નવતલ પ્રયોગ
નવતલ પ્રયોગ
હે નવલ !
ન કર વિચાર દુઃખનો...
આ ક્ષણને કર ભેગી, હિંમત કેળવી,
દુઃખથી દૂર સુદૂર રહેલ જીવન - એક અસ્થાયીરૂપે મેળવેલ ભેંટથી વિશેષ કશું જ નથી...
કે જેને તમો ઉધાર લેતાં હોવ છો
કદાચ,
ઉંમર ભર માટે
કે પછી
મૃત્યુ સુધી...
બસ, એટલે જ જે તે સમસ્યાને
છોડ આવતીકાલ પર,
અને
આગળ વધ..
નવી આશા ને નવાં આયામોને
પામવાની નવી કોશિશો સાથે...
પછી,
વિજય નિશ્ચિન્ત જ તારી રહેશે.
સફળતા પણ મળશે.
કેવળ,
વિશ્વાસ રાખવાની માગ છે...
સમયની -
અને,
તું તારાં જ શોધેલા ઉપાયોથી
જીવંત રહેવાનાં પ્રયાસોમાં વિફળ નહીં જ જાય...
ખાતરી કરવી હોય તો,
તો,
જો,
'કૉરોના'નાં રજકણોને ડામવા
અને
ફરી ઉથલો ન મારે એ માટે...
ઊભી કર
એક દિવાર, એક ભીંત
મુખમાં, નાસિકામાં,
ફેફસામાં, છાતીમાં,
હૃદયની ફરતે પણ...
અને,
પછી બનાવ એક
નવતલ હથોડી
કે જે
માનવ દેહમાં ઘૂસ્યા બાદ
આંતરિક ભીંતને
નસ્તેનાબૂદ
કરવા પામે, એ પૂર્વે જ
એનો ભૂક્કો બોલાવી દે
અને,
આંતરિક ભીંતે ચોંટ્યા વગર જ
મળ મૂત્ર વાટે
બહાર ફેંકાઈ જાય!!
---
સ્વપ્નમાં ગુરુએ કહેલ વિધિનુસાર એક યુવક નામ નવલકિશોર. કે જેણે એ પ્રયોગ કરવા નિમિત્તે પોતાની જીવનભરની જમાપૂંજી પ્રયોગશાળા તથા ઉપયોગી સામગ્રી મેળવવા તથા એનાં ઉપયોગ પાછળ ખર્ચી કાઢી.
અને,
નવલકિશોરે આ પ્રયોગ દ્વારા સર્વ પ્રથમ પોતાનાં સ્વજનો પર પ્રયોગ આદર્યો...
નિષ્ફળતા વગર સાફલ્યનો સ્વાદ ચાખવો ય ન ગમે એવી ગત નિર્માણ થઈ.
અને,
કેટલાંક સ્વજનોને ગુમાવવાય પડ્યાં.
કેટલીક એમની ભૂલોને કારણે,
તો
કેટલીક યોગા, કસરતો કે શારીરિક શ્રમ
તથા
ધ્યાન જેવી ક્ષુલ્લક લાગતી પ્રક્રિયા ન કરવાને કારણે..
તેથી કેટલાંકે જોરશોરથી કર્યો વિરોધ...
નવલકિશોર હતાશ થઈ ક્યાંક આત્મહન્નનો વિચાર મનમાં ન આણે એ માટે
એનાં દાદાએ આપી પરવાનગી
અને
દાદી પર પ્રયોગ આદર્યો...
અને,
થોડીઘણી સફળતા હથેળીએ આવી બેઠી,
કે,
નવલકિશોરે
સ્વજનો સાથે પરિજનો પર પણ કર્યો પ્રયોગ
અને,
જીતવા લાગ્યો સહુનો ભરોસો...
બસ...
હવે, થોભવું નહોતું...
એટલે,
ઘર, પાડોશીઓ બાદ
પ્રયોગ
આસપાસનાં લોકો પર કર્યો
અને,
પછી નગર, શહેર, રાજ્ય અને અંતે દેશે સ્વીકાર્યો એ નવતલ પ્રયોગ -
નેચરોપથી તથા આયુર્વેદનાં
સંયોગથી
આજે એક કુટુંબ, એક વિશ્વ કૉરોના સામે ખુદને જીવાડવા
બન્યું છે સક્ષમ !
૨૦૨૦નું વર્ષ -
એ વર્ષમાં વિતાવેલી પ્રત્યેક ક્ષણ
આજે, નવલકિશોરને અશ્રુભીની આંખોમાં સુખ દુઃખ બન્નેનાં અનુભવોને આંજવાની હિંમત કેળવવામાં સહાયક બન્યું.
અને,
૨૦૨૧નો આરંભ દેશથી વિદેશ સુધીની યાત્રા કરી એ નવતલ પ્રયોગ વડે કૉરોનાને જ કોરોન્ટાઈન કરી જડમૂળથી
નસ્તેનાબૂદ કરવા પામ્યું...
આખીરકાર !