આયુર્વેદના પૂજનીય દેવતા
આયુર્વેદના પૂજનીય દેવતા
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
"વાસુદેવ ધન્વન્તરિ દેવ જેણે અમૃત કળશ ધારણ કરેલ છે. સર્વ ભય અને રોગ નાશક છે. ત્રણેય લોકના સ્વામી અને તેનો નિર્વાહ કરવા વાળા છે તેવા વિષ્ણુ સ્વરુપ ધન્વંતરિ ઔષધ ચક્ર નારાયણને હું નમન કરું છું."
ધન્વંતરિનું પ્રાગટય આસો વદ તેરસ, ધનતેરસને દિવસે થયેલું અને લક્ષ્મીનું પ્રાગટ્ય પણ આજ દિવસે થયું હતું. પરંતુ આપણે મોટે ભાગે માત્ર લક્ષ્મી પૂજન તરફ વધુ ધ્યાન આપીએ છીએ અને જેની પ્રાર્થના થકી આરોગ્ય સંપદા થાયન તેને લગભગ વીસરીએ છીએ એમ કહીશું તો ખોટું નથી. હા, શુભેચ્છાઓમાં સારા આરોગ્ય સહીત તદુંરસ્તીના સંદેશા મોકલી ખુશ થઈએ છીએ પણ આપણે કેમ પ્રાર્થના નથી કરતા એ સમજાતું નથી ! ડૉક્ટરો, આયુર્વેદાચાર્યો દવાઓ સાથે સંકળાયેલા ઉદ્યોગો, કોલેજો વગેરેમાં ઇષ્ટ દેવતા તરીકે પૂજા અર્ચન થાય છે. દુઃખ એ વાતનું છે કે આપણે આપણા પ્રાચીન ગ્રંથોને ભૂલી રહ્યા છીએ ત્યારે વિદેશોમાં આયુર્વેદો ઉપર સંશોધનો અને પેટેંટ લેવાના પ્રયાસો સાથે ધન્વંતરિ દેવતાની મૂર્તિઓ સ્થાપિત થાય છે. ફ્રાંસમાં મંદિર પણ છે.
આ વખતે ભારતમાં આયુષ મંત્રાલયે આદેશ જારી કરી ધનતેરસને દિવસે ધન્વંતરિ જયંતિ તરીકે જાહેર કર્યો છે અને આયુર્વેદ કોલેજો, કેન્દ્રો, ડોકટરો, શિક્ષણ વિભાગોમાં, હોસ્પિટલોમાં આ દિવસ રાષ્ટ્રીય આયુર્વેદ દિન ઉજવવા પ્રથમ વાર જાહેર કર્યો છે. આ ખુશીની વાત સાથે બીજી એક વાત પણ આનંદદાયક અમેરિકા બેઠા બેઠા વાંચવા મળી ધોલેરા (ગુજરાતમાં ) અમાનીસર વિસ્તારમાં વિશ્વનું સૌથી વિશાળ ધન્વંત
રિ ધામ -4.000,0000 સ્કેવર ફૂટમાં, અંદાજિત સો કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે. જેમાં અનેક આધુનિક સગવડો સાથે આયુર્વેદિક સંલગ્ન ઉપચારો, શિક્ષણ, સંશોધનો વગેરે હાથ ધરાશે. હજુ એ પ્રચાર પ્રસાર અને જાગૃતિની ખરેખર જરૂર છે .
સૃષ્ટિની ઉત્પત્તિની આસપાસ ઈ.સ.પૂર્વે ત્રણહજારથી પાંચહજાર વર્ષ પહેલાં આયુર્વેદ રચાયો હોવાનો મત પુરાતત્વ નિષ્ણાતોનો છે પ્રાચીન ગ્રંથોમાં - સંહિતાઓમાં આયુર્વેદના અતિ મહત્વના સિદ્ધાંતો અત્ર ત્રત જોવા મળે છે અને તેને નૉલેજ ઓફ સાયન્સ ઑવ લાઈફ ગણાય છે. ભાવ પ્રકાશમાં ઉલ્લેખ છે -જે શાસ્ત્ર શાસ્ત્ર દ્વારા આયુષનું જ્ઞાન, હિત અને અહિત આહાર વિહારનું જ્ઞાન, વ્યાધિ નિદાન શમન નું જ્ઞાન પ્રાપ્ત થાય તે આયુર્વેદ વધુ ઊંડાણથી જોઈએ તોઃ
આયુઃ (જીવન) વિદ્યા (વેદ) આ વિદ્યા શાખાઓના માધ્યમથી પ્રાચીન કાળથી ભારતમાં વૈદકીય જ્ઞાનની કલ્પના હતી તે વાત સિદ્ધ થાય છે. જેમાં વનસ્પતિ, વન ઔષધિઓ, જડીબુટીઓ, આહાર વિષયક નિયમ, જુદાંજુદાં વ્યાયામોના પ્રકારો, તેનાથી ઉદ્ભવતી નૈસર્ગિક પ્રતિકાર શક્તિનો થતો દિવસે દિવસે વધારો અને રોગ સ્તંભન, રોગ મુક્તિ વિજ્ઞાન, કલા દર્શનનું મિશ્રણ એટલે આયુર્વેદ. આ શાસ્ત્ર સમજીને ધન્વંતરિ દેવની પૂજા અર્ચના કરનારને ઔષધિઓ ગયા સિદ્ધ થતાં તેનાથી નિદાન સારવાર પદ્ધતિમાં નિપુર્ણતા મળે છે. ચિકિત્સા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે અને તેથી ચિકિત્સકના હાથે રોગી રોગ મુકત બની આરોગ્યવાન બને છે.