Mrugtrushna Tarang

Inspirational

3  

Mrugtrushna Tarang

Inspirational

ધ સિક્રેટ એન્જલ્સ

ધ સિક્રેટ એન્જલ્સ

1 min
196


કૉરોનાનાં પેન્ડેમિક કાળમાં નાસિક ખાતે ઉપવન કૉલોનીનાં સિનિયર સિટીઝન પ્લસ મેમ્બર્સે ભેગા મળીને એક મોહિમ ચલાવ્યું. ચૂપચાપ.

જેનાંથી જે પણ બનતું એ પતિ પત્ની ભેગા મળીને કિચનમાં નિત નવા પ્રયોગો કરતા. અને એનાં અલગ અલગ ટિફિન બનાવતાં. દરેક ટિફિનમાં ભિન્ન ભિન્ન વ્યંજનો રહેતાં.

ત્યારબાદ શારીરિક શ્રમ ઉઠાવી શકવા સક્ષમ હોય તેવાં બે ચાર કપલ્સ એ સર્વે ટિફિન લઈ ચાલીને જઈ શકાય એવા આસપાસનાં વિસ્તારમાંની ઝૂંપડપટ્ટીમાં એ વહેંચી આવતાં.

બપોરનાં સમયમાં થોડો વિશ્રામ કરી ફરી રાત્રિભોજન બનાવવાની તૈયારીમાં લાગી જતાં. 

અને, સવારે ન જઈ શકનારાં રાત્રે ઈવનિંગ વૉકનાં બહાને ફરતાં ફરતાં એ ટિફિન વહેંચી ઘરે પાછા ફરતાં.

દિવસ વિતાવવો મુશ્કેલ નહોતો બની રહ્યો એ સિનિયર પલ્સ ફેમલીઝ માટે.

અને, ચહેરા પર ચમકતો ગ્લો ફેશિયલ વગરનો જ હતો. તેમ, રાત્રે ઊંઘવા માટે ટેબ્લેટ્સ કે ટીવી, મોબાઈલ જેવાં મોંઘા દાટ ગેજેટ્સનું વ્યસન પણ સેવવાનું ન રહેતું.

સોશ્યલ મીડિયામાં ઝબકારો કરનારાં કેટલી જનસેવા કરે છે એ નથી ખબર. પણ, ન ઝબૂકતા સિતારાઓ જ કદાચ કેટલાંક લોકો માટે સિક્રેટ એન્જલ્સ બની હજુય અડીખમ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational