શોધવા માટે આવેલ હતી. અને મારી સાથે એવી એવી ઘટનાઓ ઘટી કે મને ક્યાંય જોબ ના મળી અને મારી હાલત એટલી બદતર થઈ ગયેલ હતી કે મારે કોલગર્લ બનાવની નોબત આવી. સાહેબ હું એમાંથી મારી જરૂરીયાત મુજબ કમાઈ લેતી હતી.રાજન કલમાડી જ્યારે પણ આ શહેરમાં આવે ત્યારે તે આયાશી કરવાં અને તેની હવશ ઠાલવવા માટે મને આ હોટલ પર બોલાવતો હતો.પરંતુ એકવાર રાકેશ દારૂના નશામાં એટલો બધો ચૂર થઈ ગયેલ હતો.= કે તેણે મારા પર એટલી બધી જબરદસ્તી કરી કે હું મૃત્યુ પામી આથી રાજને હોટલના માલિક રાકેશ અને જેનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું એ એટલે કે અવિનાશ રોય જે મારો મેનેજર હતો. અને સાતમાં માળેથી જેણે કૂદીને જીવ આપી દીધો, અને કેશવ શર્માએ આ કોલગર્લના ધંધાનો માસ્ટર માઈન્ડ હતો. તે ત્રણેવે ભેગા થઈને મારી લાશને હોટલ સિલ્વર સ્ટારના પાછળનનાં ભાગે આવેલ ગાર્ડનમાં દફનાવી દીધેલ છે. હવે માત્ર રાકેશ કે જેણે માત્ર થોડા રૂપિયાની લાલચે રાજનની વાતોમાં અને મારા રાઝને કાયમિક માટે રાઝ રાખવા માટે તૈયાર થઈ ગયો. જો તેમણે કદાચ મને સમયસર હોસ્પિટલે પહોંચાડી દીધી હોત તો હું પણ તમારી જેમ જીવતી હોત અને મારો આત્મા આવી રીતે ન્યાય મેળવવા માટે ભટકતો નાં હોત..!" - શિલ્પા રડતાં - રડતાં બોલી.

"શિલ્પા ! તારી સાથે જે કંઈ દુઃખદ ઘટનાં ઘટેલ છે. તે બાબતે મને પણ ઘણું જ દુઃખ પહોંચેલ, તે જેમ મારા પર વિશ્વાસ દાખવીને મને તારી હકીકત જણાવી એવો જ વિશ્વાસ તું મારા પર રાખજે. હું તારા ગુનેગારને કોઇપણ સંજોગોમાં સજા અપાવીને જ રહીશ !" અભિમન્યુ પોતાની આંખોનાં ખૂણામાં રહેલ આંસુઓ લૂછતાં - લૂછતાં બોલ્યો.

આ જોઈ શિલ્પાએ પોતાનાં બે હાથ જોડી મૂંગા મોઢે માત્ર ચહેરાનાં હાવભાવથી જ અભિમન્યુનો આભાર માનીને જોત - જોતામાં અદ્રશ્ય થઈ ગઈ.

ત્યારબાદ અભિમન્યુ આ આખી બાબત શિવરાજને જણાવે છે અને એકાદ અઠવાડિયામાં રાકેશની સિલ્વર સ્ટાર હોટલનાં ગાર્ડનમાં દફનાવેલ શિલ્પાની લાશ બરામત કરે છે. જેનાં આધારે રાકેશ કસૂરવાર સાબિત થાય છે અને તેને કોર્ટ આજીવન કેસની કડકમાં કડક સજા ફટકારે છે. આ જોઈ શિલ્પનાં આત્માને મુક્તિ મળી ગઈ અને ફરી પાછી ક્યારેય દેખાય નહીં. હવે અભિમન્યુને એ બાબત ખુબ જ સારી રીતે સમજાય ગઈ હતી કે શહેરમાં જે ઘટનાઓ ઘટી રહી હતી. તે ત્રણેય ઘટનાઓ વચ્ચે શું સંબધ હતો. અને શાં માટે મૃત્યુ પામનારા લોકોની આંખો ડરને લીધે એકદમ પહોળી થઇ ગઇ હતી ? તેનું કારણ બીજું કંઈ નહીં પરંતુ શિલ્પાની એ ડરામણી આંખો જ તે બધાં માટે "ધ હન્ટર આઈ" બની ગયેલ હતી.

મિત્રો, આપણે કરેલાં તમામ કાર્યોનું ફળ આપણે અહીં જ ભોગવવાનું છે, જો આપણે સારા કામ કરેલાં હશે તો તેનું ફળ સારું મળશે...અને જો આપણે ખરાબ કામ કરેલાં હશે તો તેનાં ફળ ખરાબ જ મળશે. અને બીજું કે કોઈ ગુનેગાર ગુનો કરવામાં જેટલો જવાબદાર ગણાય, એટલો જ એ ગુનામાં રાકેશની માફક તેમનો સાથ આપનાર ગુનેગાર ગણાય કે જેણે થોડાં રૂપિયાની લાલચમાં એ ગુનો છુપાવી રાખેલ હતો. 


Rate this content
Log in

More gujarati story from Rahul Makwana

Similar gujarati story from Horror