Mrugtrushna Tarang

Children Stories Horror Thriller

4  

Mrugtrushna Tarang

Children Stories Horror Thriller

યોહાનનો કોળિયો

યોહાનનો કોળિયો

7 mins
616


     વીસ બાય વીસનાં એ ઝૂંપડામાં ચાર બાય છનો એ પલંગ જીવલેણ સાબિત થયો. બહારથી મનમોહક લાગતું એ ઝૂંપડું સહુને આકર્ષિત કરતું. સહુ એકવાર ભીતર જવાનું નક્કી કર્યા વગર રહી જ ન શકતું.

     બસ, એક માત્ર વિચાર મનમાં તથા મસ્તિષ્કમાં ઘુમરી લેતો -

     એવું તે શું હશે એ ઝૂંપડામાં કે બહારથી ઢૂંકડું લાગે છે, ને જ્યારે એની નિકટ જવાનું ધારો કે તરત જ વિશાળકાય બની તમને એનામાં સમાવી લે છે !

     "નક્કી જઈને જોવું જ રહ્યું. હું તો ભઈ ચાલ્યો અંદરની સૃષ્ટિ જોવા, માણવા ને સમજી શકાય તો સમજવા પણ !"

     ધાર્યા કરતાં પણ ઘણું વિશાળ હતું એ ઝૂંપડું. 

     વાંસનો એ ખખડધજ દરવાજો કે જે પડું પડું થઈ રહ્યો હતો. હાથના ટેકે અટકી પડતો. એજ દરવાજો ભીતર જઈ ફાઈબરમાં તબદીલ થઈ ગયો ! 

     દરવાજામાંથી અંદર ડોકિયું કર્યું તો જાજરમાન હવેલી જેવો આભાસ થયો. અને હું ભીતર તરફ ખેંચાયો. લોહચુંબક જ જોઈ લ્યો !

     ચારેક ડગલાં જ ચાલ્યો હોઈશ ત્યાં એક કાળી બિલાડી આડી ઉતરી. એની લાલ ચટક આંખો અને ભૂખરા રંગની પાંપણો ભય ઉત્પન્ન કરવામાં સહાયક બનતું હતું.

     હું હજુ આગળ વધ્યો. બહારથી દેખાતો એ શ્વેત ચંદરવાથી ઢાંકેલો ખાટલો હજુ સુધી મને દેખાણો નહીં. અને એટલે જ મારી ઉત્સુકતા વધતી ગઈ. ઝૂંપડામાં ય બીજું ઝૂંપડું હતું. એની ભીતર જવામાં જોજનોની મજલ કાપતો હોઉં એવો ભાસ થયો.

     હું ચાલ્યે જ જઈ રહ્યો હતો ત્યાં મને કોઈનો પાછળથી ધક્કો વાગ્યો. અને હું ગબડયો ઢોળાવવાળા રસ્તે. ગબડતો ગબડતો એકાદ કિલોમીટર નીચે તરફ કોઈ ખીણમાં આવી પડ્યો હોઉં એવું લાગ્યું.

     બાજુમાંથી જ કોઈ ઝરણું વહી રહ્યું હોય એવો ધો ધો ધો ધોધનો અવાજ પણ કાનમાં વાગી રહ્યો હતો.

     આસપાસ ધમધોકાર ધુમ્મસ છવાયેલું હતું. એક હાથને બીજો હાથ ન જડે એટલું ઘનઘોર અંધારું.

     હું લડખડાતો ઊભો થવાની કોશિશ કરવા ગયો ત્યાં, ફરી કોઈ ભારીભરખમ વસ્તુથી અથડાયો. અને આ સમયની ટક્કરે મને અધમુઓ મારી નાંખ્યો.

     કોણી છોલાઈ ગઈ, ઘૂંટણ ઘાયલ થયો અને નાક તો લગભગ ચગદાઈ જ ગયું. આટઆટલા અખતરા શાને કરી રહ્યો છું એ મને ખુદને જ ન સમજાયું.

     પણ, હવે એટલું તો નક્કી થઈ જ ગયું કે,

     યા હોમ કરીને પડો,

     ફતેહ કે શિકસ્ત છે આગે.. !

     'જેવી પડશે એવી દેવાશે' નું સૂત્ર ધ્યાનમાં રાખી એક આશાનું કિરણ સમ ઝીણું અજવાળું નજરમાં આવીને વસ્યું. એની ધારે ધારે આગળ ડગલાં માંડી રહ્યો હતો ત્યાં કોઈ લાકડાનાં થાંભલા જેવા ભાગ સાથે ફરી અથડાયો.

     અથડાતો, કૂટાતો જ્યાં પહોંચ્યો એ શ્વેત ચંદરવો ઓઢેલો ઢોલિયો જ હતો. એની સોફ્ટનેસ પર હું વારી વારી ગયો. બંને હાથે એ મલમલનાં લૂગડાને સ્પર્શી એની સુંવાળપ મારામાં જીરવી રહ્યો હતો ત્યાં તો હું સરકયો અને ઘૂંટણિયે પડ્યો.

     ઊભો થવા જાઉં ત્યાં તો હું ઓહિયા થઈ ગયો !

     અને કોઈએ અધધધ પેટ ભરાયા બાદનો ઓડકાર ખાય એવો ઓડકાર મેં મારાં આ સગા કાને સાંભળ્યો.

     હું તો જીવ્યા પહેલાં જ પતી ગ્યો જેવી લાગણી મનમાં જાગી.. અને ત્યાં તો આંખો ચોળી ચોળીને શૂળ ઊભું કરવાનું મન થાય એવી ઘટના સર્જાઈ.

     ઉભડક બેસું ત્યાં કોઈએ મને પોતાનાં સુકોમળ હાથે ઊભો કરવાની કોશિશ કરી. અને એ સુકોમળ હાથ હૅરી પોટરનાં હતાં. આહ, કેટલી સુહાની એ ક્ષણ !

     હૅરી પોટર અને મારી સામે ! મારો મદદગાર સ્વયં હૅરી પોટર નીકળ્યો. હું તો બેહોશ થતો થતો જ બચ્યો.

     "ક્રિશ્ના, રાઈટ."

     "વૉઉંવ, આઈ એમ સો ગ્લેડ ધેટ યુ નો મી વેરી વેલ !"

     "ક્રિષ્ના, તું અમારી જાદુઈ દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત વ્યક્તિમત્વ ધરાવનાર બૉય છું. એન્ડ આઈ એમ વેરી મચ ઈમ્પ્રેસ વિથ યુ."

     અમારી વચ્ચેની વાતચીત દરમિયાન એટલું ક્લ્યુ મળ્યું કે કોઈ ગુપ્ત મિશન છે. અને એને અમારે બંનેવે ભેગા મળીને સોલ્વ કરવાનું છે.

     હૅરી સાથે કામ કરવાનો ઉત્સાહ હૈયે સમાતો નહોતો. પણ, કાર્યદક્ષતા પણ દાખવવાની હતી. એટલે, ભાવનાઓને બાજુ પર રાખી મેં કોન્સ્ટ્રેટ કરવાનું નક્કી કર્યું.

     હૅરીને જાણે કે ઘુવડની આંખો મળી હોય એમ એ અંધારામાં ય સ્પષ્ટ જોઈ શકતો હતો.

     હું એના દ્વારા દોરાઈ રહ્યો હતો. અમે એક ઘૂઘવતા સમુદ્ર કિનારે આવી પહોંચ્યા ત્યારે એક સમુદ્રી મોંસ્ટર જેવું વિશાળકાય પ્રાણી અમારી સામેથી આવીને યકાયક પાણીમાં અદૃશ્ય થઈ ગયું.

     હૅરીનાં રિસ્ટ વૉચમાં એક મેસેજ આવ્યો -

     પ્રિન્સ ઝોરોથનની ફિયાન્સે એલિના કિડનેપ થયેલી છે. અને એને આવતીકાલની સવારે સૂર્યનું પ્રથમ કિરણ ધરતી પર પડે ત્યાં સુધીમાં શોધીને લાવવાનું કામ હૅરીને સોંપવામાં આવ્યું છે તે પણ એક શરત સાથે કે, હૅરીએ એ કામ એકલા નથી કરવાનું. એણે ઇન્ડિયન સુપર હીરો ક્રિષ્ના સાથે મળીને આ કામ પૂરું પાડવાનું રહેશે.

     રિસ્ટ વોચ પર આટલો મોટો મેસેજ મેં પહેલીવાર વાંચ્યો હતો.

     ક્લ્યુ રૂપે સમુદ્રી મોંસ્ટરનો ફોટો મોકલ્યો હતો.

     ફોટો ડાઉનલોડ થવામાં વાર લાગી રહી હતી. અને પેલો સમુદ્રી મોંસ્ટર વારે ઘડીએ પોતાની ઝલક બતાવી સમુદ્રનાં મોજાઓનાં ઉછાળા એટલા ઊંચા ફેંકતો હતો કે જાણે એ પોતાનો આક્રોશ બહાર કાઢી રહ્યો હોય !

     હૅરી યકાયક હવામાં પોતાનો ડાબો હાથ અંગ્રેજી 8 નાં આકારમાં આઠ વાર ઘુમાવ્યો અને એટલીવારમાં તો એક મલ્ટી ટાસ્ક પૂરું પાડતું એક વાહન અમારી સામે હાજર થઈ ગયું.

     હૅરીએ એની કમાન સંભાળી લીધી અને મને એનું હેન્ડલ નેવિગેટ કરવાનું કામ સોંપ્યું.

     અમે બન્ને એ વાહન પર સવાર થઈ ગયાં. એની સાથે એ જાદુઈ વાહન અમને લઈને સમુદ્રી તટ પરથી ભીતર પાણીમાં લઈ ગયું. પાણીમાં હોવા બાદ પણ અમે ભીંજાઈ નહોતા રહ્યાં. તડકામાં સુકવેલા કોરાં કપડાં જેવા જ અમે ફફડી રહ્યા હતાં.

     ખૂબ દૂર સુધી પ્રવાસ કર્યા નાદ અમે એક આઇસ ફેકટરી પાસે આવ્યાં. એ ફેકટરીમાંથી કોઈ અજીબ જ ધુમાડો નીકળી રહ્યો હતો. જેનાંથી ગૂંગળામણ થતી હોય એવું અનુમાન લગાવી શકાયું. પાણીની ભીતરના બીજા જીવજંતુઓ એ ધુમાડાથી ખુદને બચાવવાના પ્રયાસ કરવા કાજે આમથીતેમ ભાગાદોડી કરી રહ્યા હતાં.

     જ્યારે હૅરીનાં રિસ્ટ પર એક બટન પ્રેસ કરવાથી અમારી ચારેકોર એક ફાઈબરનું લેયર બાઝી ગયું અને જેમાંથી અમે આરપાર જોઈ શકતાં તેમજ એ ધુમાડો અમને સ્પર્શી નહોતો રહ્યો.

     આસપાસની દુનિયા જાદુ નગરી જેવી લાગી રહી હતી. બધું ઓટોમેટિક થઈ રહ્યું હતું.

     એક સ્થળે હૅરી કૂદકો મારીને ઉતર્યો અને મને આગળ જઈ દીવાલ ચઢવાનું અને ત્યાંથી અંદર જઈ એલિનાને શોધવાનું કામ આપ્યું.

     હું હજુ આગળ ગયો. ત્યાં એક બહુ જ ઊંચી ગગનચુંબી જેવી દીવાલ આવી. મારે એને સ્પાઈડર મેનની જેમ ઝપાર્ટ ચઢવાનું હતું.

     મેં હૅરીનાં કહ્યા મુજબ એને અનુસર્યું. ઊંચી દીવાલ પર ચપટી વગાડતામાં જ પહોંચી ગયો. ઉપર જઈને જે જોયું એ એનાથી ય ભયાનક હતું.

     ત્યાં એક ને બદલે એક જેવા દેખાતાં દસેક મોંસ્ટર્સ હતાં. બધાં એક એકથી ચઢિયાતા. એથી વિશેષ તેઓ એકબીજામાં જલેબીની જેમ ગૂંચવાયેલા હતાં. કોઈ એકનો છેડો બીજામાં ગૂંથાયેલો હતો. અને મારે એને છૂટો પાડવાનો હતો.

     મેં પળવાર માટે આંખો બંધ કરી. મહાભારતનાં ચક્રવ્યૂહને યાદ કરવાનો પ્રયાસ કર્યો. અને મને રસ્તો જેમ જેમ જડતો ગયો હું વિશાળકાયમાંથી સૂક્ષ્મ અણુમાં તબદીલ થઈ ગયો.

     અને, એક પછી એક એમ દરેક ક્ષેત્રને પાર કરતો એની વચક્સહે આવતાં કાંચનાં, સ્ફટિકનાં તથા બરફનાં પાતળા કર્ટન્સને કુંફુ કરાટેની કિક મારીને તોડતો ગયો.

     અંતે, આખરી પડાવ પર પહોંચ્યો કે ત્યાં હૅરી આવી ગયો. હૅરીએ પોતાનાં આંગળાઓમાંથી સ્પાઈડર જેવાં તાર કાઢ્યાં અને એની વક માયાજાળ ગુંથી. એનો એક છેડો મારી પીઠ પર ચોંટાડી, બીજો છેડો પોતાની પીઠ ફરતે વીંટાળી એ ઊંડો શ્વાસ લઈ ડૂબકી લગાવી પાણીમાં અંદર ગયો.

     હું બહાર જ ઊભો રહી આસપાસનાં તાંતણાંઓને ખુદમાં સમેટવા લાગ્યો. કે જેથી કરીને હૅરી એલિનાને લઈને જ્યારે બહાર આવે ત્યારે અમે ત્રણેવ આ ચક્રવ્યૂહમાંથી સહી સલામત રીતે બહાર આવી શકીએ.

     થોડીવાર થઈ પણ હૅરી તરફથી કોઈ સંદેશો ન મળતાં, મેં મારી પીઠ પર ચોંટાડેલો કરોળિયાનાં જાળાંનો છેડો હૅરીની જેમ મારી ફરતે વીંટાળ્યો. અને હૅરીની જેમ જ નીચે તરફ ભૂસકો મારી ગયો.

     નીચે એકદમ ઊંડાણમાં એલિના કેદ થયેલી હતી. યોહાન નામનો એ સમુદ્રી મોંસ્ટર એલિનાને કોતરી કોતરીને ખાવા માટે પોતાનાં આઠેય હાથ - પગનાં તીક્ષ્ણ નખોની ધારને તેજ તર્રાર બનાવી રહ્યો હતો. 

     અને, એમાંની એક ધારને પોલિશ કરવા જતામાં હૅરીની આંગળીનો સ્પર્શ થઈ જતાં એ તૂટી ગયો અને એટલે એણે હૅરીને કેદ કરવાનો પ્રયાસ કર્યો પણ પહેલીવરમાં એ નિષ્ફળ ગયો. પોતાની નિષ્ફળતાથી ઉશ્કેરાઈને એણે ફરી ફરી એમ ઘણાં પ્રયત્નો કર્યાં, પણ તોય સફળતા ન મળી એટલે એણે એલિનાને તકલીફ આપવાનું શરૂ કર્યું.

     એલિનાની ચીસો સાંભળી હૅરી એની તરફ આગળ વધ્યો ને એ પોતેજ ફ્રીઝ થઈ ગયો.

     ઘણીવાર થઈ ગઈ અને હૅરી ઉપર પાછો ન ફર્યો એટલે ક્રિષ્ના જરૂરથી એની મદદે આવશે જ. એ વિશ્વાસને આધારે જ હૅરી સમુદ્રી મોંસ્ટર યોહાનની કેદમાં એમજ ફ્રીઝ થયેલો રહ્યો.

     એક તરફ એલિના યોહાનના ઓક્ટોપસનાં હાર્ટમાં સિલ્ડ હતી, એની સામેની તરફ હૅરી ફ્રીઝ થયેલો હતો. અને એ બંનેની વચ્ચોવચ્ચ યોહાન સમુદ્રી મોંસ્ટર કુંડળી જમાવી બેઠો હતો.

     બધો દારોમદાર મારાં એક્શન પર હતો. મારે જ હવે એવું કંઈક કરવાનું હતું કે એક જ ઘાએ ત્રણ કટકા આસાનીથી થઈ જાય અને અમે ત્રણેય આ સમુદ્રી જગતમાંથી કાયમ માટે આઝાદ થઈ જઈએ.

     મેં ફરી એકવાર મારી આંખો બંધ કરી. અને, કિક બોક્સિંગની ટેક્નિક યાદ કરી કે જેમાં એરોપ્લેન કિક વિશે શીખવવામાં આવ્યું હતું.

     હૅરીને મારું આંખ બંધ કરી વિચારવું અજુગતું લાગતું. પણ, હમણાં મારાં સિવાય બીજો કોઈ મદદગાર પણ આસપાસ નહોતો કે જે એમની મદદે આવી શકે. અને એવી ડિસ્કશન કરવા જેવી ઘડી પણ નહોતી.

     યોહાને એલિના તરફ આગળ વધવા માટે એનાં આઠેય પંજાઓ લાંબા કર્યા.

     બસ, એજ અંદાજ મારો ખોટો ઠર્યો અને મેં તરાપ મારવા માટે હાથ ઉગામ્યો અને એનાં આઠમાંના એક પંજાએ મારુ હથિયાર બુઠ્ઠુ કરી નાખ્યું.

     મારે બીજો અને આખરી પ્રયાસ કરવાનો શેષ રહેતો હતો. એ પછી તો કાં તો એ નહીં કાં તો હું નહીં...

     આખરી દાવ ખેલવા માટે મેં એરોપ્લેન કિક માટે પોતાનાં શરીરને 360° એ ધનુષ બાણનાં શેપમાં ઢાળીને કૂદકો માર્યો 

     કે હૅરી એનાં સકંજામાંથી આબાદ બચ્યો. એલિનાની ફરતે રહેલા ઓક્ટોપસનાં હાર્ટને સિંહનાં નકલી પંજાથી ચાર પાંચ ઘાવ કર્યા કે એલિના એમાંથી છટકી શકી. અને અંતે, હવે, યોહાન નામક સમુદ્રી મોંસ્ટરને પૂરવાનો હતો.

     એટલે,

     હૅરીએ પોતાનો જાદુ વાપર્યો અને યોહાનને પોતાની જાદુઈ છડીમાં મર્ક્યુરી જેવું લિકવિડ બનાવી કેદ કરી દીધો.

     અમે ત્રણેવ આઝાદ થઈ ગયાં કે હૅરીએ પોતાનું જાદુઈ શસ્ત્ર હથેળી પર લાવ્યું અને આપમેળે એ પુષ્પક વિમાનમાં પલટાઈ ગયું.

     એ વિમાનમાં બેસી અમે ત્રણેવ પ્રિન્સ ઝોરોથન પાસે બીજા દિવસની પરોઢ પહેલા પહોંચી ગયાં.

     સૂર્યનું પહેલું કિરણ પૃથ્વી પર પડે એ પહેલાં એલિના એમની સામે હાજરાજુર હોવી જોઈએ... એ વચન હૅરીએ પાળી બતાવ્યું.

     અને,

     અમને પ્રિન્સની આવભગતનો શાનદાર મોકો મળ્યો. 


Rate this content
Log in