ઉછીના બાપા
ઉછીના બાપા
કૉરોના જાહેર થયાને તથા એનાં કહેરથી ત્રાહિમામ પોકારી ઉઠેલાં લોકોની વિચારધારા સમૂળગી બદલાઈ જતી જોઈ શ્રીધરાણી પરિવારને માથે પડેલાં વડીલની હવે જરૂરત નહોતી ભાસી રહી.
ક્યાંક લંડન બોલાવીને કંઈ ખોટું તો નથી થઈ ગયું ને ! આ બુઢ્ઢાને કૉરોના કાળમાં કંઈ થઈ ગયું તો મેડિકલનું મસમોટું બિલ ભરવું પડશે એવો ગણગણાટ સતત હેરી એનાં બાપની ગેરહાજરીમાં કર્યે રાખતો. અને એની પત્ની યુકતા એને એ બાબતે ટોકતી પણ ખરી.
"બાપા, આંટો મારવા જાવ તો યુકતાને જાણ કરીને જજો. આમ જ હરાયા ઢોરની જેમ 'ફરતા જાવ ને ચરતા જાવ' એવી પ્રક્રિયા અહીં લંડનમાં નહીં ચાલે. સમજ્યા !"
એક પણ હરફ કાઢ્યા વગર ગોર બાપાએ એકનાં એક દીકરા હરિશંકર ઉર્ફ હેરીને ગરદન હલાવી હોંકારો જણાવી દીધો. એ પછી કિચન અને વરંડાની ફરતે રહેલી વાડ પાસેની પોતાની નાનકડી ઓરડીમાં જઈ ખાટલે માથું ઢાળી આડા પડ્યાં.
"હેરી, આજે કેટલાંય દિવસ થયાં રોજર અંકલનો કોઈ વોટ્સએપ મૅસેજ નથી આવ્યો.. !"
ગાર્ડનિંગ કરવાનાં હેતુથી સિઝર અને બાલટી તૈયાર કરી ગાર્ડન તરફ જતાં હેરીએ પત્ની યુકતાને વળતો જવાબ પોતાનો મોબાઈલ એનાં તરફ ફેંકીને આપ્યો -
"આજે સવારે મૅસેજની રીંગટોન વાગી તો હતી. પણ, જોવાનું ચૂકી ગયો. તું જોઈ લેને ડિયર. અને, રીપ્લાય પણ આપી દેજે મારા તરફથી, પ્લીઝ."
ઉતાવળે જવાબ દેવાની હેરીની આદતથી યુકતા ઘણી પરેશાન રહેતી પણ, લગ્નનાં ચૌદ - પંદર વર્ષમાં પણ હેરી બદલાયો નહોતો. ઇન્ડિયામાં જેવું વર્તતો એવું જ પણ કંઈક અંશે મોડિફાઈડ બિહેવીયર જરૂરથી હતું એનું.
હેરીનાં મોબાઈલમાં સવારથી દોઢસો જેટલાં મેસેજીસ આવીને એના ઈન્તઝારમાં લટકણ બનીને લટકી રહ્યાં હતાં. કે કોઈનો સ્પર્શ પામવા આતુર હોય એમ.
સ્ક્રોલ કરી યુકતાએ રોજર અંકલનો ઇનબોક્સ ખોલ્યો.
જ્યાં એકસામટા ઘણાં મેસેજીસ પોસ્ટ થયેલાં જોવા મળ્યાં.
રોજર અંકલ, લંડન જેવાં અજાણ્યાં શહેરમાં સહુથી પહેલાં બનેલાં મિત્ર કરતાં પણ વિશેષ એવાં પારિવારિક સંબંધીઓમાંના એક હતાં. વાર તહેવારે યુકતા તથા હેરીનો આધાર બનતાં ક્યારેય રોજરે કે એમની પત્ની માર્થાએ ક્ષણભરનો ય વિલંબ નહોતો કર્યો. તેમ યુકતાની ક્રિટિકલ ડિલિવરી સમયે પણ માર્થા આંટી જ ખડે પગે હાજર રહ્યાં'તા.
આજે, કૉરોના કાળમાં, લૉક ડાઉનમાં જરૂરતમંદ સુધી ય ચાહવા છતાંય પહોંચવું દુર્ગમ બની ગયું હતું. ત્યાં, 'લંડન ફ્રેન્ડ્સ' કરીને બનાવેલાં વોટ્સએપ ગ્રુપ પર સહુ એકબીજાનાં ખબરઅંતર પૂછી સાંત્વના વ્યક્ત કરી લેતાં.
અને, દિવસમાં ત્રણ વખત તો ખાસ, ગુડ મૉર્નિંગ, ગુડ આફટરનુન તથા ગુડ નાઈટ નાં મેસેજીસ જે તે કપલ તરફથી ન આવે કે એની આસપાસ રહેનાર એ કપલને પર્સનલી મળી સમસ્યામાં સહાયક ની ભૂમિકા અદા કરવા તત્પર બને બને ને બને જ. એવો વણકહ્યો નિયમ સહુ પાળતા હતાં.
રોજર અંકલે મળસ્કે ચાર વાગ્યે જ પહેલો મૅસેજ ગ્રુપમાં ગુડ મૉર્નિંગનો નાંખ્યા બાદ હેરીનાં ઈનબોક્સમાં એક પછી એક એમ ઘણાં બધાં મેસેજીસ ટપકતાં નળની જેમ વરસી પડ્યાં હતાં અને હેરીની બેદરકારીને કારણે તે મેસેજીસ વાંચ્યા વગરનાં જ લટકણ બની લટકી રહ્યાં હતાં ઉત્તરની રાહમાં.
"હલ્લો રોજર અંકલ, યુકતા હિયર. આર યુ ઓલ રાઈટ? ઇઝ માર્થા આંટી ઓકે? એની હેલ્પ યુ નિડ, પ્લીઝ કોન્ટેકટ મી. આઈ એમ ઘેર વિથ યુ ઑલવેઝ."
એવો મૅસેજ રોજર અંકલ તથા માર્થા આંટીનાં મોબાઈલ પર વોઈસ મેસેજ મોકલી એમનાં તરફનાં રીપ્લાયની રાહ જોઈ રહી હતી.
દસેક મિનિટ સુધી કોઈ રીપ્લાય ન મળતાં યુકતાએ માર્થા આંટીને એમનાં લેન્ડ લાઇન પર ફોન કર્યો. આન્સરિંગ મશીન પર મૅસેજ પણ છોડ્યો તોય કોઈ વળતો જવાબ ન મળ્યો.
એથ્લેટ રોજર અંકલને હંમેશા હસતાં રમતાં જોયેલાં એટલે એમનાં તથા એમની પત્ની માર્થા આંટીની તંદુરસ્તી બાબતે કોઈ શંકાસ્પદ બાબત લાગી જ નહીં. પણ, સવારથી આટલા બધાં મેસેજીસ પાછળ કોઈ તો કારણ હશે જ એમ વિચારી યુકતા દત્ત એમને સંપર્ક કરવાની કોશિશ કરી રહી હતી.
ગાર્ડનિંગ પૂરું કરીને હાથ ધોવા બેઝિન તરફ આવેલ હેરીએ યુકતાનાં ચહેરા પર ચિંતાનાં વાદળો મંડરાતા જોઈ ઈશારાથી જ પ્રશ્ન કર્યો - શું થયું?
એની જ સ્ટાઇલમાં જવાબ આપવાનો વિચાર એકવાર તો યુકતાનાં મનમાં સળવળ્યો. પણ, અત્યારે એમના5 જ ગ્રુપનાં એક કપલ
ને કદાચ મદદની જરૂરત હતી અને તે લૉક ડાઉનને કારણે ચાર કિ.મી. દૂર રહેતાં રોજર અંકલની મદદે જઈ નહોતી શકતી એ બાબતે ચિંતાતુર હતી. અને એનો હસબન્ડ હેરી ઇન્ડિયન હેરિટેજમાંથી બહાર નહોતો નીકળી રહ્યો.
"હેરી, રોજર અને માર્થા મુસીબતમાં હોય એવું લાગે છે. તું જરા પટેલ અંકલને ફોન કરીને એમને ખબરઅંતર મેળવવા માટે રિકવેસ્ટ કર ને ! મેં ઘણો ટ્રાય કર્યો પણ એમનો ફોન લાગી નથી રહ્યો."
"યુકતા, આટલી ઈમોશનલ કેમ થાય છે. જસ્ટ ચિલ યાર. અગર કોઈ જરૂરત હશે તો રોજર અંકલ આપણને કે પટેલ્સને કહેશે જ ને !
ઈટ્સ આર રુલ્સ રાઈટ. ધે વિલ ઈંફોર્મ અસ. નોટ ટૂ વરી બેબ્સ. રિલેક્સ."
ઘડિયાળમાં જોઈ હેરી યુકતા તરફ નજર કર્યા વગર જ બબડયે જતો હતો.
"બેબ્સ, એક ફર્સ્ટ કલાસ બ્લેક લેમન ટી બનાવી આપ ને પ્લીઝ. ધેન હું ઑનલાઇન કૉચિંગ માટે લેપ્ટોપ ઑન કરી રાખું."
પત્ની યુકતાનાં ગાલ પર કિસ કરી હેરી વરંડા તરફ વધ્યો.
વરંડાની વાડ તૂટેલી જોઈ હેરીનો પિત્તો આસમાને પહોંચવાની તૈયારીમાં જ હતો કે ડૉર બેલ વાગી.
યુકતા કિચનમાંથી કોરિડોર ક્રોસ કરીને ડ્રોઈંગ રૂમ તરફ વળે એ પહેલાં જ બીજી વાર ડોર બેલ વાગી અને સેફટી કિ થી દરવાજો ખોલીને બે પુલિસ ઓફિસર્સ એક વૅન લઈ એમનાં પાર્કિંગ લૉટમાં સ્ટ્રેચર બહાર કાઢવાની મહેનત કરી રહ્યાં હતાં.
હેરી કરતાં વધારે યુકતાની દિલની ધડકનો હોર્સ પાવર જેમ જોર જોરથી ધડકી રહી હતી.
લડથડાતી યુકતા પડવાની જ હતી કે માર્થા આંટીએ ફરી એકવાર યુકતાનો જીવ બચાવ્યો.
"હેરી, સવારથી તમને અનેકો મેસેજીસ કર્યા. પણ, તમારાં તરફથી કોઈ જવાબ ન મળ્યો.
અને, ચાર કિ. મી. નાં અંતરે તમે હોવાથી તમારી મદદની અપેક્ષા રાખવી ભૂલ ભરેલી પણ નહોતી.
બટ, થેંક્સ. તમે બંને ન આવી શક્યાં, તોય અમારું કામ ન અટકવા દીધું.
યુ સી, યોર ફાધર એન્ડ યોર ડોટર બોથ કેમ ટૂ માય હાઉસ વિથ કેરિંગ ધ હેલ્પ ઓફ ડૉ. સુઝેન લાકડાવાલા. એન્ડ શી સેવડ માય લાઈફ.
થેંક્સ ફોર એવરીથિંગ ડન બાય યુ એન્ડ યોર ફેમલી."
હેરી હજુ પણ શૉક જ હતો. એને એનાં બાપા અને દીકરી ઝિયા બાબતે કોઈ જ આઈડિયા નહોતો.
ઝિયા ને એનાં દાદાજીને સ્ટ્રેચર પર ઘરમાં લાવતાં જોઈ હેરી બરાડવાનો જ હતો. ત્યાં, પુલિસ ઑફિસર્સ ઝિયાની હેલ્પથી દાદાજીને લઈને ઘરની ભીતર આવ્યાં.
મિ. હેરી યોર ડેડ ગેવ હિમ હિઝ બ્લડ ટૂ સેવ એથ્લેટ રોજર. સો, જસ્ટ નાઉ હી ઇઝ અંકોન્સિયસ. બટ, હી વિલ બી ઓલ રાઈટ લેટર.
ઈટ્સ માઈ મિસ્ટેક. આઈ ઑલવેઝ થોટ, ધેટ, યુ ઇન્ડિયન પિપલ્સ આર ઈમોશનલ ફૂલ્સ. બટ આઈ વોઝ રોંગ. ટુડે યોર ફાધર સેવ્ડ માય અંકલ એન્ડ આંટ્સ લાઈફ.
થેંક્સ ટૂ યોર ડોટર ટૂ. શી ઇઝ અ બ્રેવ ચાઈલ્ડ. શી ટેક યોર ડોટર ટૂ રોજર્સ હૉમ વ્હાઇલ યુ આર નૉટ અવેર ઓફ વોટ્સ ગોઇંગ રોંગ વિથ રોજર ટુડે મોર્નિંગ એટ ફોર એ.એમ."
હેરીનો હાથ એનાં બાપાનાં કપાળે અનાયાસે જ ફર્યો અને બાપાએ ભરેખમ પાંપણો ખોલવાનો યથાવહ પ્રયાસ કર્યો.
"ગ્રેન્ડ પા, યુ આર સેફ નાઉ. રોજર અંકલ ઇઝ ઑલ્સો સેવ્ડ બાય યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ ગ્રેન્ડ પા... નૉ, નૉ, સૉરી, ડાદાજી.. રાઈટ."
રોજરે અને માર્થાએ પોલીસનાં ગયા બાદ વિસ્તારથી આજ સવારની ઘટના વિશે જણાવતાં કહ્યું,
"રોજની જેમ આજે સવારે ય માર્થા, હું અને મારો ટૉમી મૉર્નિંગ વૉક પર નીકળ્યાં હતાં. ઢાળ ચઢી નીચે ઉતરવા જતામાં હું લપસ્યો અને ગબડતો ગબડતો ઘણો દૂર જઈ પડ્યો. માર્થાએ મને શોધવાની ઘણી કોશિશ કરી. મેં હોશમાં આવી સહુથી પહેલાં હેરી તમને કૉલ કર્યા. પણ નેટવર્ક પ્રોબ્લેમ્સને કારણે ફક્ત મેસેજીસ સેન્ડ થયાં.
ત્યાં, ટૉમીએ મને શોધી કાઢ્યો. અને અમે જેમતેમ ઘરે પહોંચ્યાં. ટૉમી મદદ માંગવા પટેલ્સનાં ઘરે ગયો પણ, ત્યાં તાળું જોઈ એ તમારે ત્યાં આવ્યો. તારાં ડેડએ ટૉમીની ભાષા સમજી લીધી અને ઝિયા સાથે અમારી મદદે લોર્ડ જીસસ બનીને આવ્યાં.
હી સેવ્ડ માઇ લાઈફ ટુડે. આઈ એમ ઓબ્લાઈજ્ડ હિમ.
થેંક્સ બાપા જી."
ગળગળા સ્વરે રોજર અને માર્થા સાથે એમનો ટૉમી પણ આભાર વ્યક્ત કરી રહ્યો હતો.
અને, હેરીને એનાં વધારાનાં લાગતાં બાપા આજે પહેલીવાર ઉછીના ન લાગ્યાં. અને એ કેવળ એમને બે હાથ જોડી નમન કરી શક્યો.