યતિન કૂઝબેકર
યતિન કૂઝબેકર
"આ કૉરોના એ તો મગજનું દહીં કરી નાંખ્યું."
"કેમ શું થયું હવે નવું બીજું?"
"નવું શેનું, એનું એજ પણ, યાર, કમાલ છે નહીં !"
"અરે, જરા સમજાય એવું બોલ !"
"ધનધડા વગરનું જાહેરનામું બહાર પાડ્યું છે ને સરકારે ! કામ વગર બહાર નહીં નીકળવાનું ને, ઓલ ધેટ રબ્બીશ ! આઈ હેટ ધેટ ઓલ્ડ સ્ટફ.
વોટ્સ યોર ઓપિનિયન અબાઉટ ઈટ યાર?"
લૉક ડાઉનનાં સમયગાળામાં ફુરસદની મળેલી પળોને આમ બકવાસ કરીને બરબાદ કરનારાં ઘણાં હશે. કદાચ નહીં પણ હોય ! આઈ હૉપ સો. બટ, અમારી કૉલોનીમાં જ્યાં એક ટેરેસ પરથી બીજા ટેરેસ પર ટપ્પો મારીને જઈ શકાય તો પણ જે ન જાય એટલે સમજી લેવું કે ભૈ એનાં ઘરમાંથી સોલિડ પડી હશે એને. સરેઆમ ભટકવા માટે જ સ્તો ને વળી.
જુઓને, જેટલી ના પાડી હતી સરકારે, એટલી જ બેદરકારીથી ટેરેસ પર લટાર મારવાનો ને પછી એક ટેરેસથી બીજે ને પછી ત્રીજે ને ચોથે એમ પવન નગરનાં અઢારે બિલ્ડીંગ્ઝમાં રખડપટ્ટી કરી જમવા ટાઈમે જે તે ટેરેસ પર હોય એ ફ્રેન્ડ્સનાં ઘરે જમણવાર જમી લેવાનો.
અને, અગર કોઈ ફ્રેન્ડનાં પેરેન્ટ્સ ઝીકઝીક કરે તો પછી એ ફ્રેન્ડ્સને જ બ્લેકમેઇલ કરી દોસ્તીનો દાવો જાહેર કરી પટાવીને જમવાનું ટેરેસ પર જ મંગાવી લેવાનું... બસ, સિમ્પલ.
પણ,
આજે, ટીવી પર અને રેડિયો પર જે આંકડા સાંભળ્યાં કૉરોના વડે મરનારનાં. ભૈ, મોતિયા જ મરી ગયાં.
એમાં ય 18મી વિંગનાં કરસન કાકાને કૉરોના થયો ને એમને હોસ્પિટલ ભેગા કર્યા ત્યારે તો ફાટી જ પડી સહુની.
અને, કોમન મિટિંગમાં જાહેરનામું બહાર પડ્યું -
'પોતપોતાનાં જ ઘરમાં રહેવાનું. પોતાનાં માળા પર આવેલાં ફલેટ્સમાં પણ પાડોશી ધર્મ નિભાવવા નહીં જવાનું. અને એવું કરતાં જો કોઈ પકડાઈ ગયાં તો એમને સામે ચાલીને પુલીસને હવાલે કરવામાં આવશે.'
યતિનની જે વલે થઈ ઘર અને બહારેથી તેં એ બહાર જવાના નામથી જ થરથર કાંપવા લાગ્યો.
અને એમાં આજે કોંફરન્સ કૉલ વડે કૉલેજ ફ્રેન્ડ્સએ એની હાલત હજુ પાતળી કરી નાંખી.
"કેમ યતિન, ભૈ, આજકાલ બહુ ટોળ ટપ્પા ચાલુ છે ને કંઈ ! !"
"અરે, ના ભઈ. હું તો ઘરનો ઉંબરો ય નથી ઓળંગતો."
"શું વાત કરે છે? એમ કેમ હોય ! મેં ગઈકાલે જ તને જોયો ને !"
"..... !"
"ક્યાં, કોની સાથે અને કેવીરીતે?"
"અરે, સેર સપાટો ચાલી રહ્યો'તો તારો.."
"ના, ના, બની જ ન શકે !"
"કેમ, કેમ ન બની શકે, હેં? બોલ બોલ. અઠવાડિયા પહેલાં તો તું હતો સોળમા બિલ્ડીંગનાં ટેરેસની પાળી પર કેટ વૉક કરતો કરતો ચાળા પાડી રહ્યો હતો ને કાંઈ ! !"
"છોડ ને યાર. કેમ દાઝ્યા પર મીઠું - મરચું ભભરાવે છે. હવે નથી જતો ને !"
"એ કેમનું બને યાર.. ! તું અને ઘરમાં ગોંધાઈ રહે. શક્ય જ નથી !"
"અરે કહું છું તને. માન મારી વાત. હું ક્યાંય નથી જતો."
યતિનને હવે ખરેખર ચીઢ ચઢી રહી હતી. અને એનો ખાસમખાસ મિત્ર સુદીપ એની ખેંચવામાંથી બાઝ નહોતો આવી રહ્યો.
"અરે સાચું કહું છું... જો હું તને વિડિયોકૉલ કરી બતાવું કે તું કાલે, પરમ દિવસે અને એનાં આગલા દિવસે ક્યાં ક્યાં હતો તેં ! !"
"હેં !" યતિનની ખરેખરની ફાટી પડી. વોર્નિંગ મળ્યાં પછી એ પોતે ખરેખર પોતાનાં ઘરની ગૅલેરીમાં ય નહોતો ગયો અને અહીં એનો ફ્રેન્ડ કહે છે કે એણે એને ત્રણ ત્રણ દિવસ સુધી બા'રે રસ્તા પર ભટકતો જોયો ! ! કેમનું શક્ય છે યાર...
"તેં કોઈ બીજાને જોયો હશે. એ હું નથી જ..."
છાતી ઠોકીને યતિને જવાબ આપ્યો...
"એમ, તો પછી 'EyeEM, Ello, sociall અને MeWe'નાં માર્ગ પર તેજ રફ્તારે કોણ દોડભાગ કરીને ટ્રાફિક જામ કરતું'તુ બોલ ! !
આખા દિવસમાં કેટલાં શ્વાસ લીધાં ને કેટલાં નિસાસા ખાધા એનો ય હિસાબ તેં છોડ્યો નથી.
આટલો બધો તું ઑનલાઈન છે કે ઑફ લાઇન કરવા માટે હવે તને કોરોન્ટાઈન જ કરવાની જરૂરત ન ઊભી થાય એ જોજે."
ભૂલથી સ્પીકર ઑન થઈ જતાં ઘરનાંઓ સાથે આસપાસનાં પાડોશીઓ પણ યતિનની અનોખી યાત્રાથી વાકેફ થઈ ગયાં અજાણપણે જ સ્તો.
પછી તો જે વર્ચ્યુઅલ નુકકડ નાટક સર્જાયું કે એને એડિટિંગની ય જરૂરત ન ઊભી થઈ.
અને,
યતિન અનલોક કાળમાં ય ઘરેથી બહાર નીકળવા લાયક ન રહ્યો.
કે ન મળી એને ઑનલાઇન એક્ઝામ્સ દેવાની પર્મિશન.
ધોબીનાં કૂતરા જેવી ગત થઈ ગઈ યતિન કૂઝબેકરની...
ન રહ્યો વિશ્વાસ ઘરનાઓને એનાં પર કે ન ભરોસો દેવડાવી શક્યો ખાસમખાસ ફ્રેન્ડ્સને પણ ! !
અને ગર્લફ્રેંડની તો વાત જ છોડો... ક્રિસમસ આવ્યું માથે તોય રિસામણાં ને મનામણામાંથી ઊંચો નથી આવતો બિચારો યતિન કૂઝબેકર !
